પાનની દુકાને બાકી નાણાંની ઉઘરાણી કરવા મામલે છ શખ્સ તૂટી પડ્યા
Rajkot,તા.14
થોરાળા વિસ્તારમાં પાનની દુકાને ઉધારના પૈસાની ઉઘરાણી મામલે છ શખ્સોંએ એક યુવકને માર મારી રૂ. 1.14 લાખની કિંમતનો ચેઇન, મોબાઈલ અને રોકડ લૂંટી લીધો હતો. નવા થોરાળાના ગોકુલપરા શેરી નંબર-5 માં રહેતા 43 વર્ષીય યુવાન હરેશભાઇ કાનજીભાઈ પરમારે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેવલ સોંદરવા આપણી દુકાનેથી અવાર નવાર બાકીમા ચીજ વસ્તુઓ લઇ જાય છે અને પૈસા માંગી તો આપતો નથી. આજે પણ રાતના દુકાને સીગરેટ તથા પાણીની બોટલ તથા વેફર્સ લઇ ગયેલ અને રૂપીયા આપેલ નથી. જેથી તથા મારા કાકા નીલેશભાઈ નવા થોરાળા શેરી નં ૭/૪ માં રેહતા શામજીમામાના ઘરે ગયેલા હતા. જ્યાં કેવલ સોદરવા શામજીભાઇ મકાભાઇ મકવાણા, દીલીપ ઉર્ફે દિલો પ્રેમજીભાઈ ચૌહાણ, અજયભાઈ જાદવ, નાગેશ ઉર્ફે છોટુ શામજીભાઈ મકવાણા, રોહીત ઉર્ફે બાઠી રાઠોડ હાજર હતા. હુ મારા મામા શામજીભાઈની સાથે વાત કરતો હતો કે આ કેવલ સોંદરવા અમારી દુકાને મારા માતા પાસેથી અવાર નવાર ચીજ વસ્તુ લઇ જતો હોય છે અને માલના રૂપીયા આપતો નથી જેથી તમે કેવલને સમજાવી દીયો આમ વાતચીત ચાલુ હતી. ત્યારે દીલીપ ઉર્ફે દિલાએ મને અપશબ્દ બોલવાનુ ચાલુ કરેલ હતું. જેથી મે તેને ગાળુ આપવાની ના પાડતા અજય જાદવે મને માથામાં ઝાપટ મારેલ હતી અને બાદમાં તમામ આરોપીઓ મને ઢીકાપાટુનો માર મારવાનુ ચાલુ કરી દીધું હતું.
મારથી બચવા હું ત્યાંથી ભાગેલ અને થોડેક દૂર જતા તમામ હુમાળખોરો પાછળ ધસી આવ્યા હતા અને મને પકડી ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યાંથી હું ભાગેલ અને શેરીનો વળાંક લઈને બીજી શેરીમાં પોહચેલ તો ત્યાં પણ તમામ શખ્સો ધસી આવ્યા હતા અને માર મારેલ હતો જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારે મે મારા ગળામાં પેહરેલ સોનાનો ચેઇન આશરે દોઢેક તોલાનો જેની આશરે કિમત રૂ.૧.૦૭ લાખનો તથા હાથમાં રહેલ મારું વિવો કંપનીના મોબાઇલ કવરમાં રહેલા રોકડા રૂ. 2500, મોબાઇલ ફોન પણ આ શખ્સોંએ ઝુંટવી લીધો હતો. બાદમાં યુવક ત્યાથી નાસી છૂટવામાં સફળ થતાં કાકા નિલેશભાઈએ 108 એમ્બયુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યો હતો. મામલામાં યુવકે ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે હુમલો, લૂંટ સહીતની કલમો હેઠળ છ શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.