શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
બુધવારે ગુરુપૂર્ણિમા ,જયા પાર્વતી વ્રતનો પ્રારંભ સોમવારથી
અષાઢ સુદ અગિયારસને તારીખ ૨૫ જુલાઈ ને શનિવાર થી મોળાક્ત વ્રતનો પ્રારંભ થશે જે અષાઢ સુદ પૂનમને તારીખ ૨૯ ને બુધવારના દિવસે વ્રત સમાપ્ત થશે. આ દિવસે બાળાઓ રાત્રે ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરશે. આ વ્રતનું નાની બાળાઓમાં અનેરું મહત્વ હોય છે. આ વ્રત દરમિયાન નાની બાળાઓ મીઠા વિનાનું ભોજન લે છે, સ્વાદનો ત્યાગ કરે છે. માટીના કોડિયામાં ઘઉંના જવારા વાવ્યા બાદ અગિયારસને દિવસે શનીવારે સવારે ઊઠીને નિત્યકર્મ કરવું, ત્યારબાદ મંદિરે જઈને ગોરમાનું પૂજન કરવું. જવારાનું પૂજન કરવું, નાગલા ચુંદેડી ચડાવવા અને નવા વસ્ત્રો પહેરવા, આમ પાંચ દિવસ સુધી બાળાઓ ગોરમાનું પૂજન કરશે. ખાસ કરીને આ વ્રત ચોમાસાની ઋતુમાં આવતું હોવાથી નાના બાળકોને બીમારી જલ્દી લાગી જાય છે તો પાંચ દિવસ. સુધી મીઠા વિનાનું ભોજન કરવાથી બૉમારીઓ સામે પણ રક્ષણ મળે છે. અને આરોગ્ય સારું રહે છે. સાથે સારા સંસ્કારોનું પણ સિંચન થાય છે અને ધાર્મિક ભાવના જળવાઈ રહે છે. બાળાઓ માં સહકારની ભાવના, સહનશક્તિ, સાહસ, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ થશે અને ભગવાન, માતા-પિતા અને વડીલો પ્રત્યે આદર જાળવવાની પ્રેરણા મળશે.વ્રતનો સમય
ગૌરીવ્રત નો સમય અષાઢ સુદ અગિયારસને તારીખ ૨૫ જુલાઈ શનિવાર થી અષાઢ સુદ પૂનમને તારીખ ૨૯ જુલાઈ ને બુધવાર સુધી એમ પાંચ
દિવસ સુધી રહેશે. છેલ્લા ગુરુપૂર્ણિમા ના દિવસે જાગરણઅષાઠ સુદ પૂનમને તારીખ ૨૯ જુલાઈને બુધવારે બાળાઓ છેલ્લા દિવસે રાત્રે ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરશે.
સારો પતિ અને ઘર પ્રાપ્તિ થાય દેવી ભાગવત અનુસાર આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી નિશ્ચિત યોગ્ય ઉંમરે સારો પતિ-પરમેશ્વર અને ઘર પ્રાપ્તિ અવશ્ય થાય છે.
બુધવારથી જયાપાર્વતીનું વ્રતઆગામી તા ૨૭ ને સોમવાર થી જયાપાર્વતી નું વ્રત શરૂ થશે. યુવતીઓ મનગમતા ભરથાર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રહેતી હોય છે. તા.૩૧ ને શુક્રવારે જયાપાર્વતી વ્રતનું યુવતીઓ આખીરાતનું જાગરણ કરશે.
શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

