મહારાષ્ટના ૫૯મા નિરંકારી સંત સમાગમનો શુભારંભ ભવ્ય શોભાયાત્રાથી થયો છે.સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં ત્રિદિવસીય સંત સમાગમ ૨૪,૨૫ અને ૨૬,જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન મહારાષ્ટના સાંગલી ખાતે આવેલ સાંગલવાડીના મેદાનોમાં આયોજીત કરવામાં આવેલ છે.
માનવતાના નામે સંદેશ આપતાં સદગુરૂ માતાજીએ આગ્રહ કર્યો હતો કે આ પ્રભુ-પરમાત્મા દ્વારા આપવામાં આવેલ માનવીય જીવનને સુંદર બનાવવા માટે આત્મમંથનથી આધ્યાત્મિક જીવનને મહત્વપૂર્ણ બનાવવાનું છે.તેમને પોતાના પ્રવચનમાં આગળ કહ્યું હતું કે પોતાના કર્તવ્યોની સાથે-સાથે જીવનમાં આત્મમંથનને સામેલ કરી પોતે-પોતાનો સુધાર કરવાનો છે.જ્યારે અમે પોતે એક સારા માનવ બનીશું અને સેવાની ભાવનાની સાથે જીવનયાપન કરીને સંસારના કલ્યાણમાં સહભાગી બની શકીશું.
સંત સમાગમના શુભારંભે સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીનું સંત સમાગમના સ્થળે આગમન થતાં સંત સમાગમના ચેરમેન શ્રી શંભુનાથ તિવારીએ સદગુરૂ માતાજીનું તથા સંત સમાગમના સમન્વયક શ્રી કલ્યાણ ઝાંબરેએ આદરનીય નિરંકારી રાજપિતાનું ફુલોનો ગુલદસ્તો આપી તમામ સાદ્ય સંગત તરફથી હાર્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ દિવ્ય યુગલ સંત સમાગમના મુખ્ય દ્વારની સામે આવેલ સાંગલી-ઇશ્વરપુર રોડ નજીકથી ફુલોથી સુશોભિત પાલખીમાં વિરાજમાન થયાં હતાં. હ્રદયસમ્રાટ સદગુરૂને પોતાના સાનિધ્યમાં પામીને લાખોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુ આનંદવિભોર થયા હતા.આ તમામ શ્રદ્ધાળુઓએ ધન નિરંકારના જયઘોષથી પોતાની ખુશી અભિવ્યક્ત કરી હતી,જેનાથી સંપૂર્ણ સંત સમાગમ સ્થળ ગૂંજી ઉઠ્યું હતું.દિવ્ય યુગલની પાલખીની સામેથી પારંપારિક લોકકલા,સાંસ્કૃતિક તથા સામાજીક સંદેશાઓ સાથેની ઝાંખીઓ લઇને રંગબેરંગી ભવ્ય શોભાયાત્રા પસાર થઇ રહી હતી,જેમાં મહારાષ્ટની સાથે-સાથે દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલા કલાકારોની ટોળકીઓ સામુહિકરૂપમાં સામેલ થઇ હતી.કલાત્મકરૂપથી શ્રદ્ધાળુઓ દ્વારા કરેલ આ અભિવાદનનો સહર્ષ સ્વીકાર કરીને દિવ્ય યુગલે પોતાના સ્મિતથી તમામને આશિષ પ્રદાન કરી રહ્યાં હતાં.
શોભાયાત્રાની શુભ શરૂઆત સેવાદળ બેન્ડથી થઇ હતી,ત્યારબાદ લેઝિયમ,હલ્કા નૃત્ય,દક્ષિણ ભારતીય પ્રસ્તુતિ,એકત્વનો ગુલદસ્તો,વિજ્ઞાન તથા અધ્યાત્મ,યક્ષગાન,સિંધી નૃત્ય,બંધનથી આનંદ સુધી, સહયોગ અને સંતુલન,મહિલા લેઝિયમ,સંત નિરંકારી મિશનનું પ્રકાશન અને પત્રિકાઓ,પંજાબી નૃત્ય,નાશિક ઢોલ,સંત નિરંકારી મિશનની સમાજ કલ્યાણ વિભાગની વિવિધ ગતિવિધિઓ તથા નિરંકારી ઇન્ટિ ંટ્યૂટ ઓફ મ્યૂજિક એન્ડ આર્ટસ્ ની ઝાંકી વગેરેનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું જેને જોઇને ઉપસ્થિત દર્શકોએ તાળીઓ પાળીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
અંતમાં કલાત્મક રીતે શણગારવામાં આવેલ પાલખીમાં દિવ્ય યુગલ શોભાયાત્રામાં સમ્મિલિત થઇ સંત સમાગમના મુખ્ય પ્રવેશદ્વારથી સમાગમ પંડાલમાં પ્રવેશ્યા હતા.
વિનોદભાઇ માછી નિરંકારી
સંત નિરંકારી મંડળ

