Amreli , તા.23
અમરેલી જિલ્લા ની જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને અર્ધો ડઝન પાલિકાની સામાન્ય2 ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી હોય તમામ રાજકીય પક્ષોનાં ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો સિવાય મતદારોમાં કોઈ ઉત્સાબહનો માહોલ જોવા મળતો નથી.
આમ જનતા માટે સ્થાોનિક સ્વઉરાજયની સંસ્થોની ચૂંટણી આમ તો અતિ મહત્વીની હોય છે, કારણ કે રોજબરોજની સમસ્યા દૂર કરવાની જવાબદારી પંચાયત કે પાલિકાની હોય છે. જેમાં સફાઈ, પીવાનું પાણી, સારા માર્ગો, બાગ-બગીચા, નાના-મોટા પ્રમાણપત્રો, રખડતા પશુઓ, સ્ટ્રીરટલાઈટ જેવી સુવિધા સ્થા નિક સંસ્થા્ઓએ આપવાની હોય છે. પરંતુ, મતદારોમાં કોઈ ઉત્સાાહ જ ઉભો થતો નથી.
એક તરફ કાળઝાળ મોંઘવારી, ભીષણ ગરમી, બેરોજગારી તેમજ બિસ્માસર માર્ગો, અપુરતી સ્ટ્રી ટલાઈટ, રખડતા પશુઓ સહિતની સમસ્યાભનું નિરાકરણ આઝાદીનાં 80 વર્ષ થવા આવ્યાન છતાં થયું નથી.
મતદારોને રાજકીય પક્ષોનાં વચનો ઉપર કોઈ ભરોસોરહૃાો નથી. સૌ સમજે છે કે ચૂંટણી પહેલા આવ્યા બાદ કોઈ રોજબરોજની સમસ્યાન દૂર કરતું નથી. જિલ્લા નાં મુખ્યા મથક અમરેલીમાં બંધ સ્ટ્રીઆટલાઈટ, રખડતા પશુઓ, અનિયમિત પાણી વિતરણ, ઉભરાતી ગટરો, બિસ્માલર માર્ગોની સમસ્યાી દૂર થઈ નથી થઈ તો તાલુકા કે ગ્રામ્યબ કક્ષાએ શું કામગીરી કરવાનાં છે તેવું મતદારો માની રહૃાા છે.
જો કે રાજકીય આગેવાનોની શરમનાં કારણે મતદારો સ્થાંનિક કક્ષાએ યોજાતી સભામાં જતાં હોય છે. પરંતુ, મતદારોમાં ઉત્સા હનો અભાવ સ્પનષ્ટ જોવા મળી રહૃાો છે તે હકીકત છે.

