New Delhi તા.1
ગંગાને સ્વચ્છ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) હવે એક નવા પર્યાવરણીય સંકટનું કારણ બની રહ્યો છે. શહેરોની સીવેજ સાફ કરી ગંગામાં છોડવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં નીકળનાર સ્લજ (કીચડ) ઉચિત મેનેજમેન્ટના અભાવે ખેતરોમાં પહોંચી રહ્યો છે જેથી જન આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.
કેગે તેના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે અને સ્થળો પર કાદવમાં ઝિંક, કેડમિયમ તેમજ અન્ય ભારે ધાતુઓ નિર્ધારિત સીમાથી વધુ મળી આવી હતી, આમ છતાં તેનો ઉપયોગ કૃષિ ભૂમિમાં કરવામાં આવ્યો હતો. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે.
કે જો આના પર તાત્કાલીક નિયંત્રણ ન કરવામાં આવ્યું તો તેની અસર માત્ર મારી સુધી સીમીત નહીં રહે, બલકે ભૂજલ, ખેતીપાક અને પુરી ખાદ્ય શૃંખલા સુધી પહોંચી શકે છે. ગંગા સંરક્ષણ પ્રોજેકટસનું મૂલ્યાંકન કરતા કેગે ઉતરપ્રદેશના અનેક એસટીપીમાં સ્લજ મેનેજમેન્ટની ગંભીર ખામીઓ જાહેર કરી છે.
કેગે સવાલ કર્યા છે કે- એસટીપી પહેલા બની, સીવર નેટવર્ક પછી શા માટે બન્યું? સીવેજની માત્રા અને એસટીપીની ક્ષમતાનું આકલન ખોટું કેમ થયું? ત્યારે ધાતુઓ વાળો સ્લજ (કીચડ) ખેતરો સુધી કેવી રીતે પહોંચ્યો?
એસટીપીથી નીકળનારો સ્લજ અનેક જગ્યાએ જૈવિક ખાતરના વિકલ્પમાં ખેડૂતોને ઉપલબ્ધ કરાવાયો પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવી ધાતુઓ મારીમાં વર્ષો સુધી રહે છે, ધીરે ધીરે ખેતી પાકના મૂળિયાના માધ્યમથી ખાદ્યાન્ન સુધી પહોંચી શકે છે અંતે તે માનવ શરીરમાં પ્રવેશીને લાંબાગાળે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
રિપોર્ટમાં પ્રયાગરાજના કોહરા એસટીપીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જયાં સ્લજના વૈજ્ઞાનિક મેનેજમેન્ટ માટે અલગ સ્લજ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનુ સંચાલન શરૂ જ નથી થયું.

