Vadodara,તા.27
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરા જિલ્લામાં એક અત્યંત મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર ઘાતક હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા નજીકના જરોદ વિસ્તારમાંથી અત્યંત ઘાતક ગણાતી AK-47 રાયફલ અને 23 જીવતા કારતુસ કબ્જે કરવામાં આવતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ કાર્યવાહીમાં મૂળ આસામના રહેવાસી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત ATS ને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાં ગુપ્ત વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ATS ની ટીમે જરોદ બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ હિલચાલ ધરાવતા મૂળ આસામના એક શખ્સને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી.
તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત અને અત્યંત ઘાતક એવી અઊં-47 રાયફલ તથા 23 જીવતા કારતુસ મળી આવતા અઝજ ની ટીમે તાત્કાલિક તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને દબોચી લીધો હતો.
ગુજરાતમાં આટલું ઘાતક અને પ્રતિબંધિત હથિયાર મળી આવતા સમગ્ર મામલો અત્યંત ગંભીર બન્યો છે. હાલ ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આરોપીની આકરી પૂછપરછ ચાલી રહી છે. આરોપી આ AK-47 રાયફલ અને જીવતા કારતુસ ક્યાંથી લાવ્યો હતો.
વડોદરામાં કોને પહોંચાડવાના હતા તેમજ આ ઘાતક હથિયારનો ઉપયોગ કયા નાપાક હેતુ કે ઈરાદા માટે થવાનો હતો તે તમામ દિશામાં ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

