Jammu and Kashmir તા.6
પુંછના મેંઢર સેકટરમાં એલઓસી પાસે બુધવારે સાંજે એક બારુદી સુરંગને નિષ્ક્રીય કરવા દરમિયાન થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સેનાની બોમ્બ પ્રતિરોધક ટુકડી નિયમિત પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન આ ઘટના કંગા ગલી ક્ષેત્રમાં મળેલી બારુદી સુરંગને નિષ્ક્રીય કરવા દરમિયાન બની હતી.
ઉલ્લેખનીય છે કે, ઘુસણખોરી રોકવા માટે અગ્રણી ક્ષેત્રોમાં બારુદી સુરંગ પાથરવામાં આવતી હોય છે. સતત વરસાદના કારણે આ સુરંગો પોતાના સ્થળથી ખસી જતી હોય છે, જેને સમયાંતરે નિષ્ક્રીય કરવામાં આવતી હોય છે.
દરમિયાન પુંછ નાલવા-દેવગાર તરવાન ક્ષેત્રમાં મજુરોને એક કાટ લાગેલ શંકાસ્પદ વિસ્ફોટક મળ્યો હતો. સેનાએ ઘટનાસ્થળે પહોંચીને તેને નષ્ટ કરી નાખ્યો હતો. દરમિયાન કાશ્મીરના સોપોરમાં સર્ચ ઓપરેશન સમયે એક ઘરમાંથી ભંગારના 45 દારૂગોળા રિકવર કરાયા હતા. તેની તપાસ ચાલુ છે.

