(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫ઃ
Morbiમાં પીજીવીસીએલ તંત્રની અણધડ નીતિને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જાહેરાત કરીને કલાકોના વીજકાપ ઝીકી મેન્ટેનન્સ કામગીરી કર્યા છતાં ગમે ત્યારે વીજળી જતી રહે છે તો મોરબીના ઉમા ટાઉનશીપમાં તો કોઈપણ જાતની પૂર્વ સુચના વગર ગત રાત્રીના અને બાદમાં આજે સવારથી બપોર સુધી વીજકાપ ઝીકી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા
ભાદરવાનો આકરો તાપ તપી રહ્યો છે અને અસહ્ય ગરમીથી નાગરિકો આમ પણ પરેશાન છે ત્યારે પીજીવીસીએલ તંત્ર નાગરિકોને સતત વીજળી પૂરી પાડવાને બદલે ચોમાસામાં બાકી રહી ગયેલી ઝાડવા કાપવાની કામગીરી કરી રહ્યું છે રાત્રીના કલાક જેટલો સમય વીજળી જતી રહેતા વડીલો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ હેરાન થયા હતા તો આજે સવારથી બપોર સુધી કલાકોનો વીજકાપ ઝીકવામાં આવ્યો હતો સામાન્ય રીતે કલાકોના વીજકાપ અંગે વીજ તંત્ર મીડિયાના માધ્યમથી ગ્રાહકોને જાણ કરતું હોય છે પરંતુ ઉમા ટાઉનશીપમાં આજે સવારે ૧૦ વાગ્યાથી વીજળી ગુલ થઇ હતી અને બપોરે લગભગ ૨ સુધી એટલે કે ચાર કલાક વીજકાપ પૂર્વ સુચના વગર ઝીકી દેવામાં આવ્યો હતો જેથી રહીશો પરેશાન થયા હતા અને અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા વીજતંત્રની કામગીરી સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે ઉમા ટાઉનશીપમાં રાજ્ય મંત્રી કાન્તિલાલ અમૃતિયાનો બંગલો આવેલો છે તે વિસ્તારમાં પણ વીજતંત્ર પૂરી વીજળી પાડી શકતું નથી
જે મામલે સીટી ૨ સબ ડીવીઝનના ડેપ્યુટી ઈજનેર એ એસ અંબાણીનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ચોમાસામાં ઝાડવા કાપવાની બાકી રહી ગયેલી કામગીરી કરવામાં આવી રહી છે રાત્રે સ્પાર્કીંગ થતું હતું જેથી રાત્રીના ઝાડ કાપવાની કામગીરી કરી હતી અને બાકી કામગીરી આજે સવારથી કરવામાં આવી હતી

