Mumbai, તા.૭
મહારાષ્ટ્રના Mumbaiમાં નશીલી દવાઓના ગેરકાયદે વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે ગોવંડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે ૨.૫૩ કરોડની કિંમતની નશીલી ગોળીઓ જપ્ત કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ૯,૮૦૦ ટેબ્લેટ્સ મળી આવી હતી, જેમાં નાઈટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલમનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ગોળીઓનો ઉપયોગ નશા માટે થતો હોવાની માહિતી સામે આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને આ સમગ્ર રેકેટ પાછળ રહેલા સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુંબઈમાં નશીલા પદાર્થોની ખરીદી, વેચાણ, પુરવઠો અને સંગ્રહ સાથે સંકળાયેલા લોકો પર નજર રાખતી વખતે એન્ટી-નાર્કોટિક્સ સેલને મહત્વપૂર્ણ બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી હતી કે ગોવંડીના ડૉ. ઝાકિર હુસૈન નગર વિસ્તારમાં એક વ્યક્તિ નશો કરવા માટે વપરાતી ગોળીઓનું વેચાણ કરી રહ્યો છે. બાતમીની ચકાસણી કર્યા બાદ એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે સંબંધિત વ્યક્તિના રહેઠાણ પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત નશીલી ટેબ્લેટ્સ મળી આવતા કાર્યવાહી વધુ ગંભીર બની હતી. પોલીસે સ્થળ પરથી આરોપીને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસને કુલ ૯,૮૦૦ નશીલી ગોળીઓ મળી આવી હતી. તેમાં નાઈટ્રાઝેપામ બ્રાન્ડ નામ દ્ગૈં્ર્ઝ્રંઇ-૧૦ની ૪,૫૦૦ ગોળીઓનો સમાવેશ થાય છે. આ ગોળીઓનું કુલ વજન આશરે ૨.૪૭૫ કિલોગ્રામ હોવાનું જણાવાયું છે અને તેની અંદાજિત કિંમત ૧.૯૮ કરોડ છે.
આ ઉપરાંત અલ્પ્રાઝોલમ બ્રાન્ડ નામ ઁર્ઇંઝ્રછન્સ્-૧ની ૫,૩૦૦ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે. તેનું કુલ વજન આશરે ૬૮૯ ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત ૫૫.૧૨ લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. બંને પ્રકારની ગોળીઓની કુલ કિંમત મળીને આશરે ૨.૫૩ કરોડ થાય છે. આ મામલે એન્ટી-નાર્કોટિક્સ સેલની વર્લી યુનિટે દ્ગડ્ઢઁજી એક્ટ, ૧૯૮૫ની કલમ ૮(ષ્ઠ) અને ૨૨(ષ્ઠ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસ દેવનાર પોલીસ સ્ટેશન સાથે પણ સંબંધિત હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે. તપાસનો મુખ્ય હેતુ આ ગોળીઓ ક્યાંથી મેળવવામાં આવી હતી, કોને સપ્લાય કરવામાં આવતી હતી અને તેની પાછળ કેટલા લોકોનું નેટવર્ક સક્રિય છે તે શોધવાનો છે. મોટી સંખ્યામાં ટેબ્લેટ્સ મળી આવતાં પોલીસ હવે આ મામલાને માત્ર સ્થાનિક વેચાણ પૂરતો મર્યાદિત ન રાખીને તેની સપ્લાય ચેઈનની પણ તપાસ કરી રહી છે. ગોવંડીમાં થયેલી આ કાર્યવાહી મુંબઈમાં નશીલી દવાઓના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી પોલીસ કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
એક જ સ્થળેથી ૨.૫૩ કરોડની નશીલી ગોળીઓ મળી આવતાં સમગ્ર નેટવર્ક અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ હવે આરોપીની પૂછપરછના આધારે અન્ય સંભવિત આરોપીઓ અને સપ્લાયરો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. સાથે જ ગોવંડી વિસ્તારમાં નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં આગામી તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે.

