Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી
    • Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ
    • Rajkot: મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»દ્રષ્ટિને ભગવદમય બનાવશો તો દ્રષ્ટિ જ્યાં જશે ત્યાં પરમાત્મા દેખાશે
    લેખ

    દ્રષ્ટિને ભગવદમય બનાવશો તો દ્રષ્ટિ જ્યાં જશે ત્યાં પરમાત્મા દેખાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 9, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે કે લોકો ચામડીની મીમાંસા કરે છે પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી.જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન અને બુદ્ધિ બગડ્યા છે.દ્રષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે.શ્રીમદ ભાગવત જગતને જોવાની આંખ અને દ્રષ્ટિ આપે છે.

    એક વખત જનકરાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે.તેમનાં આઠ અંગ વાંકાં જોઈ બધા હસવા લાગ્યા.અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.જનકરાજાએ તેમને પૂછ્યું કે અમે બધા તો તમારૂં વાંકુ શરીર જોઈ હસીએ છીએ પણ તમે કેમ હસો છો? અષ્ટાવક્ર  બોલ્યા કે મેં માન્યું હતું કે જનકરાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ વિરાજે છે પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા છે.આ તો ચમાર લોકોની સભા છે,તમે બધા શરીરનો વિચાર કરો છો.તમે બધા મારા આ શરીરને શું જુઓ છો? આ શરીરમાં શું સારૂં છે? તે મળમૂત્રથી ભરેલું છે.મારા શરીરમાં રહેલા આત્માને જુઓ.તમે આકૃતિ જોઈને હસો છો પણ મનુષ્યની કૃતિ જોવી જોઈએ.આકૃતિ પૂર્વજન્મના પ્રારબ્ધથી મળે છે.પરમાત્મા કૃતિને જુએ છે.મનુષ્ય આકૃતિને જુએ છે.આ અષ્ટાવક્ર મુનિએ જનકરાજાને જે ઉપદેશ કર્યો તે અષ્ટાવક્ર-ગીતા તરીકે પ્રખ્યાત છે.

    એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર હતો,શરીર વૃદ્ધ થયું,મહાત્માએ વિચાર્યું કે મૂર્તિ માટે ચેલાઓ ઝગડો કરશે,તો લાવને મૂર્તિઓ વેચીને ભંડારો કરૂં,તેથી તે વેચવા લઇ ગયા.ગણપતિની મૂર્તિ દસ તોલાની થઇ પણ ઉંદરની મૂર્તિ અગિયાર તોલાની થઇ.સોનીએ કહ્યું કે ગણપતિના દશ હજાર અને ઉંદરના અગિયાર હજાર.મહાત્મા કહે છે કે ગણપતિ તો માલિકદેવ છે,તેના ઓછા કેમ આપે છે? સોની કહે છે કે હું તો સોનાની કિંમત આપું છું.માલિકદેવની નહિ,કિંમત સોનાની મળે છે આકારની નહિ.જ્ઞાની પુરૂષો આકારને જોતાં નથી,સૃષ્ટિને નિરાકાર ભાવે જુએ છે.આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે.જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જાય ત્યાં તે પૈસાને જ જોશે.

    અજ્ઞાની વ્યક્તિ તન,મન,ધનને પોતાનું સમજીને કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન-મન-ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્‍યએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્‍તિ કરવા માટે ધર્મ-અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્રશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્‍યને બાંધતાં નથી. આત્માના સ્વરૂ૫ વિશે કહ્યું છે કે આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્‍ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર,વાયુ,પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્‍યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય,નિર્ગુણ,નિરાકાર,અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.

    વર્તમાન સમયમાં સંત નિરંકારી મિશન માનવ મનનો દ્રષ્ટિકોણ વિશાળ બનાવી રહ્યું છે.બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને અંન્તર્મનના ભાવોને બદલાવી રહ્યું છે.મન બદલાય તો સ્વભાવ બદલાય છે,વિચાર બદલાય છે.વિચાર બદલાય તો જીવન જીવવાની રીત બદલાય છે.જીવનની દિશા યોગ્ય હોય તો ૫છી દશા આપોઆપ બદલાય છે.દરેક પ્રાણીમાત્રમાં એક પ્રભુ ૫રમાત્માનાં દર્શન થાય છે ૫છી તે બોલી ઉઠે છે કે “અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા કુદરત દે સબ બંદે,એક નૂર તે સબ જગ ઉ૫જીયા,કૌન ભલે કૌન મન્દે..!!”

    એક શેઠ કાશ્મીર ફરવા ગયા,ત્યાં તેમને પુષ્કળ ગુલાબના ફૂલ જોયાં.શેઠના મનમાં એવો ભાવ જાગ્યો નહિ કે ગુલાબમાં મારા ભગવાન શ્રીકૃષ્ણ વિરાજે છે પણ ગુલાબના ફૂલો જોયા પછી શેઠને થયું કે અહીં ગુલકંદની ફેક્ટરી ખોલી હોય તો વ્યાપાર સારો ચાલે.દ્રષ્ટિને ભગવદમય બનાવશો તો દ્રષ્ટિ જ્યાં જશે ત્યાં પરમાત્મા દેખાશે.ગોપીની દ્રષ્ટિ પરમાત્મામાં જ હતી તે જ્યાં જાય ત્યાં લાલાજી જ દેખાય છે.ગૃહસ્થાશ્રમમાં ભક્તિ નહી પરંતુ સંસારની આસક્તિ બાધક છે.સંસારની કોઈ વસ્તુમાં સાચું સુખ નથી.સાચો આનંદ એક ભગવાન શ્રીકૃષ્ણમાં જ છે.સંસારમાં સાચું સુખ છે એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી મન ભક્તિમાં લાગશે નહિ.સંસારના વિષયોમાં જો સાચું સુખ હોય તો બધું છોડીને મનુષ્યને નિંદ્રાની જરૂર શા માટે પડે? વિષયોનો છોડીને મનુષ્યને નિંદ્રાની ઈચ્છા થાય છે તે બતાવે છે કે વિષયોમાં સુખ નથી.જેમ અન્નની જરૂર રોજ પડે છે તેમ સત્સંગની જરૂર પણ રોજ પડે છે.

    નિરાકાર પ્રભુ ૫રમાત્મા કણકણમાં વ્યાપ્ત છે તે દરેક જગ્યાએ વ્યા૫ક છે.સંપૂર્ણ સંસારમાં ફક્ત એક પ્રભુ જ વિદ્યમાન છે.સમયના સદગુરૂએ તેમનું નામ નિરાકાર રાખ્યું છે.સમગ્ર સૃષ્ટિની રચના આ પ્રભુએ કરી છે અને તે જ આ સૃષ્ટિનો માલિક છે.આ જગતનું કોઇ સ્થાન પ્રભુ વિના ખાલી નથી.એક જ ઇશ્વર તમામ પ્રાણીઓમાં છુપાયેલા છે.સર્વવ્યા૫ક,તમામ પ્રાણીઓના આત્મા તથા કર્મોના નિરીક્ષકનો તમામ પ્રાણીઓમાં નિવાસ છે.તે સાક્ષી-ચેતન તથા નિર્ગુણ છે.લોકદ્રષ્ટિ્થી ભિન્ન-ભિન્ન પ્રતિત થનારા તમામ પ્રાણીઓ અને પોતે પોતાને અવિનાશી ૫રમાત્માથી અભિન્ન સમજવા એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે.

     વર્તમાન સમયના સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ માનવમાત્રને એક પ્રભુ ૫રમાત્માનું જ્ઞાન કરાવીને જાત-પાંત,વેશભૂષા,ઘૃણા,નફરત,વેર વિરોધથી મુક્ત કરીને માનવીયતાનું વસ્ત્ર ૫હેરાવે છે. બ્રહ્મજ્ઞાનનો નકશો,પ્રેમ,નમ્રતા અને સમદ્દષ્‍ટિને જીવનનો આધાર બનાવી જીવન જીવવું એ જ મનુષ્‍યનું કર્તવ્ય છે.બ્રહ્મજ્ઞાન જ માનવને પોતાના નિજ સ્વરૂ૫નું જ્ઞાન કરાવે છે કે તમામ માનવ સમાન છે,તમામ જીવોમાં એક જ આત્મા નિવાસ કરે છે,સંપૂર્ણ સૃષ્‍ટિ ૫રમાત્માનું રૂ૫ છે.

    કોઈના (સ્ત્રી-પુરૂષના) શરીરને કે રૂપને જોવા નહિ.જ્યાં સુધી દેહના દર્શન થાય છે ત્યાં સુધી દેવના દર્શન થતા નથી.કોઈના શરીરને જોવાથી દેહભાન જાગૃત થાય છે એટલે દેહથી દ્રષ્ટિ જાય ત્યારે જ દેવના દર્શન થાય છે.કોઈપણ સ્ત્રીને આ સ્ત્રી છે,ભોગનું સાધન છે એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો મન બગડે છે પણ આ ગોપી છે,આ લક્ષ્મી છે એવી ભાવના કરવામાં આવે તો કુભાવ થતો નથી.અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકોનું મન બગડતાં વાર લાગતી નથી.જ્ઞાનીનું-અજ્ઞાનીનું બધાનું મન બગડે છે એટલે જ લોકોના હાથે પાપ થાય છે અને શાંતિ મળતી નથી.પ્રત્યેક મનુષ્યમાં પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી ખુબ શાંતિ મળે છે.જેવી રીતે લાકડામાં સૂક્ષ્મ રીતે અગ્નિ વિરાજેલો છે તેવી રીતે પ્રત્યેકમાં સૂક્ષ્મ રીતે નારાયણ વિરાજેલા છે આથી નિશ્ચય કરવો કે “આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,મારૂં કોઈએ કંઇ બગાડ્યું નથી,બધાં મારા મિત્ર છે,બધાં મારા ભગવાનના સ્વરૂપો છે,મને જે દુઃખ મળ્યું છે તે મારા પાપનું ફળ છે.

     નર અને નારાયણ,જીવ અને શિવ-એમાં તત્વદ્રષ્ટિથી વિચાર કરતાં જીવ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. કેટલાક કહે છે કે જીવમાં ઈશ્વરના જેટલી શક્તિ ક્યાં છે? એક મહાત્મા હતા તે ગંગાજીમાંથી કમંડળ પાણી ભરીને લાવ્યા છે.આ કમંડળમાંના ગંગાજીના પાણીમાં નાવડી કે મગર વગેરે ક્યાં છે? પણ તેથી તે ગંગાજી નથી તેમ કેમ કહેવાય? તે પણ ગંગાજી જ છે.કમંડળની ઉપાધિ હોવાથી પ્રત્યક્ષ તેમાં નાવડી કે મગર વગેરે દેખાતા નથી પણ કમંડળની ઉપાધિ જાય અને પછી તે પાણીને ગંગાજીમાં પધરાવો એટલે ગંગાજી જ છે આમ શરીરમાં જે ચૈતન્ય છે તે ઈશ્વર છે પણ શરીરના આવરણને લીધે તે ચૈતન્ય (શક્તિ) ગુપ્ત છે. પ્રત્યેક જીવમાં તો શું? પ્રત્યેક જડ વસ્તુમાં પણ પરમાત્મા છે.આપણો સનાતન ધર્મ તો માત્ર ચેતનમાં જ નહિ પણ જડમાંય પરમાત્માનું દર્શન કરવાનું કહે છે.પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશમાં પણ પરમાત્માની સત્તા વિલસે છે.પૃથ્વીમાં ગંધ રૂપે,જળમાં રસ રૂપે પરમાત્મા જ વિલસે છે.જડ અને ચેતન સર્વમાં જેને પરમાત્મા દેખાય છે તેને એક દિવસ પોતાનામાં પણ પરમાત્માનાં દર્શન થાય છે.જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી એને કદી એ પરમાત્માનાં દર્શન થવાના નથી.

    મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરૂષોની જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વરનું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મરૂપે દેખાય છે તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય છે.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.ઈશ્વરને અન્ય કે કોઈ એક સ્થળે વિચારવો કે જોવો તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શનથી બહુ લાભ નથી પણ પરમાત્માના અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે.જ્ઞાની પુરૂષને પોતાના સ્વરૂપમાં જયારે ભગવાન દેખાય છે ત્યારે તે બંને આત્મા અને પરમાત્મા એક થઇને અદ્વૈત થાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    લેખ

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 2026 – 4 મે: દીદી ગયા…બંગાળમાં કમળ ખીલ્યું

    May 5, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળમાં ભાજપનું નોંધપાત્ર પ્રદર્શન

    May 5, 2026
    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : ગૌ માતાનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot: પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ, પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot: હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot: લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner Highway પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot: PGVCLના MDના નામે Digital Fraud, General Manager સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot: LCBનો સપાટો, શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.