Author: Vikram Raval

Gandhinagar,તા.02 તમે ડૉક્ટર પાસે જઈને તાવ કે ઈન્ફેક્શનની દવા લીધાના બે દિવસમાં સારું થઈ ગયું એટલે કોર્સ અધૂરો છોડી દીધો? જો હા, તો તમે પોતાના જ હાથે પોતાના મોતના પરવાના પર સહી કરી રહ્યા છો! ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલો દવાનો ડૉઝ અધૂરો છોડી દેવાની આ ઘાતક આદત શરીરમાં રહેલા રોગના બેક્ટેરિયાને દવા સામે લડવાની રાક્ષસી તાકાત પૂરી પાડે છે. ત્યારબાદ તેના પર દવાની અસર થવાની ધીમે ધીમે બંધ થઈ જાય છે. સમય જતાં દુનિયામાં બનતી કોઈ પણ દવાની અસર તેના પર થતી જ નથી. પરિણામે રોગ ઊથલો મારે ત્યારે તે બેક્ટેરિયાને ખતમ કરવા લગભગ અશક્યવત બની જાય છે.ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના…

Read More

Ahmedabad,તા.02 ગાંધીનગર અને કલોલના બે વેપારીઓ સામે SBI સાથે 4.96 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવા અંગે CID ક્રાઈમમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની અમદાવાદ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદોમાં વેપારીઓ પર બેન્કમાંથી કેશ ક્રેડિટ અને ટર્મ લોન લીધા બાદ હપ્તા ન ભરવાનો તથા મોર્ગેજમાં મૂકેલી મશીનરી બેન્કની મંજૂરી વિના બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પહેલી ફરિયાદ અનુસાર, ગાંધીનગરના ત્રાલ ગામના રહેવાસી અને હાયટા ક્રોપ કેર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર ત્રિભુવનદાસ શ્રીમાળી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જંતુનાશક દવાઓનો બિઝનેસ શરૂ કરવાના નામે આરોપીએ વર્ષ 2020માં બેન્કમાંથી કેશ ક્રેડિટ લોન, ટર્મ લોન તેમજ…

Read More

New Delhi,તા.02 જુલાઇ મહિનામાં દિલ્હી સહિતના રાજ્યોમાં જેન-ઝી દ્વારા શિક્ષણમાં સુધારાની માગ સાથે મોટું આંદોલન કરાયું હતું. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં આંદોલનકારી યુવાનો સામે અનેક એફઆઇઆર દાખલ કરાઇ હતી. જેને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીએ ફરિયાદો રદ કરવાની માગ સાથે પાંચમી ઓગસ્ટના આંદોલનની જાહેરાત કરી હતી. એવામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદો રદ કરવાની વિનંતી કરી હતી, જેને પગલે આખરે ફરિયાદો રદ થઇ ગઇ છે.વિવિધ પરીક્ષાઓના પેપરો લીક થવાની ઘટનાઓ વધતા શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગણીઓ સાથે ૨૦મી જુલાઇના રોજ દિલ્હીના જંતર મંતરેથી સંસદ તરફ યુવાનો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી, જે…

Read More

New Delhi,તા.02 સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 7 અને આસામમાં 4 લોકો સહિત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના…

Read More

Bishkek/New Delhi,તા.02 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનમાં યોજાયેલ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ જોડાયા હતા, જેની સામે મોદીએ આતંકવાદ પર વાત કરી હતી અને રશિયન પ્રમુખ પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગને આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરનારા દેશો સામે આક્રામક વલણ અપનાવવા કહ્યું હતું.પાણીનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જોઇએ : પાક. પીએમ શરીફે મોદીની હાજરીમાં સિંધુ જળ સંધિ મુદ્દો ઉઠાવ્યોનરેન્દ્ર મોદી આ સમિટ દરમિયાન રશિયન પ્રમુખ પુતિન, ઇરાનના રાષ્ટ્રપતિ અને ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ મળ્યા હતા અને આતંકવાદને લઇને પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. મોદીએ પાક. પીએમ શરીફની હાજરીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો…

Read More

New Delhi,તા.02 સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવારે પહેલી સપ્ટેમ્બરના રોજ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૫.૪૬ ટકાનો વધારો કરવામાં આવતા તેનો ભાવ પ્રતિ લિટર ૬.૨૮ રૂપિયા વધીને રુ. ૧૨૧.૨૮ થયો છે. તેની સાથે કોમર્શિયલ એલપીજીના ૧૯ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં રૂ. ૯.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. ં કોમર્શિયલ એલપીજીનો ઉપયોગ રેસ્ટોરા અને હોટેલોમાં થાય છે.સરકારી ઓઇલ કંપનીઓએ પહેલી ઓગસ્ટના રોજ પ્રતિ લિટર પાંચ રૂપિયાનો વધારો કર્યો હતો. સળંગ બે મહિના ભાવવધારો કરવામાં આવતા એરલાઇન્સ પરના નાણાકીય બોજામાં વધારો થયો છે. એરલાઇન્સના કાર્યકારી ખર્ચમાં એટીએફનો હિસ્સો ૪૦ ટકા હોય છે.કોમર્શિયલ એલપીજીનો ભાવ નવા વધારાના પગલે પ્રતિ સિલિન્ડર ૨,૭૩૮ રૂપિયાથી વધીને ૨,૭૪૭.૫૦ રૂપિયા થયો…

Read More

New Delhi,તા.02 ઘરેલુ લેવડદેવડ અને આયાતમાં વૃદ્ધિને કારણે ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૧૪.૮ ટકા વધીને લગભગ ૨ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.ઓગસ્ટનાં જીએસટી કલેક્શનનાં આંકડા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં જૂન કવાર્ટરનાં જીડીપી આંકડા જાહેર કરવામાં આવ્યાના બીજા દિવસે જાહેર કરવામાં આવ્યા છે. જૂન કવાર્ટરમાં જીડીપી ૭.૮ ટકા રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ટેરિફનાં પડકારો અને પશ્ચિમ એશિયા કટોકટી છતાં બીજા કવાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓ અને વપરાશ મજબૂત બની રહી છે.ડોમેસ્ટિક લેવડદેવડથી થનારી આવક ૯.૩ ટકા વધીને ૧.૩૭ લાખ કરોડ રૂપિયાથી વધુ ગઇ છે. જ્યારે આયાતથી થનારી આવક ૨૯ ટકા વધીને ૬૨,૬૦૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે.આ સાથે જ ઓગસ્ટમાં કુલ…

Read More

New Delhi,તા.02 દિલ્હીના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘટના સમયે બસમાં લગાવવામાં આવેલો CCTV કેમેરા બંધ હાલતમાં હતો અને આરોપીઓએ આ જ બાબતનો ફાયદો ઉઠાવીને ગુનાને અંજામ આપ્યો હતો. જોકે, ફોરેન્સિક ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બસમાંથી પીડિતા અને બંને આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા છે, જેનાથી ઘટના સમયે તેમની બસમાં હાજરી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. પોલીસ આ મામલે ટૂંક સમયમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.આ સમગ્ર મામલો 4 ઓગસ્ટનો છે, જ્યારે એક કિશોરી નોઈડાના પરી ચોક વિસ્તારથી આ બસમાં લિફ્ટ…

Read More

Lucknow,તા.02 ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યુનિવર્સિટી પાસે ભારે વરસાદ બાદ રસ્તામાં આશરે 10થી 12 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઈક સહિત યુવક તેમાં ખાબક્યો હતો. ઘટના બાદ યુવકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ભુવામાં પડેલા બાઈકને ક્રેનની મદદથી બહાર કાઢ્યું હતું. સમગ્ર મામલે રાજધાનીમાં સરકારી તંત્ર અને રસ્તાની હાલત પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.લખનઉમાં ધોધમાર વરસાદના કારણે યુનિવર્સિટી પાસેનો માર્ગ ઘસી પડતાં ઊંડો ભુવો પડ્યો હતો. આ દરમિયાન એક બાઈકનો ભુવામાં ગરકાવ થયો હતો. જેની જાણ થતાં પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. જો કે, રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી સ્થિતિ વધુ બગડી હતી.રાજધાની…

Read More

શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંતરત્ન) શ્રાવણ વદ છઠ્ઠ ને બુધવાર ૨ સપ્ટેમ્બર આ દિવસે રાંધણ છઠ્ઠ છે. રાંધણ છઠ્ઠ નો તહેવાર શીતળા સાતમ ને અનુલક્ષી ને મનાવવામાં આવે છેશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવારમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ટાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે. ચુલાનું પૂજન: અત્યારના જમાના પ્રમાણે જુના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી…

Read More