(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૩
જામજોધપુર પોલીસે વસંતપુર ગામના દલિતવાસ વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૨૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે જામજોધપુર પોલીસ સ્ટેશનની ટીમે વસંતપુર ગામે પાણીના ટાંકા પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જાહેરમાં ‘‘તીન પત્તી‘‘ નામનો જુગાર રમાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી જયેશભાઈ મનસુખભાઈ ખાણીયા (ઉ.વ. ૨૭), રાકેશભાઈ મનસુખભાઈ ખાણીયા (ઉ.વ. ૨૬), મનસુખભાઈ કારાભાઈ ખાણીયા (ઉ.વ. ૫૮), દશરથભાઈ મેઘજીભાઈ સીંગરખીયા (ઉ.વ. ૩૦), ચંદુભાઈ વીરાભાઈ મકવાણા (ઉ.વ. ૫૮) અને નથુભાઈ સાજણભાઈ સાગઠીયા (ઉ.વ. ૬૫), તમામ રહે. વસંતપુર, તા. જામજોધપુરને ઝડપી પાડ્યા હતા.
દરોડા દરમિયાન ગંજીપત્તાના ૫૨ પાનાં તથા રોકડા રૂ. ૨,૧૮૦ મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે એક આરોપીને નોટિસ આપવામાં આવી હતી.આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

