Bhavnagar તા.6
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ ગત વર્ષ 2024-25 ની સરખામણી એ વર્ષ 2025-26 મા ભાવનગર વિભાગ દ્વારા રદ કી.મી. નું પ્રમાણ ઘટાડી સુચારૂ આયોજન થકી 16,57,000 કી.મી. નુ વધુ સંચાલન હાથ ઘરી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન મેળવેલ છે.
આ ઉપરાંત મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ ગત વર્ષ 2024-25 ની સરખામણી એ વર્ષ 2025-26 મા ભાવનગર વિભાગ દ્વારા હાથ ધરાયેલ મુસાફરલક્ષી સંચાલન થકી રૂા. 13,26,85,000/- (તેર કરોડ છવીશ લાખ પંચાસી હજાર) 9 ટકા ના દરે વધુ આવક પ્રાપ્ત કરી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ગત વર્ષ 2024-25 ની સરખામણી એ વર્ષ 2025-26 મા ભાવનગર વિભાગને ઓનલાઈન રીઝર્વેશનના માધ્યમ થી રૂા. 3,69,14,000/- (ત્રણ કરોડ ઓગણ સીતેર લાખ ચૌદ હજાર) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે.
વિભાગના ભાવનગર કેન્દ્ર તેમજ મહુવા કેન્દ્ર દ્વારા વર્ષ 2025-26 મા વર્ષ પર્યત થયેલ સંચાલન ખર્ચ ને કવર કરી ભાવનગર કેન્દ્ર એ રૂા. 5,06,00,000/- (પાંચ કરોડ છ લાખ) અને મહુવા કેન્દ્ર એ રૂા.1,24,00,000/- (એક કરોડ ચોવીસ લાખ) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે.

