અમેરિકા ગયેલા બે સગા ભાઈઓના રહેણાંક મકાનમાં ચોરીના બનાવથી ફફડાટ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩
અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ દ્વારકેશ નગરમાં રહેતા અને હાલ અમેરિકા ગયેલા બે સગા ભાઈઓના રહેણાંક મકાનમાં ગત તા.૧ રાત્રીના ૧/૦૩ થી ૨/૩૮ સુધીના સમયગાળા દરમિયાન કોઈ ત્રણ અજાણ્યા ચોર ઈસમો જેણે ચડ્ડી-પોતડી તથા મોઢે બુકાની બાંધી આ બંધ રહેણાંક મકાનની દીવાલ કુદીને ગેરકાયદેસર અંદર પ્રવેશ કરી રહેણાક મકાનના તાળા તોડી મકાનમાં આવેલ ભગવાનના મંદીર તથા તીજોરીમાં રાખેલ સોનાના દાગીના આશરે કુલ ૧૦ તોલા (૧૦૦ ગ્રામ) જેની આશરે જુની કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા ચાંદી ૬૦૦ ગ્રામ જેની આશરે જુની કિમત રૂપિયા ૬,૦૦૦ તથા રોકડ રકમ રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૧,૭૧,૦૦૦ ના સોના-ચાંદી તથા રોકડની ચોરી કરી લઈ ગયાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કોવોર્ડ, સીસીટીવી ફૂટેજ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મનસીટીમાં રહેતા વિશાલભાઇ રસીકભાઇ સાવલીયાના સગા મામા જે અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ દ્વારકેશ નગરમાં રહેતા અને હાલ અમેરિકા ગયેલા હિમાંશુભાઈ મનુભાઈ ધાનાણી તથા બીમલભાઈ મનુભાઈ ધાનાણીના રહેણાક મકાનમાં ગત તા.૧ રાત્રીના ૧/૦૩ થી ૨/૩૮ સુધીના સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા ચોર ઈસમો જેણે ચડ્ડી-પોતડી તથા મોઢે બુકાની બાંધી હિમાંશુભાઈ તથા બીમલભાઈના મકાનની દીવાલ કુદીને ગેરકાયદેસર અંદર પ્રવેશ કરી રહેણાક મકાનના તાળા તોડી બીમલભાઈના મકાનમાં આવેલ ભગવાનના મંદીર તથા તીજોરીમાં રાખેલ સોનાના દાગીના આશરે કુલ ૧૦ તોલા (૧૦૦ ગ્રામ) જેની આશરે જુની કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા ચાંદી ૬૦૦ ગ્રામ જેની આશરે જુની કિમત રૂપિયા ૬,૦૦૦ તથા રોકડ રકમ રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૧,૭૧,૦૦૦ ના સોના-ચાંદી તથા રોકડની ચોરી કરી લઈ ગયાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કોવોર્ડ, સીસીટીવી ફૂટેજ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

