Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!
    • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી
    • 30 જુલાઈનું પંચાંગ
    • 30 જુલાઈનું રાશિફળ
    • નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ
    અમદાવાદ

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ બેફામ ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર “એક્ટ નહિ એક્શન”ની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, વર્ષ ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું. એટલે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીના લીધે ૧૫૯ યુવાનોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું.

    તેમણે કહ્યું હતું કે તાજેતરમાં નીટની પરીક્ષાનાં પેપર લીકના કારણે હતાશ – નિરાશ થઈને ૨૧ જેટલા આશાસ્પદ બાળકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું જેમાંથી એક આશાસ્પદ વિદ્યાર્થી ગુજરાતનો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૪૨૪ જેટલા વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,જ્યારે ૨૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જીવન ટૂંકાવ્યું. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી એટલે કે દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ બાળકો અને કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી, પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. આજે લાખો વિદ્યાર્થીઓ અસહ્ય શૈક્ષણિક દબાણ, પેપર લીક, પરીક્ષા ગેરરીતિઓ, ભરતીમાં વિલંબ, વધતી બેરોજગારી અને શિક્ષણના બેફામ વ્યાપારીકરણ વચ્ચે પોતાનું ભવિષ્ય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

    આત્મહત્યામાં જીવન ટુંકાવનારાની સંખ્યા આ માત્ર આંકડા નથી, આ દરેક આંકડાની પાછળ એક પરિવારનો આક્રંદ, માતા-પિતાની જીવનભરની મહેનત અને એક યુવાનનું અધૂરું સ્વપ્ન દફનાયેલું છે. પેપર લીક માટે જવાબદાર કેટલા અધિકારીઓને સજા થઈ? ભરતી કૌભાંડોના કેટલા માસ્ટરમાઇન્ડ સામે કાર્યવાહી થઈ? પરીક્ષાઓ વારંવાર મુલતવી રહે, ભરતી વર્ષો સુધી અટકી રહે અને યુવાનો નિરાશામાં ધકેલાઈ જાય, તો તેની રાજકીય જવાબદારી કોણ લેશે? વિદ્યાર્થીઓની આત્મહત્યા માત્ર વ્યક્તિગત નિષ્ફળતા નથી; તે સરકારની નીતિગત નિષ્ફળતાનું સૌથી કરુણ પ્રતિબિંબ છે.

    ડૉ. મનીષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે પેપર લીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર એક્ટ નહી એક્શન લો. દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ સેન્ટર તથા ૨૪૭ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે. પ્રવેશ અને ભરતી પરીક્ષાઓ માટે સંપૂર્ણ પારદર્શક, વિશ્વસનીય અને સમયબદ્ધ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. ખાનગી કોચિંગ ક્ષેત્રનું નિયમન કરીને ફી પર નિયંત્રણ લાવવામાં આવે અને શિક્ષણના વધતા ખર્ચાને ઘટાડવા નીતિ ઘડવામાં આવે. વિદ્યાર્થી આત્મહત્યાઓ અંગે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરીને સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવામાં આવે. ડિગ્રી પછી રોજગારની ખાતરી, સમયસર ભરતી અને યુવાનો માટે સ્પષ્ટ કારકિર્દી માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે.

    એક પણ વિદ્યાર્થીનું જીવન પેપર લીક, ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણના વ્યાપારીકરણ અથવા નીતિગત નિષ્ફળતાના કારણે ગુમાવવું ન જોઈએ. જો દેશના યુવાનો પોતાના સપનાઓ સાકાર કરવા પહેલાં જ જીવન ટૂંકાવવા મજબૂર બને, તો તે માત્ર પરિવારની નહીં, સમગ્ર સમાજ અને સરકારની સામૂહિક નિષ્ફળતા છે. હવે સમય માત્ર સંવેદના વ્યક્ત કરવાનો નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો, વિદ્યાર્થીઓને આશા આપવાનો અને તેમના જીવનની સુરક્ષા માટે કડક તથા અસરકારક પગલાં લેવાનો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara ની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન
    Next Article Junagadh માં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયોઃ માંગરોળમાં પોલીસનો દરોડો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026
    અમદાવાદ

    Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા

    July 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો

    July 28, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર રૂ. ૩૫ લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ

    July 28, 2026
    અમદાવાદ

    17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે

    July 28, 2026
    અમદાવાદ

    Gujaratના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સતત ત્રીજા મહિને વૃધ્ધિ

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 22:11
    Categories
    Latest News

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026

    30 જુલાઈનું રાશિફળ

    July 29, 2026

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026
    Search
    Main News

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.