- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
Vadodara,તા.02 દુમાડ ચોકડી નજીકથી એલ.સી.બી. ઝોન – ૪ ની ટીમે વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી ૨.૩૦ લાખનો દારૃ કબજે કર્યો છે.એલ.સી.બી. ઝોન – ૪ ની ટીમને માહિતી મળી હતી કે,વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન નેશનલ હાઇવેથી દેણા ચોકડી તરફ જવાની છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ પીકઅપ વાન આવતા પોલીસે ઊભી રખાવી હતી.પીકઅપ વાનમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૃની ૯૨૧ બોટલ કિંમત રૃપિયા ૨.૩૦ લાખની મળી આવી હતી. જેથી,પોલીસે ગુનો દાખલ કરી પીકઅપ વાનના ડ્રાઇવર અમિન ગફારભાઇ કાબરા (રહે. ગામ બિલખા,તા.જૂનાગઢ) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૃ,…
Vadodara,તા.02 તમારે ઘર બેઠા કામ કરવું છે, તેવું કહી ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લેનાર ગઠિયાઓ સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બિલ કેનાલ રોડ પર ધ માર્ક સોસાયટીમાં રહેતા રાજેશ્વરીબેન રાહુલભાઇ દાનવલે ગોત્રી રોડ પર આવેલી એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી માર્ચે હું મારા ઘરે હતી. તે સમયે તમારે ઘર બેઠા કામ કરવું છે, તેવી જાહેરાત જોઇ હતી. તેમાં મેં રજિસ્ટ્રેશન કરાવ્યંુ હતું. ત્યારબાદ એક લિન્ક આવી હતી. તે ઓપન કરતા તેમાં મને ગૂગલ રિવ્યૂ ટાસ્ક બાબતે…
Vadodara,તા.02 દવાઓ બનાવવાનું રો મટિરિયલ ખરીદી ૨.૪૮ કરોડનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરનાર દવા બનાવતી કંપનીના ત્રણ ભાગીદારો સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.માંજલપુર મોનાલીસા કોમ્પલેક્સ પાસે ધવલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ફાર્માસ્યુટિક રો મટિરિયલનો વેપાર કરતા દેવાંગ ઘનશ્યામભાઇ જોશીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર મનીષ ગોરના મિત્ર આબિદઅલી મોહંમદ ચીડુયા આબિદઅલી સ્ટાયરન હેલ્થ કેર નામની ભાગીદારી પેઢી દ્વારા દવા બનાવવાનું કામ કરે છે. આબિદઅલીએ રો મટિરિયલની જરૃર અંગે વાત કરી હતી.તા.૧૨-૦૮-૨૦૨૪ ના રોજ તેણે પરચેઝ ઓર્ડર મોકલ્યો હતો. કુલ છ પ્રોડક્ટ્સનું ૩૭.૩૩ લાખનું રો મટિરિયલનો પરચેઝ ઓર્ડર હતો. જે પરચેઝ ઓર્ડરમાં જણાવ્યા મુજબ મેં…
Vadodara,તા.02 ઘર પાસે રમતા ૩ વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત થયું છે. બાપોદ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વી.આઇ.પી. રોડ શાનેન સ્કૂલ પાસે શિલ્પ ગ્રીન ફ્લેટમાં રહેતા મનોજભાઇ વિનોદભાઇ સોલંકી કારેલીબાગની એક ઓફિસમાં નોકરી કરે છે. ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે તેઓ ૩ વર્ષના પુત્ર જોય સાથે ફ્લેટના ગેટ પાસે બેઠા હતા. તેમનો પુત્ર ગેટ પાસે રમતો હતો. તે દરમિયાન આ ફ્લેટમાં જ રહેતા વિપુલ ચુનીલાલભાઇ માછી તેની કાર લઇને આવ્યો હતો. ફ્લેટના કંપાઉન્ડમાં કાર લઇને જતા સમયે તેણે જોયને ટક્કર મારી હતી. જોયને માથામાં તથા કાન પર ગંભીર…
Vadodara,તા.02 મહિને પાંચ ટકાનું વળતર ચૂકવવાની લાલચ આપી આર્મીના નિવૃત્ત કેપ્ટન પાસેથી ૧૩ લાખ પડાવી લેનાર ગઠિયાની સામે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છાણી કૃષ્ણા પ્રાઇમમાં રહેતા મહેશભાઇ ચંદ્રસિંહ ભાકુની આર્મીના નિવૃત્ત કેપ્ટન છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હાલમાં હું સામાજિક કાર્યકર તરીકે કામ કરૃં છું. વર્ષ – ૨૦૨૫ માં હું છાણી ટી.પી.-૧૩ સ્થાપત્ય ટુ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.આ એપાર્ટમેન્ટમાં મયૂર લાડાણી રહેતો હોઇ મારી સાથે અવાર નવાર મુલાકાત થતી હતી. જાન્યુઆરી – ૨૦૨૫ માં તેણે મને એવું જણાવ્યું હતું કે, હું સ્માટર વેલ્થ મેનેજમેન્ટ નામની કંપની ચલાવુ છું. હું રોકાણ કરવાનું કામ…
Vadodara,તા.02 ૧૦.૨૦ લાખના ઇ સીગારેટના કેસમાં વોન્ટેડ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.૧૦ દિવસ અગાઉ એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડીને અકોટા ટાઉનશિપના મકાનમાંથી પ્રતિબંધિત ઇ – સીગારેટના ૪૦૮ બોક્સ કિંમત રૃપિયા ૧૦.૨૦ લાખનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સેફાનબાબા ઉર્ફે બાબા ઇકબાલભાઇ મેમણ (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, આજવારોડ) તથા અવેશ રફીકભાઇ પટેલ (રહે. અકોટા ગામ) ને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી સેફાનબાબા સામે અગાઉ પણ એસ.ઓ.જી.એ પ્રતિબંધિત સીગારેટનો કેસ કર્યો હતો. તે સમયે પોલીસે ૪૮૭ બોક્સ કિંમત રૃપિયા ૧૦.૪૨ લાખના કબજે કર્યા હતા.
Vadodara, તા.02 રક્ષાબંધન કરવા માટે સુરત જતી યુવતી ટ્રેનમાં ચઢતી હતી ત્યારે તેના ગળામાંથી રૂ.1.28 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવી કોઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પુજાપાર્ક સોસાયટીમાં રહેતી જીલ પ્રિત ગાંધી (ઉ.વ.26) તા.28ના રોજ રક્ષાબંધન હોવાથી આગલા દિવસે તા.27ના રોજ પતિ સાથે સુરત જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર રાત્રે આવ્યા હતાં. પ્લેટફોર્મ નંબર-2 પર એકતાનગર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા તેના પાછળના જનરલ ડબ્બામાં બંને ચઢ્યા હતાં.આ વખતે ગીર્દીનો લાભ ઉઠાવી કોઇ ગઠિયાએ જીલના ગળામાં પહેરેલ આશરે 13.310 ગ્રામ વજનનું કાળા મણકા સાથેનું ફૂલ ડિઝાઇનવાળું પેન્ડલ સહિતનું મંગળસૂત્ર આંચકી લીધું હતું. ટ્રેનમાં…
Vadodara,તા.02 વડોદરાની આજવા ચોકડી પાસે આવેલી કાન્હા લેન્ડમાર્કની મોબાઇલ શોપમાં કામ કરતા યુવક પર તેની પત્ની સાથે સંબંધ હોવાની શંકા રાખતા યુવકે દુકાનમાં ઘૂસી ચાકુ વડે ગળાના ભાગે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં યુવકના ગળાના ભાગે ત્રણથી ચાર ઇંચનો ઘા થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામમાં રહેતા અને કાન્હા લેન્ડમાર્ક ખાતે આવેલી મોબાઇલ શોપમાં નોકરી કરતા ગણેશ રસિક વસાવાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ અગાઉ ધવલ મહસ્કર નામનો…
Ahmedabad,તા.02 દેશની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ્સમાંથી એક એવી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A)માંથી MBA કરનારા વિદ્યાર્થીઓનું ફાઈનલ પ્લેસમેન્ટ પૂર્ણ થયા બાદ તાજેતરમાં તેનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતી અને ગ્લોબલ રેન્કિંગ ધરાવતી આ સંસ્થામાંથી પ્લેસમેન્ટમાં ભાગ લેનારા 398 વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 વિદ્યાર્થીઓને જ ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ મળ્યું છે, જ્યારે 386 વિદ્યાર્થીઓએ ભારતમાં જ નોકરી મેળવી છે. આ સિવાય, આ વર્ષે પણ માત્ર 2 જ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવાના બદલે પોતાનો બિઝનેસ (એન્ટરપ્રિન્યોરશિપ) પસંદ કરે છે.આ વર્ષે ફાઈનલ પ્લેસમેન્ટ માટે કુલ 402 વિદ્યાર્થીઓ લાયક ઠર્યા હતા. જેમાં આ વર્ષે પાસ થનારા 385, ગત વર્ષના 1 વિદ્યાર્થી સહિત…
Ahmedabad,તા.02 કિન્નર. એક એવો શબ્દ જેની આસપાસ કાયમી માટે રહસ્યના તાણાવાણાં જોડાયેલા રહે છે. માનવીના આ વિશેષ રૂપને કાયદામાં તો માન્યતા મળી ગઈ છે, સરકારે મતાધિકાર પણ આપ્યો છે. પરંતુ સમાજ હજી તેને સહજતાથી સ્વીકારી શકતો નથી. બાળકનો જન્મ થાય, ત્યારે સૌથી પહેલો સવાલ કરવામાં આવે કે બાબો છે કે બેબી? સામાન્ય માણસ એવી સમજ ધરાવતો હોય છે કે, જન્મ સમયે જ બાળક કિન્નર છે કે નહીં? તેનો ખ્યાલ આવી જાય છે. પરંતુ આ સમજ અને માન્યતા સંપૂર્ણ ખોટી છે. જન્મ સમયે બાળક કિન્નર હોવાનો ખ્યાલ આવતો નથી! હા, આ આશ્ચર્યજનક વાત સો ટકા સોના જેટલી સાચી છે. કારણ કે…
