Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    • Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે
    • અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!
    • બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ
    • Uttar Pradesh માં ૫૯,૦૦૦ કરોડ રૂપિયાનું પૂરક બજેટ રજૂ કર્યું, કેન્દ્ર તરફથી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની સહાય મળશે
    • Junagadh: હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું, અરજદારો સાથે કરી ગાળાગાળી કરી !
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»૧૫ દિવસ સ્વતંત્રતા પર્વ વિશેષ સ્વતંત્રતાના વિસ્મૃત રત્નો
    લેખ

    ૧૫ દિવસ સ્વતંત્રતા પર્વ વિશેષ સ્વતંત્રતાના વિસ્મૃત રત્નો

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિદેશની ધરતી પરથી આઝાદીનો સિંહનાદ કરનાર ગુજરાતના અમર ક્રાંતિવીર સરદારસિંહ રવાજીભાઈ રાણા

    હીરાના વેપારમાંથી મળેલી સંપત્તિ દેશને અર્પણ કરી, મેડમ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર અને અન્ય ક્રાંતિકારીઓના વિશ્વાસુ સહયોગી બની આઝાદીની લડતને વૈશ્વિક ઓળખ અપાવી

    વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા

    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    માતૃભૂમિની આઝાદી માટે માત્ર ભારતની ભૌગોલિક સીમાઓની અંદર જ નહીં, પણ હજારો માઇલ દૂર વિદેશી ધરતી પર રહીને પણ કેટલાક વીરોએ બ્રિટિશ સામ્રાજ્યવાદના પાયા હચમચાવી નાખ્યા હતા. જ્યારે વિદેશમાં રહીને લડત ચલાવવાની વાત આવે ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પનોતા પુત્ર સરદારસિંહ રાવજીભાઈ રાણાનું નામ આઝાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ચમકી ઊઠે છે. તેમણે યુરોપની ધરતીને ક્રાંતિનું સશક્ત કેન્દ્ર બનાવીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને વૈચારિક, આર્થિક અને વ્યૂહાત્મક પીઠબળ પૂરું પાડ્યું હતું.

    સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના (તત્કાલીન લીંબડી રાજ્ય) કંથારિયા ગામે એક સમૃદ્ધ અને ખુમારી ધરાવતા રાજપૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં તેજસ્વી બુદ્ધિમત્તા, અડગ સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વણાયેલા હતા. તેમણે માધ્યમિક શિક્ષણ રાજકોટની પ્રખ્યાત આલ્બર્ટ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું. અહીં તેમને પોતાનાથી વયમાં વરિષ્ઠ એવા મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી)નો પ્રથમ પરિચય અને સંગાથ સાંપડ્યો હતો. ત્યારબાદ તેમણે ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજ અને પુણેની ફર્ગ્યુસન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ ૧૮૯૫માં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન દરમિયાન તેઓ લોકમાન્ય બાલ ગંગાધર ટિળકના સંપર્કમાં આવ્યા. ટિળકજીના ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારો અને દેશભક્તિની જ્યોતે રાણાજીના મનમાં સ્વતંત્રતા માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્ના જગાવી.

    કાયદાના ઉચ્ચ અભ્યાસ માટે સરદારસિંહ રાણા લંડન ગયા. લંડનની ધરતી પર તેમનો મિલાપ ક્રાંતિકારી વિચારધારાના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાજી કામા સાથે થયો. આ ત્રિપુટીના સંગાથે તેમના જીવનની દિશા જ બદલી નાખી. લંડનમાં ભારતીય યુવાનોને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય ચેતનાનો પ્રસાર કરવા માટે સ્થાપવામાં આવેલા ’ઇન્ડિયા હાઉસ’ના નિર્માણ તથા તેની પ્રવૃત્તિઓમાં રાણાજીનું યોગદાન પાયાનું રહ્યું.

    સરદારસિંહ રાણા માનતા હતા કે, ભારતના તેજસ્વી યુવાનો જો વિદેશમાં આવીને શિક્ષણ મેળવે તો તેઓ આઝાદીની લડતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવી શકે. આ ઉમદા હેતુથી તેમણે પોતાના ખર્ચે દર વર્ષે ત્રણથી પાંચ ભારતીય વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આશરે ૨,૦૦૦ પાઉન્ડની મૂલ્યવાન શિષ્યવૃત્તિઓ શરૂ કરી. આ શિષ્યવૃત્તિઓના બળે જ વીર સાવરકર અને સેનાપતિ બાપટ જેવા પ્રખર ક્રાંતિકારીઓ લંડન આવી શક્યા અને ઉચ્ચ અભ્યાસની સાથે સશસ્ત્ર ક્રાંતિનો પાયો મજબૂત કરી શક્યા. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની સુવર્ણ જયંતી ઉજવણી વખતે લંડન સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમનું અધ્યક્ષપદ પણ સરદારસિંહ રાણાએ જ શોભાવ્યું હતું.

    બ્રિટિશ હકુમતની દમનકારી નીતિઓ અને સતત નજરને કારણે સરદારસિંહ રાણા ફ્રાન્સના પેરિસ ખાતે સ્થાયી થયા. ફ્રેંચ ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હોવાથી તેઓ શરૂઆતમાં દુભાષિયા તરીકે કામ કરવા લાગ્યા અને ટૂંક સમયમાં જ પોતાની કોઠાસૂઝથી હીરાના વ્યવસાયમાં સફળતા મેળવી પેરિસના અગ્રણી વેપારી બન્યા.

    હીરાના વેપારમાંથી મળેલી બહોળી આવકનો મોટો હિસ્સો તેમણે અંગત ભોગવિલાસમાં વાપરવાને બદલે ભારતીય ક્રાંતિકારીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં, ગુપ્ત શસ્ત્રોની સરભરા કરવામાં અને રાષ્ટ્રવાદી સાહિત્યના પ્રકાશનમાં ખર્ચી નાખ્યો. પેરિસ ટૂંક સમયમાં જ ભારતીય આઝાદીની લડતનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની ગયું.

    મેડમ ભીખાજી કામા અને સરદારસિંહ રાણાની જોડીએ પેરિસથી બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે આક્રમક ઝુંબેશ ચલાવી. વર્ષ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી ’આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ પરિષદ’માં જ્યારે મેડમ કામાએ ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ત્યારે સરદારસિંહ રાણા તેમની સાથે અગ્રણી સહયોગી તરીકે મંચ પર ઉપસ્થિત હતા. આ ઘટનાએ વિશ્વ સમક્ષ ભારતની આઝાદીની માંગને અનન્ય ઓળખ અપાવી.

    બ્રિટિશ સરકાર માટે સરદારસિંહ રાણા એક મોટો પડકાર બની ગયા હતા. તેમની સક્રિય ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ગભરાઈને બ્રિટિશ સરકારે ભારતમાં આવેલી તેમની તમામ જમીન-મિલકતો જપ્ત કરી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોના ભારે દબાણને વશ થઈને ફ્રેન્ચ સરકારે તેમની ધરપકડ કરી અને કેરેબિયન ટાપુઓ પર દેશનિકાલ કરી દીધા. કઠોર યાતનાઓ અને દેશવટો ભોગવવા છતાં માતૃભૂમિ પ્રત્યેનો તેમનો અડગ રાષ્ટ્રપ્રેમ જરાય ડગ્યો નહીં.

    દ્વિતીય વિશ્વયુદ્ધના ગાળામાં જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે બ્રિટિશરોની નજરકેદમાંથી છટકવાનો સાહસિક પ્લાન બનાવ્યો, ત્યારે સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પરથી અપ્રતિમ વ્યૂહાત્મક સહયોગ આપ્યો હતો. તેમણે પોતાની દ્વિતીય પત્નીના સાથથી નેતાજી માટે જર્મનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો ગોઠવવામાં, ’આઝાદ હિંદ રેડિયો’ના પ્રસારણની વ્યવસ્થા કરવામાં તથા આઝાદ હિંદ ફોજને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી અને નાણાકીય બળ પૂરું પાડવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

    દીર્ઘકાલીન સંઘર્ષ અને જીવનનો મોટો ભાગ વિદેશમાં વિતાવ્યા બાદ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે આ વીર યોદ્ધો પોતાની માતૃભૂમિ પર પરત ફર્યો. ભારતમાં તેમનું ભવ્ય અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું કે દેશપ્રેમ ભૌગોલિક સીમાઓથી પર હોય છે.

    આજે જ્યારે ભારત વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપન સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના આ અમર ક્રાંતિવીર સરદારસિંહ રાવજીભાઈ રાણાનું જીવન યુવા પેઢી માટે રાષ્ટ્રપ્રેમ, સમર્પણ, કર્તવ્યનિષ્ઠા અને સ્વાભિમાનનો અમર પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleતંત્રી લેખ… પાકિસ્તાન દ્વારા કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં થતી બર્બરતા
    Next Article ડ્રગ્સ સામેના યુદ્ધના પંજાબ મોડેલનો રાષ્ટ્રીય વિસ્તરણ એ સમયની જરૂરિયાત છે
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે

    August 4, 2026
    લેખ

    મનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે

    August 4, 2026
    ધાર્મિક

    આત્મા અને પરમાત્માનું મિલન જ આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્ય છે

    August 4, 2026
    લેખ

    સંસદ, કાયદો અને લોકશાહી: 2026ના ચોમાસુ સત્રના અંતિમ તબક્કામાં કાયદાકીય જવાબદારીનો પડકાર

    August 4, 2026
    લેખ

    ડિજિટલ ક્રાંતિમાં ગુજરાતની પહેલ: સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી-CBDC ‘ઈ-રૂપિયા’ દ્વારા રેશનિંગ અનાજ વિતરણની નૂતન પ્રણાલી

    August 4, 2026
    લેખ

    તંત્રી લેખ…પેટાચૂંટણીના પરિણામોનો સંદેશ

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:45
    Categories
    Latest News

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026

    Rajkot અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર ખેરને બરતરફીમાં હાઈકોર્ટનો સ્ટે

    August 4, 2026

    અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક સત્રે બદલાઈ રહી છે દિશા…!!!

    August 4, 2026

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026

    Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.