(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૯ઃ
ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ધોળે દિવસે હાથફેરો કર્યો હતો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ ૨.૪૭ લાખની મત્તા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસની ધાક રહી ના હોય તસ્કરો ધોળે દિવસે ચોરીને અંજામ આપી રહયા છે
ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૧) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને પત્ની તેમજ દીકરા માલદેવની પત્ની દિવ્યા ત્રણેય ઘરકામ, રસોઈ બનાવી ટીફીન લઈને ડેરી નાકા રોડ પર આવેલી દુકાને ગયા હતા બાદમાં દીકરાની પત્ની દિવ્યા શાકભાજી લઈને સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરે પહોંચી હતી અને થોડીવારમાં કાકાના દીકરા રામાભાઈ રાઠોડે ફોન કરી જણાવ્યું કે જલ્દી ઘરે આવો ઘરમાં સામાન વેરવિખેર છે જેથી ઘરે પહોંચી જોતા ઘરનો અંદરનો દવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો ઘરના કબાટમાં તપાસ કરતા દીકરાની પત્ની દિવ્યાના ઘરેણા જોવા મળ્યા નહિ
ચાંદીના પગમાં પહેરવાની કળી જોડ નંગ ૦૧, ચાંદીનું મંગલસૂત્ર, સોનાની પાન બુટી મિલને ચાંદીના દાગીના આશરે વજન ૯૯૮ ગ્રામ કીમત રૂ ૧,૩૮,૬૦૦ અને સોનાના દાગીના વજન ૯ ગ્રામ કીમત રૂ ૧,૦૯,૦૦૦ સહીત કુલ રૂ ૨,૪૭,૬૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

