Mumbai,તા.30
સામાન્ય રીતે ફિલ્મની જાહેરાત કરવામાં આવે ત્યારે ફિલ્મનું પોસ્ટર કે ટીઝર રીલિઝ કરવામાં આવે છે. પરંતુ સંજય લીલા ભણશાળી તેમની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના પ્રમોશન માટે ઇમર્સિવ એક્સપરિયન્સની તૈયારી કરી રહ્યા છે. ભણશાળી તેમની ફિલ્મના માહોલનો પરિચય દર્શકોને કરાવી તેમને થિયેટર્સમાં આકર્ષવાનો નવતર પ્રયાસ કરશે.
‘લવ એન્ડ વોર’માં રણબીરકપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ પિરિયડ ડ્રામાનેે નિર્દેશક સંજય લીલા ભણશાળી એક ખાસ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવા માંગે છે. તેઓ ફિલ્મનું ટીઝર કે પ્રમોશનલ વિડિયો રજૂ કરવાને બદલે અલગ જ માહોલ રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રણબીર કપૂરની આ બીજી મોટી ફિલ્મ છે. ‘રામાયણ ભાગ વન’ના ટ્રેલરની ઉત્કંઠાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હવે સંજય લીલા ભણશાળીની પિરિયડ ફિલ્મનો ઇમર્સિવ એક્સપરિયન્સ રજૂ થવા સાથે રણબીરનું નામ વધારે ગાજવા લાગશે.

