(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩
Morbi શહેરના સ્ટેશન રોડ અને વાવડી ગામે રેડ કરી પોલીસે જાહેરમાં નોટ નંબરી અને તીનપત્તી જુગાર રમતી મહિલાઓ સહીત નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે રેલ્વે સ્ટેશન પાસે રેડ કરી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા મહેબુબ સુલેમાન સુમરા, હાસમ જુમા ઘણીયા, સબ્બીર કાસમ સુમરા અને ઉમર અકરમ સુમરા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૬૭૦૦ જપ્ત કરી છે બીજી રેડ વાવડી ગામ નજીક જેકસવિલા સોસાયટીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી, ક્રિષ્નાભાઈ બલ્દાવ શુક્લા, સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી, મેરૂનબેન સલીમભાઈ પંજવાણી અન સરોજબેન રાજેશભાઈ પરમાર એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૭૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

