New Delhi,તા.06
ફીફા વર્લ્ડ કપ-2026 ઇતિહાસનો સૌથી મોટો અને અનોખો ફૂટબોલ મહાકુંભ બનવા જઈ રહ્યો છે. આ વખતે કતાર વર્લ્ડ કપની 32 ટીમોની જગ્યાએ રેકોર્ડ 48 ટીમો મેદાનમાં ઉતરશે.
ટીમોની આ રેકોર્ડ સંખ્યાએ ન માત્ર ફોર્મેટ બદલી નાખ્યું છે, પરંતુ ખિતાબ સુધી પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલ કરી દીધો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે ટીમોએ 7 ની જગ્યાએ 8 મેચોની સ્પર્ધામાંથી પસાર થવું પડશે. નવી ટીમોની સાથે આખી ગણતરી બદલાઈ ગઈ છે.
દરેક ગ્રુપમાંથી કેટલી ટીમો આગળ જશે?
આ વખતે બધી ટીમોને 12 ગ્રુપ (ગ્રુપ અ થી ક) માં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 4-4 ટીમો છે. ગ્રુપ સ્ટેજ પછી કુલ 32 ટીમો આગળનાં મુકાબલામાં પહોંચશે. ગ્રુપ સ્ટેજનું પરિણામ કંઈક આ પ્રકારે આવશે
ટોપ-2 ટીમો (દરેક ગ્રુપમાંથી) તમામ 12 ગ્રુપની નંબર-1 અને નંબર-2 ટીમો આગામી રાઉન્ડ માટે સીધી ક્વોલિફાય કરશે, એટલે કે ગ્રુપ સ્ટેજથી કુલ 24 ટીમો આગળ વધશે.
ત્રીજા નંબરની 8 બેસ્ટ ટીમો તમામ 12 ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેનારી ટીમોના પોઈન્ટ્સ અને ગોલ ડિફરન્સની ગણતરી કરવામાં આવશે. આમાંથી જે 8 બેસ્ટ ટીમો હશે, તે આગળ જશે.
પહેલા સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ન્યૂનતમ 2 ટીમો અને મહત્તમ 3 ટીમો આગળનાં રાઉન્ડમાં જશે
પહેલાં રાઉન્ડની રમત પછી આગળનો રસ્તો કેવો હશે?
આ વખતે ગ્રુપ સ્ટેજ પછી 16 ના બદલે 32 ટીમો બચશે, એટલા માટે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ટીમોએ બે નોકઆઉટ રાઉન્ડ પાર કરવા પડશે.
1.રાઉન્ડ ઓફ 32 નો ટેસ્ટ પહેલો નોકઆઉટ રાઉન્ડ. અહીં બચેલી 32 ટીમો ગ્રુપ સ્ટેજ પછી બીજા અને સંપૂર્ણ સિંગલ-એલિમિનેશન (હાર્યા એટલે બહાર) મેચો રમશે. આ રાઉન્ડમાં કુલ 16 મેચો રમાશે. જીતનારી 16 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે.
2.પ્રી-ક્વાર્ટર ફાઇનલ / રાઉન્ડ ઓફ 16 બીજો નોકઆઉટ રાઉન્ડ. `રાઉન્ડ ઓફ 32′ ની વિજેતા 16 ટીમો વચ્ચે નોકઆઉટ મુકાબલો થશે. આ રાઉન્ડમાં કુલ 8 મેચો રમાશે.
1.રાઉન્ડ ઓફ 32 નો ટેસ્ટ પહેલો નોકઆઉટ રાઉન્ડ. અહીં બચેલી 32 ટીમો ગ્રુપ સ્ટેજ પછી બીજા અને સંપૂર્ણ સિંગલ-એલિમિનેશન (હાર્યા એટલે બહાર) મેચો રમશે. આ રાઉન્ડમાં કુલ 16 મેચો રમાશે. જીતનારી 16 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે.
2.પ્રી-ક્વાર્ટર ફાઇનલ / રાઉન્ડ ઓફ 16 બીજો નોકઆઉટ રાઉન્ડ. `રાઉન્ડ ઓફ 32′ ની વિજેતા 16 ટીમો વચ્ચે નોકઆઉટ મુકાબલો થશે. આ રાઉન્ડમાં કુલ 8 મેચો રમાશે.
3. ક્વાર્ટર ફાઇનલ અને ફાઈનલ -`રાઉન્ડ ઓફ 16′ ના મેચો જીતનારી આઠ ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લેશે. અહીં જીતનારી ટીમો સેમિફાઇનલમાં ટકરાશે. ત્યારબાદ અહીંથી જે જીત હાસિલ કરશે તે છેલ્લે બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ થશે.
આ વખતનો ફીફા વર્લ્ડ કપ ઘણી રીતે અલગ –
આ વખતનો ફીફા વર્લ્ડ કપ (2026) વર્ષ 2022ના વર્લ્ડ કપ કરતાં ઘણી રીતે અલગ અને રોમાંચક રહેવાનો છે. સૌથી મોટો ફેરફાર ટીમોની સંખ્યામાં કરવામાં આવ્યો છે; વર્ષ 2022માં જ્યાં માત્ર 32 ટીમોએ ભાગ લીધો હતો, ત્યાં આ વર્ષે કુલ 48 ટીમો મેદાનમાં ઉતરશે. ટીમો વધવાની સાથે ગ્રુપની સંખ્યા પણ 8 થી વધીને 12 થઈ ગઈ છે, જેમાં દરેક ગ્રુપમાં 4-4 ટીમોનો સમાવેશ થાય છે.
આ ફોર્મેટને કારણે ગ્રુપ સ્ટેજમાંથી આગળ વધનારી ટીમોની સંખ્યા પણ બમણી થઈ જશે. 2022ના વર્લ્ડ કપમાં ગ્રુપમાંથી માત્ર 16 ટીમો આગળ વધી હતી, જ્યારે આ વખતે 32 ટીમો ક્વોલિફાય કરશે.
આના પરિણામે નોકઆઉટ સ્ટેજમાં પણ મોટો બદલાવ આવ્યો છે; પહેલાં જ્યાં પહેલો નોકઆઉટ રાઉન્ડ સીધો `રાઉન્ડ ઓફ 16′ હતો, ત્યાં આ વખતે એક નવો રાઉન્ડ ઉમેરીને `રાઉન્ડ ઓફ 32′ થી નોકઆઉટની શરૂઆત થશે. અંતમાં, ટ્રોફી સુધી પહોંચવાની સફર પણ વધુ લાંબી બનશે, કારણ કે વિજેતા બનવા માટે ટીમે 7 ના બદલે હવે કુલ 8 મેચ રમવી પડશે.

