- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગર શહેરના સંવેદનશીલ ગણાતા બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે કોઈ જૂની અદાવત અથવા નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાતા ભારે ચકચાર મચી હતી. બંને જૂથો સામસામે આવી ગયા બાદ ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલીનું રૂપ પથ્થરમારામાં ફેરવાયું હતું. એકાએક બંને તરફથી છૂટો પથ્થરમારો શરૂ થતાં વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેડી વિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. થોડા સમય માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સરકારી ફંડમાંથી રૂ.૧,૩૬,૧૯,૩૫૦ની રકમની ગેરરીતિ કરી પોતાના અંગત ઉપયોગમાં લેવાના ગંભીર આક્ષેપો સાથે નોંધાયેલા ગુનામાં આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગૅ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી જામનગરની મહે. ત્રીજી એડિશનલ સેશન્સ અદાલતે નામંજૂર કરી છે. આ કેસની હકીકત મુજબ, વર્ષ ૨૦૨૫થી ૨૦૨૬ દરમિયાન આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગ નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગરના એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. રોગી કલ્યાણ સમિતિને ગાંધીનગરથી મળતી સરકારી ગ્રાન્ટમાંથી દર્દીઓની સારવાર તેમજ સંસ્થાના આઉટસોર્સ કર્મચારીઓના પગાર સહિતના ખર્ચ કરવામાં આવતા હતા. આરોપીએ રોગી કલ્યાણ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગરના મારુતીનગર વિસ્તારમાં દારૂ પી તોફાન કરતા પતિ અંગે પત્નીએ ૧૧૨માં ફોન કરતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા ૩૭ વર્ષીય મુકેશભાઈ જીવરાજભાઈ દેગામાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદી સુનીતાબેન મુકેશભાઈ દેગામા (ઉં.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૮ સપ્ટેમ્બરની રાત્રે નવેક વાગ્યાના અરસામાં તેમના પતિ મુકેશભાઈ દેગામા દારૂ પી તોફાન કરતા હોવાથી તેમણે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવી હતી. પોલીસની ગાડી આવતા બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.પોલીસ સમક્ષ મુકેશભાઈને પંચોની હાજરીમાં તપાસતા તેની જીભ થોથરાતી હતી, મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ…
મોબાઇલ ફોન તોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય મજૂર કેશલભાઈ વિનોદભાઈ પંડયા ઉપર ચાર શખ્સોએ લાકડાના ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલાખોરોએ ફરિયાદીનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો અને ફરી કરણને ગાળો આપીશ તો જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તા. ૨ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં કેશલભાઈ સાધના કોલોનીમાં જલારામ મંદિર પાસેની ગલીના નાકે બેઠા હતા. તે દરમિયાન તેમના મિત્ર કરણભાઈ અનિલભાઈ જોગલે ફોન કરી પોતાના ન ગમતા માણસોને…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં અંગત અદાવતમાં એક શખ્સે યુવક ઉપર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલામાં યુવકને શરીરના જુદા જુદા ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે વચ્ચે પડેલા એક સાક્ષીને પણ ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇએ ફરિયાદી સાથે બોલાચાલી કર્યા બાદ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ઘટનાના સાક્ષી બનેલા વ્યક્તિને પણ ઇજા થતાં તેને ટાંકા લેવાની ફરજ પડી હતી. આ અંગે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ઇસ્માઇલ કાસમભાઇ સિપાઇ સામે ભારતીય ન્યાય…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં જામનગર પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એબ્સકોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સ્કવોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબના ગુનામાં ફરાર આરોપીઓ કિશોરભાઇ…
નાલ ઉઘરાવી ગંજીપત્તાથી જુગાર રમતા ઝડપાયા, રૂ.૨.૩૩ લાખ રોકડ સહિત રૂ.૧૫.૬૩ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૯ઃ જામનગર તા ૯, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમ-૧ તથા મેઘપર (પડાણા) પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીના મકાનમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા વાડી માલિક સહિત દસ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ જોગવડ ગામની સીમમાં આરોપી સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયાની કબજા-ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડતાં સુમાતભાઈ ગોજિયા સહિત દસ શખ્સો…
(ભાસ્કર વૈદ્ય દ્રારા) Somnath તા.૯ઃ સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રાવણ વદ તેરસના પાવન દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ દિવંગત પિતૃઓની આત્માની શાંતિ અને સદ્ગતિ અર્થે શ્રાદ્ધ-તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડાની આગેવાનીમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપદાન અને પિંડદાનની વિધિ સંપન્ન કરાઈ હતી. પરંપરા અનુસાર કાવો-કસુંબો લીધા બાદ સમાજના કોટવાળ દ્વારા હાકલ કરવામાં આવી હતી.કોટવાળની હાકલ પડતાં જ ઉપસ્થિત સમગ્ર ખારવા સમાજના લોકોએ બ્રાહ્મણો પાસે પોતાના પિતૃઓ માટે…
Kundheli, તા.૯ઃ તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો મોટેભાગે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે પાંચ માળની ઈમારતનાં બેઝમેંટમાં રિપેરિંગનું કામ ચાલતું હતું અને તે દરમિયાન અચાનકજ બિલ્ડીંગ ધરાશાયી થતાં એનેક લોકો ઘાયલ થયા હતા જેમાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય Moraribapu આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. દેશમાં લા નીનોની અસરને કારણે ક્યાંક…
ત્રણ દાયકાની અવિરત શ્રદ્ધા, ૧૯૭૧માં પિતાએ લીધેલા સંકલ્પથી શરૂ થયેલી પરંપરા, ૧૯૯૦થી લઈને અવિરત ૩૬ વર્ષથી નિઃશુલ્ક ધજા સેવાને આગળ ધપાવતી નવી પેઢી આલેખન: ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા પૌરાણિક Trinetreshwar Mahadev મંદિરના સાન્નિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાવાની તૈયારીઓ શરૂ થતાં જ ભાવિકો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરણેતરના મેળાની આગવી પરંપરાઓમાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવાની પરંપરા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પરંપરાને જાળવી રાખતાં સુરેન્દ્રનગરના સોલંકી પરિવાર દ્વારા છેલ્લાં ૩૬ વર્ષથી મંદિર માટે બાવન ગજની ધજા નિઃશુલ્ક તૈયાર કરવામાં આવે છે. તરણેતરના મેળાની ઓળખ બનેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર…
