Sudan, તા.૨૧
Sudanમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના સર્જાી છે. સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થઈ ગઈ છે. સોનાની ખાણ ધરાશાયી થતાં કુલ ૧૧ લોકોના મોત થયાં છે. જ્યારે ૩૦ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે.
આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઘાયલ થયેલા લોકોને પણ સારવાર માટે સત્વરે હોસ્ટિલ ખસેડવામાં આવ્યાં છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સુદાનના લાલ સાગર રાજ્યમાં આવેલા ઓની વિસ્તારમાં આ ખાણ આવેલી છે. જે શનિવારની રાત્રે જ ધરાશાયી થવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ તેમ છતાં પણ મજૂરો ત્યા કામ કરી રહ્યાં હતાં. ગત રાત્રે આખી ખાણ ધરાશાયી થઈ અને મોટી દર્ઘટના સર્જાી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૧ મૃતદેહ મળી આવ્યાં છે,
જ્યારે ૩૦ લોકોને બચાવી પણ લેવામાં આવ્યાં છે. અહીં કામ કરતી કંપનીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. આ કંપની દ્વારા મૃતકોના પરિવારને વળતર આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ સાથે પીડિત પરિવારોને પણ સંભવ મદદ કરશે. જ્યારે ઘાયલ થયેલા દરેક મજૂરની સારવાર કંપનીના ખર્ચે કરવામાં આવશે. અત્યારે આ દુર્ઘટનાને લઈને આ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ રહ્યો છે. આ સાથે લોકો પ્રશ્નો પણ કરી રહ્યાં છે કે, શનિવારની રાત્રે જ ધરાશાયી થવાનું શરૂ થઈ ગયું હતું, શા માટે મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હતું? આ મામલે પણ તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત રવિવારે એટલે કે સાત દિવસ અગાઉ પણ આ રીતે જ સોનાની ખાણ ધસી પડતાં ૮૨ શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તાર પેરામિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સના નેતૃત્વ હેઠળ આવે છે જે છેલ્લા ત્રણ વર્ષોથી સુદાની સેના સામે યુદ્ધ લડી રહી છે.

