Ahmedabad, તા.1
પેટ્રોલીયમ કંપનીઓએ આજે રાંધણગેસમાં ભાવ ઘટાડો કરીને રાહત આપી છે તેવા સમયે વાહનોમાં વપરાતા સીએનજીમાં અદાણી ગેસ દ્વારા ચાર રૂપિયાનો ખોટો વધારો કરવામાં આવતા ઉહાપોહ સર્જાવાની ભીતિ છે.
અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિકિલો રૂા.4ના વધારા સાથે 94.02 થયો છે. વાહનચાલકો પર મોટો બોજ પડવાનું સ્પષ્ટ છે. ખાસ કરીને રીક્ષા-કેબ ડ્રાઇવરોને ફટકો પડી શકે અને ભાડા વધારાની માંગ ઉઠવાની શક્યતા છે.
મધ્ય પૂર્વમાં યુધ્ધ ચાલુ હોવા છતાં તેનાં કોઇ ગંભીર વળાંક ન હોવાથી તથા ભારતને તેલ-ગેસની સપ્લાયમાં ખાસ અસર ન હોવાથી રાહત હતી અને એટલે જ પેટ્રોલીયમ કંપનીઓએ રાંધણ-ગેસના ભાવ ઘટાડ્યા છે તેવા સમયે અદાણીએ સીએનજીમાં ભાવવધારો ઝીંકતા કચવાટ છે.

