Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત Heavy Rain ની સંભાવનાઓ સાથે Red Alert
    ગુજરાત

    હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત Heavy Rain ની સંભાવનાઓ સાથે Red Alert

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૫

    આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, “આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) તમામ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં અતિભારે વરસાદ થઈ શકે છે.” આ સાથે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

    ૨૬મી ઓગસ્ટે વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તારીખે સૌરાષ્ટમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

    ૨૭મી ઓગસ્ટના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે, આ સિવાયના ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પણ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

    ૨૮મી ઓગસ્ટે પણ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત રિજનના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ તારીખે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

    ૨૯મી ઓગસ્ટે ગુજરાત રિજનના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ૩૦મી ઓગસ્ટે બનાસકાંઠા, અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ૩૦ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે પણ ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

    રામાશ્રય યાદવે ગુજરાતના વરસાદની વાત કરીને શનિવારે કહ્યું હતું કે, મધ્યપ્રદેશના ઉત્તર-પૂર્વ તથા ઉત્તરપ્રદેશના દક્ષિણ-પૂર્વમાં જે લો પ્રેશર બનેલું છે જે ૨૬મી ઓગસ્ટે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તે પછી ૨૭મીએ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા ભાગો પ્રવેશ કરશે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે અને અતિ તીવ્ર વરસાદ થવાની સંભાવનાઓ છે.

     

    Ahmedabad GUJARAT Heavy-Rain Red alert
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.