Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: પાંચાળની ભોમકા પર શ્રદ્ધા, ભક્તિ અને લોકસંસ્કૃતિના સંગમસમા વિશ્વવિખ્યાત ’તરણેતર મેળા’નો ભવ્ય પ્રારંભ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પાંચાળની ભોમકા પર શ્રદ્ધા, ભક્તિ અને લોકસંસ્કૃતિના સંગમસમા વિશ્વવિખ્યાત ’તરણેતર મેળા’નો ભવ્ય પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar,તા.૧૪ઃ

    કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી વિધિવત શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભુસડિયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.

    તરણેતર લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાનું મહત્વ સમજાવતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો આપણી ઐતિહાસિક સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાને જીવંત રાખતો મેળાવડો છે. આ ભવ્ય ભાતીગળ મેળાનો આનંદ માણવા માટે માત્ર ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પધારે છે. આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે.

    વધુમાં કહ્યું હતું કે, પ્રવાસન, સાંસ્કૃતિક અને રમતગમત સહિતના વિભાગો દ્વારા મેળામાં સરકારશ્રીની યોજનાઓની માહિતી આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાશ્રીની સમગ્ર ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. તેમણે ઇન્દ્રદેવની કૃપાથી થયેલા વરસાદ બાદ મેળાનો ઉત્સાહપૂર્વક આનંદ માણવા અપીલ કરી હતી અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

    આ અવસરે ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો એ આપણી પ્રાચીન ભાતીગળ સંસ્કૃતિ, લોકગીતો, ભજનો અને વડવાઓની પરંપરાઓને ઉજાગર કરતું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો પહેલાં લોકો બળદગાડાં જોડીને પરિવાર સાથે મેળો માણવા આવતા અને જુદી જુદી રાસમંડળીઓ પોતાના રાસ રજૂ કરતી, જે ભાતીગળ વિરાસત આજે પણ અકબંધ જોવા મળે છે. દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ લોકમેળાનો આનંદ માણવા ઉમટી પડે છે.

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તરણેતરના મેળા દરમિયાન ઋષિ પંચમીના દિવસોમાં વરસાદ વરસવાની લોકવાયકા અને શ્રદ્ધા જોડાયેલી છે, જે આ વર્ષે પણ સાર્થક સાબિત થઈ છે. ઈશ્વરે ખેડૂતો અને પશુઓની વ્હારે આવીને છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે, જે મેળાના પ્રારંભ સાથે જ ભગવાનના આશીર્વાદરૂપ સાબિત થયો છે. ધારાસભ્યશ્રીએ મેળાના સફળ અને સુચારુ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ
    Next Article Surendranagar: નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનો શુભારંભ કરાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.