Author: Shri Nutan Saurashtra

અમેરિકા અને ઈરાન વચ્ચે જાહેર કરાયેલ નાજુક યુદ્ધવિરામ સંઘર્ષનો અંત નથી, પરંતુ પશ્ચિમ એશિયાના રાજકારણમાં બીજા જટિલ અને અનિશ્ચિત તબક્કાની શરૂઆત છે. પ્રગટ થતી ઘટનાઓ સ્પષ્ટ લશ્કરી વિજયનું પરિણામ નથી, પરંતુ રાજકીય દબાણ, વ્યૂહાત્મક ભૂલો અને બદલાતા વૈશ્વિક સમીકરણોનું સંયોજન છે. યુદ્ધવિરામથી ઊર્જા પુરવઠા અને વૈશ્વિક અર્થતંત્રને તાત્કાલિક રાહત મળી હશે, પરંતુ તેના ઊંડા પરિણામો એવી પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે જ્યાં ભારે લશ્કરી દબાણ છતાં ઈરાન પ્રમાણમાં મજબૂત બન્યો. આ સંઘર્ષના મૂળ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના પ્રાદેશિક પ્રભાવ અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓમાં રહેલા છે. ઇઝરાયલ તેને તેના અસ્તિત્વ માટે ખતરો માનતો હતો અને ઈરાનની પરમાણુ ક્ષમતાઓને…

Read More

Washington,તા.09 પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કાળા વાદળો અમુક અંશે વિખેરાઈ ગયાં છે. એવામાં એ સમજવું જરૂરી છે કે આખરે આ યુદ્ધમાં કયા દેશને કેટલું નુકસાન થયું અને આનાથી કોઈને કંઈ હાંસલ થયું કે નહીં… ઈરાનને કેટલું નુકસાન થયું  – સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓ અને સૈન્ય કમાન્ડરો માર્યા ગયા. – ઈરાન અને લેબનાન મળીને 3500 થી વધુના મોત, 30 હજારથી વધુ લોકો ઘાયલ થયા. – નૌકાદળ અને વાયુસેનાને ભારે નુકસાન થયું. મિસાઇલ અને ડ્રોન ક્ષમતા ઘટી. – ઈરાનના તેલ અને ગેસ ક્ષેત્રોમાં બોમ્બમારો થવાથી ભારે નુકસાન થયું. – હુમલાઓથી ઉર્જા પ્લાન્ટ્સને મોટું નુકસાન, બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું…

Read More

Israeli તા.9 ગઇકાલે ઇરાન-અમેરિકા વચ્ચે યુધ્ધ વિરામ થયા પછી ઇઝરાયેલે લેબેનોન પર હવાઇ હુમલા ચાલુ રાખ્યા છે, જેમાં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલામાં બૈરુતમાં હુમલા દરમિયાન હિઝબુલ્લા નેતા નઇમ કાસિમનો ભત્રીજો અને સેક્રેટરી હર્ષી ઠાર મરાયો હતો. ઇઝરાયેલની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ગઇકાલે બૈરુતના તલ્લેત ખયાત વિસ્તારમાં હિઝબુલ્લાના ગઉ દાહિયેહની બહાર અલી યુસુફ હર્ષીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ફૂટેજમાં દેખાડવામાં આવ્યું હતું કે આ હુમલામાં એક બહુમાળી ઇમારત આંશિક રીતે ધસી ગઇ હતી. આઇડીએફનું કહેવું છે કે, હર્ષી હિઝબુલ્લાના મહાસચિવ નઇમ કાસિમનો નજીકનો સહયોગી, ભત્રીજો અને અંગત સલાહકાર હતો. તેણે નઇમની ઓફિસ અને તેની સુરક્ષાના…

Read More

New York, તા.9 જમૈકાથી ન્યૂયોર્ક જઈ રહેલી કેરેબિયન એરલાઇન્સની એક ફ્લાઇટમાં હજારો ફૂટની ઊંચાઈ પર મુસાફરી કરી રહેલી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. વિમાન જોન એફ. કેનેડી એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એરલાઇને બાળક અને તેની માતાની ઓળખ જાહેર કર્યા વિના આ ઘટનાની પુષ્ટિ કરી છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. હવે સવાલ બાળકની નાગરિકતાનો છે. અમેરિકન કાયદા અનુસાર, દરિયાકાંઠાથી 12 માઈલ સુધીનું હવાઈ ક્ષેત્ર દેશનું ક્ષેત્ર માનવામાં આવે છે. જો જન્મ આ મર્યાદામાં થયો હોય, તો 14મા સુધારા હેઠળ બાળક આપોઆપ અમેરિકન નાગરિક ગણાશે. આના પુરાવા તરીકે…

Read More

New Delhi,તા.9 ભારતમાં ઉનાળાની શરૂઆત થતા જ શેરડીનો રસ, લસ્સી અને શરબત જેવા દેશી પીણાની માગમાં ધરખમ વધારો જોવા મળે છે. જોકે, આ વખતે બજારમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ભારતીયો હવે રિફાઈન્ડ સુગર એટલે કે પ્રોસેસ કરેલી ખાંડથી અંતર જાળવી રહ્યા છે. લોકો હવે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જાળવવા માટે ખાંડના સ્થાને કુદરતી મધનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. લોકોમાં એવી સમજ વધી છે કે ખાંડના નુકસાન સામે મધ એક સુરક્ષિત અને પૌષ્ટિક વિકલ્પ છે. ઈન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025-26માં ખાંડનો વપરાશ અગાઉના અંદાજ કરતા ઘટીને…

Read More

Maharashtra, તા.9 મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે આ વિવાદ વધુ વકરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે. આ માટે સરકારે એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ડ્રાઈવરોની ભાષા ક્ષમતાની તપાસ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં રાજ્યમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને પ્રોજેક્ટની શરૂઆત મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાંથી શરૂ કરવામાં આવી છે.…

Read More

Ahmedabad, તા.9 અમદાવાદના અસલાલીમાં આવેલ તીરૂપતી એસ્ટેટમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો છે. અહીં આવેલી નામાંકિત પાનમસાલા કંપનીના ગોડાઉનનું શટર તોડીને તસ્કરો લાખો રૂપિયાનો પાનમસાલાનો જથ્થો અને ઈન્ટરનેટના સાધનો ઉઠાવી ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે કંપનીના ગોડાઉનમાં છેલ્લા 11 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા 56 વર્ષીય મહાવીરકુમાર ભંવરલાલ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સવારે સવા છ વાગ્યે કંપનીના સબ-કોન્ટ્રાક્ટરમાં કામ કરતા કર્મચારીએ તેમને ફોન કરીને ગોડાઉનનું શટર તૂટેલું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ…

Read More

New Delhi, તા.9 દેશમાં પહેલીવાર ચાંદીના વેચાણની પ્રક્રિયાને સરળ, વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. એમએમટીસી-પીએએમપીએ ચાંદીના બાયબેક સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા ગ્રાહક તેમના જૂના ચાંદીના દાગીના, સિક્કા અને બાર સીધા આ સરકારી માલિકીની કંપનીને વેચી શકશે. તેમને બજાર દર મુજબ ચૂકવણી કરવામાં આવશે. આ સેવા હાલમાં સાત શહેરોમાં ઉપલબ્ધ છેઃ નવી દિલ્હી, કોલકાતા, ભુવનેશ્વર, ગુવાહાટી, લુધિયાણા, અમદાવાદ અને મુંબઈ પછી દેશભરમાં શરૂ કરવામાં આવશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ નવી સિસ્ટમ હેઠળ, ગ્રાહકો તેમના ચાંદીના ઉત્પાદનોને કંપનીના શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રમાં લાવશે. ચાંદીને ઓગાળવામાં આવશે અને એક્સ-રે ફ્લોરોસેન્સ…

Read More

New Delhi, તા.9 ભારતે વર્ષ 2028માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન COP33ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. વર્ષ 2023માં દુબઈ ખાતે યોજાયેલ COP28 દરમિયાન પીએમ મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત 2028માં COP33ની યજમાની કરવા ઈચ્છે છે. તે સમયે પીએમ મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વને રેખાંકિત કર્યું હતું. જોકે, હવે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો…

Read More

Jammu and Kashmir તા.9 જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં બસ સ્ટેન્ડમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 7 બસો બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ જમ્મુ કાશ્મીર જીલ્લાના મેઈન બસ સ્ટેન્ડ પર ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. 6 બસો પૂરેપુરી આગની લપટોમાં ઘેરાઈ ગઈ હતી. બાદમાં આગ બુઝાવવાનું કામ તરત શરૂ કરી દેવાયું હતું અને અનેક કલાકોની કોશીષ બાદ સફળતાથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગના આ બનાવમાં કુલ 7 બસો ક્ષતિગ્રસ્ત બની હતી. આ બનાવમાં…

Read More