રેવન્યુ બારના પૂર્વ પ્રમુખ સી.એચ. પટેલ, સરકારી વકીલ બીનલબેન રવેસીયા અને ખેરૂનબેન ભુવડની વરણી
Rajkot તા.૨૧ઃ
ગત શનિવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્ષ ૨૦૨૬ ના ચૂંટાયેલા સભ્યોની પથમ મળેલી સામાન્ય સભામાં હોદ્દેદારો અને ૧૫ સમિતિની સરવાનુંમતે વરણી કર્યા બાદ રાજકોટના રેવન્યુ ૧૨ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા યુવા ધારાશાસ્ત્રી સીએચ પટેલ, સરકારી વકીલ બીનલબેન રવેસીયા અને મહિલા ધારાશાસ્ત્રી ખેરૂનબેન સહિત રાજ્યના ૨૬ વકીલોની કો. ઓપ્ટ. સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા સિનિયર જુનિયર વકીલો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી છે. વધુ વિગત મુજબ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા હાઇકોર્ટના એડવોકેટ જનરલના અધ્યક્ષ સ્થાને મહત્વની મળેલી બેઠકમાં ચેરમેન વાઈસ ચેરમેન સહિતના હોદેદારો અને ૧૫ સમિતિ તેમજ તેના સભ્યોની કરવાનું વરણી કરવામાં આવ્યા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાંથી મળી ૨૬ કો. ઓપ્ટ. સભ્યોની વરણી કરવામાં આવી છે. જેમા રેવન્યુ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર લીગલ સેલના પૂર્વ સહ-કન્વીનર, રેવન્યુ કાયદાકીય શ્રેત્રે આગવી ઓળખ ધરાવતા અને વકીલોના પ્રશ્નો અને હિતો પ્રત્યેની તેમની સતત પ્રતિબદ્ધતા યુવા એડવોકેટ સી. એચ. પટેલની ગુજરાત બાર કાઉન્સિલમાં કો. ઓપ્ટ. સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા છે.
વકીલોની સન્માનજનક વ્યવસાયિક ઓળખ, કલ્યાણ, સુરક્ષા, મેડિકલ સુવિધા, યુવા વકીલો માટે કાનૂની વ્યવસાયની સ્વતંત્રતા તથા વકીલોના પડતર પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે તેમનું યોગદાન વધુ મજબૂત બને તેવી અપેક્ષા રાખવામાં આવી છે જ્યારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા બીનલબેન રવેશીયા અને જાણીતા મહિલા ધારાશાસ્ત્રી ખેરૂનબેન ભુવડની ગુજરાત બાર કાઉન્સિલમાં કો. ઓપ્ટ. સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. બે મહિલા સહિત ત્રણ એડવોકેટો ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નિમણૂક થતા રાજકોટ બાર એસોસિએશન નો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ પટેલ અને અમૃતાબેન ભારદ્વાજ સહિતનો અવાજ વકીલો માટે બુલંદ બનશે આ તકે સિનિયર જુનિયર એડવોકેટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

