(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫ઃ
રવાપર નદી ગામ નજીક આવેલ ફેકટરીમાં ગળેફાંસો ખાઈ ૧૯ વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલ હોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને કામ કરતા છાયમભાઈ અબ્દુલરહેમાન બીસ્તી (ઉ.વ.૧૯) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

