Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન
    • Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી
    • દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન
    • વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા
    • વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah
    • ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર
    • બોલીવુડ એકટર Anil Kapoor પેરીસમાં રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા
    • Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan ના જંગવડ ગામે ડબલ મર્ડર : પિતરાઈના હુમલામાં કોળી દંપતીનું મોત, બે ઘાયલ
    સૌરાષ્ટ્ર

    Jasdan ના જંગવડ ગામે ડબલ મર્ડર : પિતરાઈના હુમલામાં કોળી દંપતીનું મોત, બે ઘાયલ

    Vikram RavalBy Vikram RavalNovember 21, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    અશોક ઘોડકીયાને ગાળો બોલવાની ના પાડતાં  ધોકા વડે તૂટી પડ્યો  :  પરિણીતાના  મોત બાદ સારવારમાં  પતિએ   દમ તોડયો , પરીવારમાં કાળો કલ્પાંત
     ઘટનાને પગલે આટકોટ પીઆઈ આર એમ રાઠોડ સહિતનો કાફલો દોડ્યો : હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો
    Rajkot,તા.૨૧
    જસદણ પંથકમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જંગવડ ગામે કૌટુંબિક જેઠએ લાકડાના ધોકા વડે આડેધડ ઘા ઝીંકી ત્રણ મહિલા સહીત ચાર લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. જેથી તાત્કાલિક ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર કારગત નિવડે તે પૂર્વે કોળી દંપતીએ દમ તોડી દેતા બનાવ બેવડી હત્યામાં તબદીલ થઇ ગયો હતો. સમગ્ર મામલે આટકોટ પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી છે.
    સમગ્ર ચકચારી ઘટનામાં લાભુબેન જેન્તીભાઇ બચુભાઈ ઘોડકીયા (ઉ.વ.૩૫ રહે. જંગવડ, લીંબડા ચોક, જસદણ)એ આરોપી તરીકે અશોક ગોબરભાઈ ઘોડકીયા (રહે. જંગવડ, જસદણ)નું નામ આપતાં આટકોટ પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેમાં મોટી દિકરી માનશી અને નાનો દિકરો નામે વ્રજ છે. મારા પતિ ત્રણ ભાઇઓ છે. જેમાં સૌથી મોટા રમેશભાઇ, તેનાથી નાના મારા પતિ છે અને સૌથી નાના પ્રકાશભાઈ છે. અમે બધા અલગ-અલગ રહીએ છીએ. ગઇ તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ બપોર પછી સાડા ત્રણ વાગ્યે અમારી બાજુમાં રહેતા લાલજીભાઈ બાવળીયાની દિકરી ઇલાનો મારા મોબાઇલમાં ફોન આવેલ હતો. ત્યારે મારા દિકરા વ્રજે મારી સાથે વાત કરી કહેલ કે, હું પ્રકાશકાકા સાથે હનુમાનજીના મંદીરે સપ્તાહમાં જાવ છું. જેથી મે મારા દિકરાને સપ્તાહમાં જવાની ના પાડેલ હતી. હનુમાનજીનું મંદીર જંગવડ ગામથી દુર રોડ ઉપર હોય જેથી મને બીક લાગતા હું મારા દિકરા વ્રજને લેવા માટે મારા દિયર પ્રકાશભાઇના ઘર બાજુ ગયેલ હતી. પ્રકાશભાઈના ઘરનું બારણું ખખડાવતા મારી દેરાણી વિલાસબેન બહાર આવેલ હતા. દરમિયાન મારા કુટુંબી જેઠ અશોકભાઈ ઉર્ફે સુડો ગોબરભાઈ ઘોડકીયા તેના હાથમાં એક લાકડાનો ફાડો(ધોકો) હતો. તે મોટે-મોટેથી ગાળો બોલતો હોય જેથી મે તથા મારી દેરાણીએ તેને ગાળો બોલવાની ના પાડી કહેલ કે, શું લેવા ગાળો આપો છો? તેમ કહેતા અશોકભાઇએ કહેલ કે, આજે તમને બધાને મારી નાખવા છે તેમ કહી તેના હાથમાં રહેલ લાકડાનો ફાડો મને માથામાં મારવા જતા મે મારો ડાબો હાથ આડો કરતા મને ડાબા હાથની હથેળીના ભાગે ઘા વાગેલ હતો. ત્યારબાદ બીજો ઘા મારા માથામાં ડાબી બાજુ જોરથી મારી દેતા મને માથામાંથી લોહી નિકળવા લાગેલ હતું. તે વખતે મારી દેરાણી વિલાસબેન વચ્ચે પડતા અશોકે તેમને પણ માથાના ભાગે લાકડાના ફાડાનો ઘા મારી દીધેલ હતો. અમે રાડારાડી કરતા મારા દિયર પ્રકાશભાઈ ઘર અંદરથી બહા૨ દોડી આવ્યા હતા. બાદ અશોકભાઇએ પ્રકાશભાઈને પણ માથામાં લાકડાના ફાડા વડે જેમ ફાવે તેમ ઘા મારવા લાગેલ હતા. જેથી મારા દિયર તથા દેરાણી જમીન પર પડી ગયેલ હતા. તે વખતે મારા ભત્રીજા ભુપતભાઈની પત્ની પુરીબેન વચ્ચે પડતા તેને પણ માથામાં અશોકભાઈએ લાકડાના ફાડાના ઘા મારવા લાગતા તે પણ જમીન પર પડી ગયેલ હતી. દરમિયાન મારા જેઠ રમેશભાઈ આવી જતા અશોકભાઈ ત્યાંથી નાસી ગયેલ હતો.
    હુમલામાં ઘવાયેલા ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઓટો રીક્ષા અને ઇકો કારમાં આટકોટની કે ડી પરવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદ પ્રકાશભાઈ અને વિલાસબેનને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જયા વિલાસબેન ઘોડકીયા (ઉવ 32)ને તબીબે મૃત જાહેર કરી દેતા બનાવ હત્યામાં તબદીલ થયો હતો.
    જે મામલે ફરિયાદ નોંધાવતા પરિણીતાએ જણાવ્યું હતું કે, અગાઉ અમે મારા કાકાજી સસરા લઘરાભાઈ ઘોડકીયાના મકાને રહેતા હોય ત્યારે અમારા કુટુંબી જેઠ અશોકભાઈ અવાર-નવાર અમારી સાથે માથાકુટ કરી, ગાળો આપી મારી નાખવાની ધમકી આપતાં હતા. જેથી અમે મકાન ખાલી કરી અન્ય સ્થળે ભાડે રહેવા માટે જતા રહેલ હતા. જે બાદ અશોકભાઈએ લાકડાના ધોકા સાથે ધસી આવી હુમલો કરી દેરાણી વિલાસબેનની હત્યા નીપજાવી દીધી હતી. દરમિયાન પ્રકાશભાઈ ઘોડકીયા(ઉવ 35) એ પણ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. એક જ ઘરમાંથી એક સાથે બે લોકોની અર્થી ઉઠતા કોળી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો છે. સમગ્ર મામલે આટકોટ પીઆઈ આર એમ રાઠોડની ટીમે તાત્કાલિક આરોપી અશોક ગોબર ઘોડકીયા (ઉવ 40 આશરે) ને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી હતી.
    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો
    Next Article Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: ગીર સફારીના ચાર નવા રૂટ ખોલાશે

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath માં કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ : સહેલાણી માટે વિશેષ આકર્ષણો

    November 21, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan ના યુવાનનો મોબાઈલ હેક કરી ખાતામાંથી 60 હજારની ઉઠાંતરી

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,241
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,317
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,322
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-11-2026 14:48
    Categories
    Latest News

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Search
    Main News

    વાહનના મનગમતા નંબર માટે કોલ્હાપુરવાસીઓએ રૂા.19 કરોડ ખર્ચીયા

    November 21, 2026

    વિદેશમાં છુપાયેલ દરેક ભાગેડુને ભારત પાછા લાવી કાયદા મુજબ કાર્યવાહી કરાશે : Amit Shah

    November 21, 2026

    GSRTCએ બુકિંગ અને આવકનો પોતાનો રેકોર્ડ તોડ્યો : બે દિવસની આવક 7 કરોડ પાર

    November 21, 2026

    આજે મૌસમનો સૌથી ઠંડો દિવસ : નલીયા, અમરેલી, રાજકોટમાં ધ્રુજારો

    November 21, 2026

    ટોલ પ્લાઝા પર વાહનોના દસ્તાવેજનું ‘E-detection’; માન્ય નહીં હોય તો E-challan

    November 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026

    દેશોમાં સૌથી વધુ સદી ફટકારવામાં હવે KL Rahul ને સ્થાન

    November 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.