Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup શરૂ થાય તે પહેલાં જ વિવાદોમાં : ટિકિટનાં ભાવ લાખોમાં
    ખેલ જગત

    FIFA World Cup શરૂ થાય તે પહેલાં જ વિવાદોમાં : ટિકિટનાં ભાવ લાખોમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવી દિલ્હી, તા.6
    આવતાં અઠવાડિયાથી કેનેડા, મેક્સિકો અને અમેરિકાના સંયુક્ત યજમાનપદે ‘ફિફા વર્લ્ડ કપ 2026’ ની ભવ્ય શરૂઆત થવા જઈ રહી છે. પરંતુ ફૂટબોલની મેચો શરૂ થાય તે પહેલાં જ, આ ટૂર્નામેેન્ટ ઇતિહાસના સૌથી મોંઘા આયોજન તરીકે ભારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

    એક તરફ ટિકિટનાં ભાવ આસમાને પહોંચ્યા છે, તો બીજી તરફ મુસાફરી અને પાર્કિંગના ખર્ચે લોકોનાં હોશ ઉડાવી દીધાં છે. આ સિવાય અમેરિકાનાં ટ્ર્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓના ડરથી ઘણાં વિદેશી ચાહકોએ મેચ જોવા આવવાનો પ્લાન જ રદ કરી દીધો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોંઘવારીના કારણે આ મોટો ઉત્સવ વિવાદનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે.

    માંગ વધતાં ટિકિટો મોંઘી થઈ અને મુસાફરીના ભાડામાં 7 ગણાનો તોતિંગ વધારો ઝીંકાયો 
    ફિફાએ આ વર્ષે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ‘ડાયનેમિક પ્રાઇસિંગ’ (જેમ માંગ વધે તેમ ભાવ વધે તેવી પદ્ધતિ) નો નિયમ લાગું કર્યો છે. ફિફાના જણાવ્યાં અનુસાર, ટિકિટનાં વેચાણનાં પ્રથમ તબક્કામાં જ અડધાં અબજ 50 કરોડથી વધુ લોકોએ ટિકિટ માટે વિનંતી કરી હતી. આ અભૂતપૂર્વ માંગના કારણે ટિકિટોના ભાવ એટલાં વધી ગયા છે કે બ્લેક માર્કેટ કે રીસેલમાં તેના ભાવ લાખો રૂપિયા સુધી પહોંચી રહ્યાં છે.

    માત્ર ટિકિટ જ નહીં, પણ યજમાન શહેરો સ્ટેડિયમ સુધી જવા માટે પ્રવાસીઓ પાસેથી મોટો ચાર્જ વસૂલી રહ્યાં છે. ઉદાહરણ તરીકે, ન્યુ યોર્ક વિસ્તારનાં મેટલાઈફ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યાં જવા માટે ‘ન્યુ જર્સી ટ્રાન્ઝિટ’ ટ્રેન કે બસની ટિકિટ સામાન્ય દિવસોમાં માત્ર 13 આશરે રૂા.1,100 હોય છે, જે વર્લ્ડ કપ દરમિયાન વધારીને સીધી 98 આશરે રૂા.8,200 કરી દેવામાં આવી છે.

    આ રીતે યજમાન શહેરો પોતાનાં પર પડતો આર્થિક બોજ દર્શકો પર નાખી રહ્યાં છે.

    ફિફા અબજો રૂપિયા કમાશે, જ્યારે યજમાન શહેરો અને સ્થાનિક ટેક્સપેયર્સ દેવામાં ડૂબશે 
    આ ટૂર્નામેન્ટ દ્વારા ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ‘ફિફા’ને આશરે 13 અબજની બમ્પર કમાણી થવાની આશા છે. પરંતુ આયોજનનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે મેચોની ટિકિટ, સ્પોન્સરશિપ અને પ્રસારણમાંથી થતી તમામ કમાણી સીધી ફિફાના ખાતામાં જાય છે. ફિફાનું કહેવું છે કે તેઓ આ નાણાં વિશ્વભરમાં ફૂટબોલના વિકાસ માટે વાપરે છે.

    બીજી તરફ, જે શહેરોમાં મેચ યોજાવાની છે, તેમને સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને ભીડને સંભાળવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરવો પડે છે. અમેરિકા સરકારે આવા 11 યજમાન શહેરો માટે 62.5 કરોડની ગ્રાન્ટ મંજૂર તો કરી છે, પરંતુ આ નાણાં છેક માર્ચ મહિનામાં મળ્યાં અને તે સુરક્ષાનાં અતિશય ખર્ચ સામે ખૂબ ઓછા છે.

    સ્મિથ કોલેજનાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને જાણીતાં લેખક એન્ડ્રુ ઝિમ્બાલિસ્ટના જણાવ્યાં મુજબ, શહેરોને મેચમાંથી કોઈ સીધી આવક થતી નથી. તેઓ માત્ર પ્રવાસીઓ હોટલ કે રેસ્ટોરન્ટમાં જે ખર્ચ કરે તેનાં ટેક્સ પર નિર્ભર રહે છે, જે ખર્ચની સરખામણીમાં ઘણો ઓછો હોય છે.

    સ્થાનિક કંપનીઓની સ્પોન્સરશિપ કે દાનથી થોડી મદદ મળશે, પરંતુ બાકીનો મોટો આર્થિક ખાડો પૂરવા માટે યજમાન શહેરોએ સ્થાનિક નાગરિકો જે ટેક્સ ભરે છે, તે નાણાં વાપરવા પડશે, જે જનતા સાથે અન્યાય સમાન છે.

    આમ, કમાણી ફિફા કરશે અને નુકસાન સામાન્ય જનતાએ ભોગવવું પડશે. પરિણામે રમત જગતનાં નિષ્ણાતો માની રહ્યાં છે કે ફિફા આ અતિશય લોભમાં પોતાનું જ નુકસાન કરી રહી છે.

     

    FIFA World Cup Ticket prices
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં જ Vaibhav Suryavanshi એ રચ્યો ઈતિહાસ,સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક

    June 6, 2026
    ખેલ જગત

    ચાર કારણસર Shreyas Iyer બની શક્યો T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

    June 6, 2026
    ખેલ જગત

    T20 માટે Team India ની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

    June 6, 2026
    ખેલ જગત

    Afghanistan બાદ વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે

    June 6, 2026
    ખેલ જગત

    FIFA champion બનવાની ફોર્મ્યુલામાં બદલાવ : હવે 8 મેચ દૂર ટ્રોફી

    June 6, 2026
    ખેલ જગત

    Maharaja’s Trophy T20 Auction : કેએલ રાહુલ ‘અનસોલ્ડ’ રહ્યો, કરુણ નાયર સૌથી મોંઘો ખેલાડી

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.