(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫ઃ
પીપળી ગામની સીમમાં કારખાના માટે હાર્ડવેર વસ્તુ લેવા માટે મહેન્દ્રનગર ચોકડી તરફ જતી વખતે પીપળી ગામની સીમ પાસે બાઈક રોડ સાઈડમાં ઉભું રાખ્યું હતું ત્યારે અજાણ્યા વાહનચાલકે રોડ સાઈડમાં ઉભેલા પૌઢને ટક્કર મારી મોત નીપજાવી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
Morbi કેનાલ રોડ પાટીદાર પેલેસમાં રહેતા મિત દિનેશચંદ્ર કાનાણીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ રાત્રીના ૧૧ ૪૫ વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા દિનેશચંદ્ર કાનાણી અને જતીનભાઈ બંને બાઈક જીજે ૩૬ જે ૨૯૪૯ લઈને જતા હતા ઈલોક્ષ ટાઈલ્સ કારખાનામાં હાર્ડવેર વસ્તુની જરૂરત હોવાથી હાર્ડવેર વસ્તુ લેવા દુકાને જતા હતા ઈલોક્ષ કારખાનાથી મહેન્દ્રનગર ચોકડી તરફ જતી વખતે પીપળી નજીક પેટ્રોલ પંપ સામે રો પર બાઈક સાઈડમાં ઉભું રાખ્યું હતું ત્યારે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મોટરસાયકલ નજીકથી ચલાવી ફરિયાદીના પિતા દિનેશચંદ્રને હડફેટે લઇ માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને અકસ્માત અંગે નજીકના પોલીસ મથકમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

