Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?
    અમરેલી

    Amreliથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો ફોરલેન માર્ગ ક્યારે બનશે?

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026Updated:October 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નવા મંજૂર થયેલા નેશનલ હાઇવેમાં પણ બંને મહત્વના માર્ગોને ફોરલેનનો દરજ્જો નહીં

    નાના માચીયાળા પાસે ડાયવર્ઝનનો ધૂળિયો માર્ગ વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૭ઃ

    ગુજરાત રાજ્યને ડો. જીવરાજ મહેતાના સ્વરૂપમાં પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી જિલ્લો આજે આઝાદીના ૮૦ વર્ષ બાદ પણ અનેક પાયાની માળખાકીય સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા એક દાયકાથી વાહન ચાલકો અને નાગરિકો દ્વારા અમરેલીથી બાબરા તથા અમરેલીથી ચાવંડ વચ્ચેના માર્ગને ફોરલેન બનાવવાની ઉઠતી માંગને હજુ સુધી સંતોષવામાં આવી નથી.

    તાજેતરમાં નવા નેશનલ હાઇવેને મંજૂરી આપવામાં આવી હોવા છતાં આ બંને મહત્વના માર્ગોને ફોરલેન કરવાની માંગનો સમાવેશ ન થતાં વાહન ચાલકોમાં ફરી ભારે નારાજગી જોવા મળી રહી છે.

    અમરેલીથી બાબરા અને અમરેલીથી ચાવંડ સુધીનો માર્ગ સૌરાષ્ટ્રના અનેક મહત્વના શહેરોને જોડતો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, ભુજ પીપાવાવ પોર્ટ સહિતના શહેરો સાથે અમરેલીને જોડતા આ માર્ગો આજે પણ ટુ-લેન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

    છેલ્લા બે દાયકામાં વાહનોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે ત્યારે રસ્તાઓની ક્ષમતા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા પણ આ બંને માર્ગો ફોર લેન બનશે. તેવું જાહેર કરાયા છતાં પણ આ માર્ગોના વિકાસ માટે કોઈ પરિણામ મળી શક્યું નથી.

    અમરેલીથી બાબરા તરફ જતા માર્ગ ઉપર નાના માચીયાળા ગામ નજીક કાઢવામાં આવેલ ડાયવર્ઝન આજે  ધૂળિયો માર્ગ બની જતાં વાહન ચાલકો માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઊડતી હોવાથી પાછળ આવતા વાહનચાલકોની મુશ્કેલી વધી જાય છે. આ માર્ગ પરથી પસાર થવું જાણે વાહનચાલકો માટે રોજનું માથાનું દુઃખાવું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

    અમરેલીથી બાબરા વચ્ચે આશરે ૩૩ કિલોમીટર તથા અમરેલીથી ચાવંડ વચ્ચે આશરે ૩૨ કિલોમીટરનો માર્ગ ફોરલેન કરવામાં આવે તો વાહનોની સરેરાશ ગતિમાં વધારો થાય, મુસાફરીનો સમય ઘટે અને અકસ્માતોની શક્યતા પણ ઘટાડી શકાય તેમ છે. વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને બંને માર્ગોને હવે ટુ-લેનમાંથી ફોરલેનમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત તાત્કાલિક બની છે.

    અમરેલીથી દરરોજ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, ભુજ તેમજ મુંબઈ તરફ મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરે છે. વેપાર-ધંધા, શિક્ષણ, સારવાર અને રોજગાર માટે પણ લોકો આ માર્ગોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેમ છતાં માર્ગની પહોળાઈ અને વાહન વ્યવહાર વચ્ચેનું અસંતુલન સતત વધી રહ્યું છે.

    વાહનચાલકોનો સવાલ છે કે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે હાઇવે અને ફોરલેન માર્ગોના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના આ બંને મહત્વપૂર્ણ માર્ગો હજુ પણ ટુ-લેન કેમ છે? નવા મંજૂર થયેલા નેશનલ હાઇવેમાં પણ આ બંને માર્ગોને પ્રાથમિકતા કેમ આપવામાં આવી નથી?

    સાંસદો હોવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી!

    અમરેલીથી ચાવંડ વચ્ચેના માર્ગને ફોરલેન બનાવવાની માંગના સંદર્ભમાં રાજકીય રીતે પણ સવાલો ઊઠી રહ્યા છે. માર્ગ પર આવતા ઈશ્વરીયા, જરખીયા અને લાઠી-દુધાળા વિસ્તાર સાથે સંકળાયેલા સત્તાપક્ષના લોકસભા તથા રાજ્યસભાના સાંસદો હોવા છતાં આ મહત્વપૂર્ણ માર્ગની માંગ હજુ સુધી પરિણામ સુધી પહોંચી નથી, તે બાબતે નાગરિકોમાં ચર્ચા છે.

    ચૂંટણીમાં ફોરલેનનો મુદ્દો ગરમાવાની શક્યતા

    છેલ્લા એક દાયકાથી વાહનચાલકોની વાજબી માંગ હોવા છતાં અમરેલીથી બાબરા અને અમરેલીથી ચાવંડ વચ્ચેનો માર્ગ ફોરલેન ન બનતા આગામી ચૂંટણીમાં આ મુદ્દો રાજકીય રીતે ગરમાવાની શક્યતા છે. જો ચૂંટણી પૂર્વે બંને માર્ગોને ફોરલેન કરવાની દિશામાં નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આ મુદ્દાને ચૂંટણીના મેદાનમાં જોરશોરથી ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. પરિણામે વર્ષોથી અધ્ધર રહેલો અમરેલીનો ફોરલેન પ્રશ્ન આગામી ચૂંટણીમાં શાસકો માટે મોટો પડકાર બની શકે છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ
    Next Article Amreli: બાબરકોટમાં શિકારની શોધમાં સિંહણ ખાલી કૂવામાં ખાબકી, ૬ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો

    November 13, 2026
    અમરેલી

    Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર

    November 3, 2026
    અમરેલી

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026
    અમરેલી

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    અમરેલી

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    અમરેલી

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,691
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,813
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,684
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-11-2026 10:04
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.