Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??
    લેખ

    ભૂતળ ભક્તિ પદારથ મોટો! એ રચનામાં નરસિંહ ભક્તિને પદારથ કેમ કહે છે??

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2026Updated:August 12, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    હે ઈશ્વર.
               આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગુરુ પૂર્ણિમા જતાં હવે તો શ્રાવણ આવશે, એવી વાતો સૌ કરવાં લાગે. દરેક વાર, તિથિ, અને મહિનો અંતે તો ઈશ્વર અનુસંધાન માટે જ છે ! પરંતુ શ્રાવણ મહિનો દરેકનો પ્રિય‌ છે, કારણ કે શ્રાવણમાં ભગવાન ભોળેનાથ શંકરની ભક્તિનો ખૂબ મહિમા છે! આપણે ચાતુર્માસનાં ચિંતનમાં જોયું હતું, કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરે છે, અને એટલે પંચ દેવનાં બાકીનાં ચાર તત્વોએ સૃષ્ટિનું સંચાલન કરવું, અને શ્રાવણમાં શંકરને સંચાલન સોંપાયું છે! માનવી ભગવાનનો ભોળો સ્વભાવ જાણે છે, અને એટલે જ વ્રત, ઉપવાસ અને ભજન, કીર્તન કરી, ભગવાનને રિઝવવા પ્રયત્ન કરે છે. આમ તો ઈશ્વરનું કોઈપણ સ્વરૂપ હોય, એનાં રુપ સ્વરૂપ સાથે સંસારીની માનસિકતા સાથે, ભાવનું આદાન પ્રદાન કરવું, એને ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ એ માત્રને માત્ર ભાવનાનો પ્રદેશ છે! પણ ઘણીવાર એવું થતું હોય છે, કે જે સંન્યાસી નથી પામી શકતાં એ ફળ ભક્તિથી પ્રાપ્ય બને છે, અને એ પણ રસ, રાગ, છોડ્યા વગર! નરસિંહ મહેતા આગળ પણ ભક્તની ઉપલબ્ધિ લાગે છે, અને એનું ભગવાન સાથે કેટલું તાદાત્મ્ય હતું, એ આપણે સૌ જાણીએ છીએ! તો ભક્તિનો અપરંપાર મહિમા ગાતા નરસિંહનાં ભૂતળ ભક્તિ પદારથ મોટો, એ પ્રસિદ્ધ પદનું શ્રાવણ પહેલાં ચિંતન કરી, શ્રાવણમાં ભાવભરી ભક્તિ કરીને શંકરને રિઝવીશું.
    **નરસિંહ મહેતા**
    ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
    પુણ્ય કરી અમરાપુરી પામ્યાં, અંતે ચોરાસી માહી રે.(૧)
    નરસિંહ અહીં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ, એ‌ ચાર પુરુષાર્થ કે પદાર્થની અવગણના નથી કરતાં, પણ કહે છે કે ભક્તિએ ભૂતળનો આભૂષણ જેવો એકદમ કિંમતી પદાર્થ છે, એ બીજે ક્યાંય નથી! જો પુણ્ય કરીને સ્વર્ગ પ્રાપ્ત થયું, તો પુણ્ય સમાપ્ત થતાં વળી પાછાં લાખ ચોરાશીનાં ફેરા ફરવાં પડે છે!
    હરિનાં જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મોજનમ અવતાર રે;
    નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે. (૨)
    અને એટલે જ ભક્તો મુક્તિ નથી માંગતા, અને જન્મો જનમ મનુષ્ય જન્મ જ માંગે છે, કારણ કે એને ભગવાનની સેવા પૂજાને કિર્તનોમાં ખૂબ‌ આનંદ આવે છે! અને સાથોસાથ નંદ કુમારનું મરક મરક હસતું મોઢું નિરખવા મળે છે, એ જીવનને ધન્ય બનાવી દે છે.
    ભરત ખંડ ભુતળમાં જન્મી, જેણે ગોવિંદનાં ગુણ ગાયા રે;
    ધન્ય ધન્ય એનાં માતપિતાને સફળ કરી એણે કાયા રે. (૩)
    કવિ અહીં ભક્તિને ભૂતળમાં પણ ભરત ખંડ‌ એટલે કે ભારતની અનામત કહે છે! એટલે અહીં જન્મ લેનાર ગોવિંદનાં ગુણ કદાચ અન્ય દેશ કરતાં સહજ હશે એવું!’ અને આ બધું એટલે શક્ય બન્યું, કારણ કે એનાં માતાપિતાએ એનામાં ભક્તિનાં સંસ્કાર રેડ્યાં છે! અને એથી એણે પોતાનો દેહ સફળ કર્યો.
    ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજની નાર રે;
    અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઉભી, મુક્તિ થઈ રહી દાસી રે. (૪)
    ભારતમાં પણ વૃંદાવન ધન્ય છે! અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ્ન્મની લીલા ધન્ય છે, અને એથી વધુ ધન્ય તો વ્રજની નારી એટલે કે ગોપીઓ ધન્ય છે, જેણે આ લીલાને નજરે જોઈ છે. ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષણા હતી, અને ઘર સંસારથી પણ વધુ એમણે ક્રિષ્નને પ્રેમ કર્યો. એમણે ધાર્યું હોત તો અષ્ટ મહાસિદ્ધિ એના આંગણે રમતી હોત, અને મુક્તિ એની દાસી થઈને આગળ પાછળ ફરત, પણ એમણે મુક્તિ નહીં ભક્તિને મહત્વ આપ્યું.
    એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકદેવ જોગી રે;
    કંઈક જાણે વ્રજની વનિતા,ભણે નરસૈંયો ભોગી રે. (૫)
    નરસિંહ કહે છે કે ભક્તિનાં આ રસનો સ્વાદ શંકર અને શુકદેવજી જેવા મોટા ગજાનાં જોગીઓ જાણે છે! અને થોડાં ઘણાં પ્રમાણમાં ગોકુળ અને વ્રજની વનિતા એટલે કે ગોપીઓ પણ જાણે છે! અને નરસિંહ ભોગી હોવા છતાં આવી ભક્તિનો મહિમા ગાય છે.
    મૃત્યુલોકનાં માનવી માટે ઈશ્વરે ભક્તિનો સંદર્ભ અનામત રાખ્યો છે, અને આ વિકલ્પ દેવતાઓને પણ નથી મળતો, એ સમજાવતાં નરસિંહે આ રચનામાં ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે! અને નરસિંહની રચના છે, એટલે એ કેવળ શબ્દો નથી, એટલું તો સૌકોઈ સ્વીકારશે! આમ તો સાવ સીધાસાદા શબ્દોમાં બહુ મોટી વાત કહી દેવી એ નરસિંહની એક ખાસિયત છે! આખી રચનામાં એકમાત્ર પદારથ શબ્દનો પ્રયોગ કરીને એણે બહુ મોટી વાત કહી દીધી છે, અથવા તો આ રચનાનો જો કોઈ મૂળ શબ્દ હોય તો એ પદારથ છે! બાકીનાં શબ્દોનાં વિશ્લેષણની પછી જરૂર જ નથી રહેતી! આપણે સૌ ભૌતિક વિજ્ઞાન ભણ્યા ત્યારે પદાર્થ એટલે કે વસ્તુ, જેમાં ઘન, પ્રવાહી, અને વાયુ વિશે ભણ્યાં હતાં કે જેનું કોઈ ઠોસ અસ્તિત્વ હોય એને પદાર્થ કહેવાય! જ્યારે અહીં તો ભક્તિ કે જ્યાં કેવળ અને કેવળ ભાવના જ મહત્વની છે! ત્યાં પદાર્થ? કયો સંદર્ભ લીધો? સદગુરુ કૃપા કહે છે કે પદારથ એટલે જેને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ, એ તો છે જ પણ, જેની આપણે પ્રતિતિ કરી શકીએ એવો કોઈ ઠોસ આધાર! એટલે કે ભક્તિ એવું માધ્યમ છે, કે જેનાં થકી ભક્ત ભગવાનની પૂર્ણ પ્રતિતી અર્થાત્ પ્રત્યક્ષ મળ્યાં જેવી લાગણી અનુભવી શકે! નરસિંહ મહેતા ભક્તિને “પદાર્થ” એટલા માટે કહે છે કે ભક્તિ માત્ર પરંપરાગત માન્યતા નથી, પરંતુ એવી જીવંત અનુભૂતિ છે, જેમાં ભગવાન ભક્ત માટે પ્રત્યક્ષ સત્તા બની સતત હાજરી પૂરાવી જાય છે. ભક્તિ દ્વારા ભગવાનની પ્રતીતિ થાય છે; તેથી ભક્તિ અનૂભૂતિનો પ્રદેશ અર્થાત્ પદાર્થ છે, માત્ર વિચારવાનો વિષય નથી. ટૂંકમાં અહીં પદાર્થ એટલે અનુભવસિદ્ધ સત્ય, એવું ભક્તિનાં સંદર્ભમાં નરસિંહ એ આલેખ્યું હોય શકે! હવે નરસિંહનાં જીવન પરથી પદાર્થનો ભૌતિક અર્થ જોઇએ તો ત્યાં કોઈ ધન નથી, કોઈ સંપત્તિ નથી, અને ઘણીવાર તો મુઠી જુવારનાં પણ વાંધા હતાં! અને છતાં નથી એની માટેનો કોઈ પ્રયત્ન, કે નથી એની માટેનો મોહ! નરસિંહ માટે સતત હરિ સંકિર્તન સૌથી ઉપર રહેતું હતું! અને બાકી બધું એટલે કે દુનિયાદારી જ્યાં ગૌણ‌ હોય ત્યાં ખરેખર ઈશ્વર હાજરી પૂરાવવા આવે! એ પણ કુંવરબાઈનું મામેરું અને એનાં પિતાનાં શ્રાદ્ધનાં પ્રસંગો પરથી જોઈ શકાય છે! અને ખરેખર અષ્ટ મહાસિદ્ધિ એને આંગણિયે રમતી હતી! પણ એને મન એનો કોઈ મોલ નહોતો! નરસિંહને એટલે જ ભક્ત શિરોમણી કહેવામાં આવે છે! એણે જીવન પર્યંત ભક્તિને નિભાવીને ભગવાનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું! તો આ શ્રાવણમાં આપણે સૌ પણ ભક્તિ નામનાં પદાર્થની ગરિમા સમજી, અને ભાવનાનાં પ્રદેશમાં બીજો કોઈ સ્વાર્થનો ભાવ પ્રવેશે નહીં, એનું ધ્યાન રાખીને શંકરને ભજી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDigital વ્યસન: શું સોશિયલ મીડિયાને સિગારેટ, દારૂ અને તમાકુની જેમ કાનૂની ચેતવણી આપવી જોઈએ?
    Next Article દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    September 26, 2026
    લેખ

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026
    લેખ

    Shraddha કૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ

    September 25, 2026
    લેખ

    બ્રહ્માંડમાંથી આવ્યો અવાજ: ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર Exoplanetમાંથી સીધા Radio Signals પકડ્યા

    September 25, 2026
    ધાર્મિક

    શુક્રવારે Ganpati Visarjan તથા અનંત ચતુર્દસી રક્ષા મેળવવા માટેનો દિવસ

    September 24, 2026
    રાજકોટ

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 10:21
    Categories
    Latest News

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શેરબજાર સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયે કઈ રાશિના ચમકશે સિતારા?

    September 27, 2026

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.