Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Panchmahal: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત
    ગુજરાત

    Panchmahal: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડાંગરની રોપણી દરમિયાન વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

    Panchmahal,તા.૨૭

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ડાંગરની રોપણી દરમિયાન આકાશી વીજળી પડતાં કરૂણ ઘટના બની છે. ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, શહેરા તાલુકાના નાંદરવા ગામના બામણીયા ફળિયામાં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં મહિલાઓ ડાંગરની રોપણીનું કામ કરી રહી હતી. વરસાદી માહોલ વચ્ચે અચાનક આકાશમાં ગાજવીજ સાથે વીજળી ત્રાટકી હતી. વીજળી સીધી ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર પડતાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન તેની ચપેટમાં આવી ગયા હતા.

    આ દુર્ઘટનામાં સંતોષબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઝાજમબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શારદાબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

    ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની મદદથી બંને ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ બંને મહિલાઓની સારવાર ચાલી રહી છે.

    બીજી તરફ, મૃતક સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાની નોંધ લઈને આગળની પ્રક્રિયા શરૂ કરી છે.

    વરસાદી ઋતુ દરમિયાન ખેતરોમાં કામ કરતી વખતે આવી દુર્ઘટનાઓ બનતી હોવાને કારણે ખેડૂતો અને મજૂરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

    હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે ખુલ્લા ખેતરોમાં કામ કરવાનું ટાળવાની સૂચના આપવામાં આવે છે.

    નાંદરવા ગામે બનેલી આ કમનસીબ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. ગ્રામજનોએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે અને ઈજાગ્રસ્ત મહિલાઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    Panchmahal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat સહિત ૫ રાજ્યોના ચીફ સેક્રેટરીને શો-કોઝ નોટિસ
    Next Article Porbandar: ૧૫૦ ફૂટ ઊંચાઈએ હેલિકોપ્ટરથી બિમાર નાવિકનો જીવ બચાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026
    ગુજરાત

    Randerમા મજાક બની જીવલેણ,મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી રિક્ષાચાલકની હત્યા કરી

    October 26, 2026
    ગુજરાત

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026
    ગુજરાત

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026
    સુરત

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026
    ગુજરાત

    જી.એમ.ડી.સી. દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને અર્પણ

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,270
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 21:11
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.