- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
તાજેતરમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે વિશેષ પ્રતિનિધિ-સ્તરની વાટાઘાટોનો ૨૫મો રાઉન્ડ બેઇજિંગમાં પૂર્ણ થયો. સરહદી મુદ્દાઓ પર કેન્દ્રિત આ બેઠકને બંને દેશો વચ્ચેના નાજુક દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ અને માપેલ પગલું ગણી શકાય. હકીકતમાં, આ વાટાઘાટો ઓક્ટોબર ૨૦૨૪ માં ન્છઝ્ર પરના ઘર્ષણ સ્થળો પરથી સુરક્ષા દળોને પાછા ખેંચવા અંગેના કરાર અને ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી સર્વસંમતિ પર આધારિત છે. તાજેતરની વાટાઘાટોનું વાસ્તવિક મહત્વ સરહદ મુદ્દા પર કોઈ મોટી કે અણધારી સિદ્ધિમાં નથી, પરંતુ ભવિષ્યમાં કોઈપણ સંઘર્ષને ટાળવા અને ધીમે ધીમે દ્વિપક્ષીય રાજકીય અને…
અભિનેત્રી કંગના રનૌત અને ચિરાગ પાસવાને રાજકારણમાં પ્રવેશતા પહેલા ફિલ્મોમાં કામ કર્યું હતું Mumbai, તા.૧ જિયો હોટસ્ટારના શો “ભોજપુરી બાવાલ” માં નિરહુઆથી લઈને આમ્રપાલી દુબે, પવન સિંહ, કાજલ રાઘવાની અને તેજ પ્રતાપ યાદવ સહિતની સેલિબ્રિટીઓ છે. દરરોજ શોમાં એક નવી સેલિબ્રિટી પ્રવેશ કરે છે, જે ઘણો વિવાદ ઉભો કરે છે. કાજલ રાઘવાનીના આરોપો, તેજ પ્રતાપના પોતાના જીવને જોખમ હોવાના દાવા સાથે, દર્શકોને ચોંકાવી દીધા. તેજ પ્રતાપ યાદવે હવે કંગના રનૌત અને ચિરાગ પાસવાનના કથિત સંબંધો પર કટાક્ષ કર્યો છે. તેમણે કોઈનું નામ લીધું નથી, પરંતુ એક સૂક્ષ્મ નિવેદન આપ્યું છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.“ભોજપુરી બાવલ” માં, તેજ પ્રતાપ યાદવ…
રામાયણ પહેલાં પણ રાજીવ ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ જેવી ઘણી ફિલ્મમાં જોવા મળ્યાં હતા Mumbai, તા.૧ નિર્માતા નમિત મલ્હોત્રાની ૪૦૦૦ કરોડના મોટા બજેટમાં બનનારી ફિલ્મ રામાયણ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને રામાયણ પાર્ટ-૧ ની કાસ્ટને લઈને અવારનવાર કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવનારા અભિનેતાની જાણકારી સામે આવી ગઈ છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીનો એક મોટો એક્ટર છે. તે કલાકાર મોટા પડદા પર માતા સીતા (એક્ટ્રેસ સાઈ પલ્લવી)ના પિતાની ભૂમિકામાં નજર આવશે. માઈથોલોજિકલ રામાયણને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો…
આ પહેલાં બાદશાહે જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને જેસીમી ગ્રેસ મસીહ સિંહ નામની એક પુત્રી છે Mumbai, તા.૧ પ્રસિદ્ધ રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રીખીના લગ્નજીવનને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો પર હવે વિરામ મુકાઈ ગયો છે. લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. સોમવારે રાત્રે બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકસરખુ સ્ટેટમેન્ટ પોસ્ટ શેર કરીને પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી.બાદશાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને ઈશા રીખીથી અલગ થવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો છે. તેમણે ચાહકો અને મીડિયાને આ…
ફરી એકવાર એઆઈ અને ડીપફેક ટેન્કોલોજીના દુરુપયોગ અંગે સવાલો ઊભા થયા Mumbai, તા.૧ બોલીવુડની જાણીતી અભિનેત્રી શાલિની પાંડેના નામે એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ‘અર્જુન રેડ્ડી’થી લોકપ્રિય બનેલી શાલિની પાંડેએ હવે આ મામલે પોતાની ચુપ્પી તોડી છે અને વાયરલ થઈ રહેલા વીડિયોને સંપૂર્ણપણે બનાવટી ગણાવ્યો છે.શાલિની પાંડેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પોતે નથી. અભિનેત્રીના જણાવ્યા મુજબ આ વીડિયો એઆઈ ટેન્કોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને ખોટી રીતે તેમના નામ સાથે જોડવામાં આવી રહ્યો છે. તેણે લોકોને આવા વીડિયો પર વિશ્વાસ ન કરવા અને તેને…
Surat,તા.01 સુરતના નાના વરાછા વિસ્તારમાં ડેટિંગ (ગે) એપ મારફતે સંપર્ક કરી 43 વર્ષીય સાઇટ સુપરવાઇઝરને મળવા બોલાવ્યા બાદ ચપ્પુ બતાવી માર મારી લૂંટ ચલાવનાર ત્રણ શખસોને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન અને 5500 રૂપિયાની રોકડ રકમ કબજે કર્યા હતા. મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના વતની અને કન્સ્ટ્રક્શન ઓફિસમાં કામ કરતા હિતેશ (નામ બદલ્યું છે)નો ચાર દિવસ અગાઉ ગે-એપ પર સંપર્ક કરી ઘનશ્યામનગર સોસાયટી ભગવતી રસવાળી ગલી ખાતે બોલાવાયા હતા. ત્યાં એક મકાનના ચોથા માળે ત્રણેય શખસોએ ચપ્પુ બતાવી માર મારીને 7 હજાર રૂપિયાનો મોબાઇલ અને 5 હજાર રૂપિયા રોકડા લૂંટી ફરાર થઈ…
Surat,તા.01 શ્રાવણ માસમાં આવતા રાંધણ છઠ અને શીતળા સાતમ સુરતીઓની વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલા તહેવારો છે, પરંતુ પેઢી બદલાતાં તેની ઉજવણીની રીત અને ભોજનની પસંદગીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. શીતળા સાતમે નવી પેઢી ઠંડો કે આગલા દિવસનો ખોરાક ઓછો પસંદ કરતી હોવાથી પરંપરા જાળવી રાખવા પરિવારો પોતાની અનુકૂળતા અને સ્વાદ પ્રમાણે મેનુમાં ફેરફાર કરી રહ્યા છે. નવી પેઢીને ભાવતી વાનગીઓના ઓર્ડર પણ વધી રહ્યા છે. નોકરી-વ્યવસાયના કારણે ઘરમાં આખો દિવસ રસોઈ બનાવવાનો સમય ન મળતો હોવાથી તૈયાર ફૂડ મંગાવવાનો ટ્રેન્ડ પણ વેગ પકડી રહ્યો છે. પરિણામે શીતળા સાતમ માત્ર પરંપરાની ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં નાના કેટરર્સ, રસોઈયા અને ઘરેથી…
Surat,તા.01 સુરતમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને લઈને પાલિકાની કાર્યવાહી હવે માત્ર કચરો ઉઠાવવા કે હોટફિક્સ યુનિટોને નોટિસ આપવા પૂરતી રહી નથી, પરંતુ આ પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં આવ્યું ક્યાંથી અને કોની સપ્લાય ચેઇન મારફતે હોટફિક્સ યુનિટો સુધી પહોંચ્યું? તેવો મોટો સવાલ ઊભો થયો છે. પાલિકાએ નાના હોટફિક્સ યુનિટોને નોટિસ આપવાની કાર્યવાહી કરી છે, જ્યારે તેમને હોટફિક્સની શીટ પહોંચાડતા હોલસેલ વેપારીઓને ટાર્ગેટ કરીને સીલિંગની કામગીરી શરૂ કરી છે.પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે હોટફિક્સમાં વપરાતું પ્લાસ્ટિક પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. પ્રાથમિક તપાસમાં પ્લાસ્ટિકની જાડાઈ આશરે 22 માઇક્રોન હોવાનું સામે આવ્યું છે અને તેના પર ગમ લગાવ્યા બાદ તેની જાડાઈ આશરે 33 માઇક્રોન સુધી…
Surat,તા.01 સુરતમાં હોટ ફિક્સ કચરાના જાહેરમાં નિકાલને લઈને ઊભા થયેલા વિવાદ અને આરોગ્ય-પર્યાવરણ સામેના જોખમ વચ્ચે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. હોટફિક્સ કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે પાલિકાના કોર્પોરેટરોને રજૂઆતો થઈ રહી છે ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં હોટફિક્સ તથા પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવતો હોવાથી તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલની જવાબદારી સંબંધિત ઉદ્યોગોની હોવા છતાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા નાના યુનિટો અને…
Vadodara,તા.01 કોમ્પ્યુટરમાં આવેલી ઝીપ ફાઇલ ઓપન કરતાની સાથે જ કેમિકલ કંપનીના કોમ્પ્યુટર તથા તેમાં લોગીન વોંટ્સએપનો એક્સેસ આરોપીઓ પાસે જતો રહ્યો હતો. તેના આધારે ફેક આઇ.ડી.વાળું વોટ્સએપ બનાવી કંપનીના એકાઉન્ટન્ટને અરજન્ટ પેમેન્ટનો મેસેજ કરીને આરોપીઓએ 60 લાખ પડાવી લીધા હતા.નિઝામપુરા શાસ્ત્રી નગરમાં રહેતા અને અમીયોદયા પેટ્રોકેમ નામની કંપની ચલાવતા ઉદય જતીનભાઇ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 19 મી ઓગસ્ટે મારી કંપનીના એકાઉન્ટન્ટ સોનલબેને પૂછ્યું હતું કે, જી.એસ.ટી. ટેક્સ ભરવાનો છે અને બીજા પેમેન્ટ કરવાના છે. જેથી, તેના માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. તેમણે 1 કરોડની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મારી ગણતરી મુજબ 35 થી…
