Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ
    • Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો
    • Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું
    • Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત
    • Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો
    • Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા
    • Amreliમાં પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો અને શહીદોના આશ્રિતોનું સંમેલન યોજાયું
    • Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન
    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૫

    Ahmedabadમાં વધતા ટ્રાફિકને હળવો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસપી રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક મનપાના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન સર્વિસ રોડ પર આવેલા કુલ ૩૧ કાચા-પાકા અને કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

    નાના ચિલોડા નજીક એસપી રિંગ રોડના સર્વિસ રોડ પર લાંબા સમયથી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ પ્રકારના નાના-મોટા કોમર્શિયલ બાંધકામો ઊભા થઈ ગયા હતા. આ દબાણોને કારણે સર્વિસ રોડનો ઉપયોગ મુશ્કેલ બન્યો હતો અને મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિકનું ભારણ વધતું હતું.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે ૫ ઓક્ટોબરની સવારે કાર્યવાહી કરી હતી. એક હિટાચી અને બે જેસીબી મશીનની મદદથી આશરે ૯૦૦ મીટર વિસ્તારમાં આવેલા નડતરરૂપ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

    મનપાની કાર્યવાહી દરમિયાન સર્વિસ રોડ પર આવેલા કુલ ૩૧ ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે. તંત્રનો હેતુ સર્વિસ રોડને સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો અને રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. એસપી રિંગ રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ત્યારે સર્વિસ રોડ ખુલ્લો થતાં સ્થાનિક વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે તેનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેવી શક્યતા છે.

    બીજી તરફ એસપી રિંગ રોડ પર રામોલ અને વસ્ત્રાલ તરફ જતા વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. અદાણી સર્કલ નજીક મુખ્ય માર્ગને અડીને મોટો ભૂવો પડતાં તંત્ર દ્વારા સ્થળને બેરિકેડથી કોર્ડન કરવામાં આવ્યું છે.ભૂવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું ન થાય અને અકસ્માત ટાળી શકાય તે માટે તાત્કાલિક સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવી છે.અદાણી સર્કલ પાસે પડેલા ભૂવાને કારણે નેશનલ હાઇવે ઓથોરિટી અને ઓડાએ રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે. મહત્વના માર્ગ પર અચાનક માર્ગ બદલાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા ભૂવાનું સમારકામ ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સામાન્ય ક્યારે થશે તેના પર હવે વાહનચાલકોની નજર છે.નાના ચિલોડા પાસે મનપાની કાર્યવાહીથી ૯૦૦ મીટરનો સર્વિસ રોડ ખુલ્લો થયો છે, જ્યારે અદાણી સર્કલ પાસે ભૂવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આમ, એસપી રિંગ રોડના અલગ-અલગ વિસ્તારોમાં એક તરફ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ માર્ગ પરની સમસ્યાને કારણે વાહનવ્યવહારનું આયોજન કરવું પડી રહ્યું છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleફોર્મ ૬ માં ગેરકાયદેસર અને એકપક્ષીય ફેરફારો કરવામાં આવ્યા, Rahul Gandhiએ જ્ઞાનેશ કુમાર પર હુમલો કર્યો
    Next Article Morbiના પીપળી ગામની સીમમાં અજાણ્યા વાહનની ઠોકરે પૌઢનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડે, કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    અમદાવાદ

    નવરાત્રી નજીક આવતાં જ Ahmedabadના બજારોમાં ગરબાની રંગત જામી

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:38
    Categories
    Latest News

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026

    Amreli: વડિયા પંથકમાં આતંક મચાવનાર હુમલાખોર સિંહણનું ક્રાંકચ ખાતે સારવાર દરમિયાન મોત

    October 5, 2026

    Vadiyaના કુંકાવાવ ગામેથી અમરેલી એલસીબીએ ૩૪૬ નંગ ઇંગલિશ દારૂ ઝડપ્યો

    October 5, 2026

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇકબાલ જૂનાગઢીની હત્યાના કાવતરાખોર મહિલાની ધરપકડ

    October 5, 2026

    Rajkot: કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના બે ફાઇનાન્સરો સામે ગુનો નોંધાયો

    October 5, 2026

    Morbiના ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.