Surendranagar , તા.7
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાઓની પાણી સમિતિની બેઠક નાયબ કલેકટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પાણીની અછત ધરાવતા ગામોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
અગાઉ, ચોટીલા સબ ડિવિઝનના ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના કુલ 28 ગામોમાં પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે ઇન્ટિગે્રટેડ ફેઝ-2 ગ્રુપ-1 અને ગ્રુપ-2 યોજના હેઠળ પાઇપલાઇન અને સંપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત શેખલીયા, મેવાસા, ગુંદા, મોણપર, પીપળીયા (ઢો), ગોલીડા, ચીરોડા રાજ, લાખચોકીયા, ત્રંબોડા, વીજળીયા અને મનડાસર જેવા ગામોમાં પાણી પુરવઠાની માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
બેઠક દરમિયાન, પીવાના પાણીની તકલીફ અનુભવતા ગામોની વિગતો મંગાવવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા તાજેતરમાં પીપળીયા (ઢો) અને અભેપર ગામોમાં પીવાના પાણીના ટેન્કરો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 32 ગામોમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હતી. જોકે, ઇન્ટિગ્રેટેડ ફેઝ-2 ગ્રુપ-1 અને ગ્રુપ-2 યોજનાનું કામ પૂર્ણ થતાં હવે માત્ર બે ગામોમાં જ પાણીના ટેન્કરની જરૂરિયાત રહી છે, જે પાણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આ બેઠકમાં મામલતદાર ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી થાનગઢ, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ચોટીલા, અધિક મદદનીશ ઇજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સુરેન્દ્રનગર, મદદનીશ ઇજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ચોટીલા, જુનિયર ઇજનેર ઙૠટઈક ચોટીલા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વિસ્તરણ) ચોટીલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

