Author: Shri Nutan Saurashtra

Veraval, તા.9 વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રીના હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રક જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચર નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર માતા-પુત્ર મોપેડ નંબર જી.જે. 32 એ.સી. 7701 ઉપર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રક તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર…

Read More

Veraval, એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ના પો. હેડ કોન્સ. સુનિલભાઇ સોલંકી તથા પો. કોન્સ. અશોકભાઇ મોરી ના હયુમન સોર્સીસ આધારે પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.-830/26 પ્રોહી. એક્ટ કલમ 65(ઇ), 81, 98(2) મુજબના ગુન્હાના  મા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ઉ વર્ષ 54  ને ગુન્હાના પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Read More

Veraval સોમનાથ -પ્રભાસ પાટણના પોલીસ સ્ટેશનનો આજ રોજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે વણારકા એ ચાર્જ સંભાળ્યો. 2021 ની બેચના તેઓ ગાંધીનગર જીલ્લા ખાતે પ્રોબેશનલ નિમાયા બાદ ગીર -સોમનાથ અને કોડીનાર ખાતે યશસ્વી ફરજો બજાવી અનડિટેકટ ફેટલ એક્સીડન્ટની ડેડબોડીની તથા આરોપીની ઓળખ મેળવી સફળતાપૂર્વક કેસ  ઉકેલ્યો. સોમનાથ મહાદેવના દર્શન કરી તથા સ્ટાફ અને શહેર વિશે જાણકારી મેળવી કાર્ય આરંભ કર્યો. સૌએ તેમને આવકાર આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી

Read More

Bhavnagar, તા.9 ભાવનગર શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા ઉં.વ.34 નામના યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી હતી. કેટરીંગના ધંધાર્થી મેહુલભાઈ માંડલીયા શહેરના એરપોર્ટ રોડ અજયવાડી નજીક તેઓનું ગોડાઊન આવેલ હતું. જ્યાં ગળાફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જે બનાવમાં ચુવકને પી.એમ. અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  મનનાર યુવા ને વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા મંગળભાઈ બાબુભાઈ મકવાણા અને તેમના પત્ની ભારતીબેન પોતાનું સ્કૂટર લઈ જતા હતા ત્યારે રૂવાપરી રોડ યોગેશ્વર મંદિર…

Read More

Bhavnagar તા.9 અક્ષરબ્રહ્મનાં ઓવરણા અને ભાવનગર મંદિર દ્વિ દશાબ્દિ મહોત્સવ ઉપક્રમે ચાલી રહેલી સત્સંગ શ્રેણીમાં આજે ’યુવા દિન’ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આજનાં યુવાનો એક્ટરો અને ક્રિકેટરો પાછળ ગાંડા થયા છે, તેનો કોઈ પ્રશ્ન નથી પણ એટલી જ પ્રતીતિ ભગવાન પ્રત્યે થઇ જાય તો યુવાનોનું જીવન અને તેનું ચારીત્ર્ય શુદ્ધ થશે કારણ કે આ પૃથ્વીનાં દરેક જીવનું સર્જન ભગવાને જ કરેલું છે. તેથી ઈશ્વરમાં જેટલી પ્રતીતિ અને શ્રદ્ધા વિશ્વાસ હશે તેટલું યુવાનોનું જીવન ગેરમાર્ગે દોરાતા અટકાશે. આજની સવારની સભા દરમ્યાન યુવાનોએ પોતાની કૌશલ્યતા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ સમક્ષ રજુ કરી સ્વામીશ્રીનો રાજીપો…

Read More

Bhavnagar, તા.9 ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતા એક ખેડૂત આઘેડ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ભાગીદારીમાં ચાલતા હીરાના કારખાનાનો હિસાબ માંગવા જેવી સામાન્ય બાબતે ગામના જ એક શખ્સે આઘેડને માર મારી ઈજા પહોંચાડયા ની પોલીસ ફરિયાદ નોંધાય છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા ઉ.વ. 50 એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દીકરા યોગેશે બે વર્ષ પહેલા ગામના જ ભાવેશ બટુકભાઈ ડાભી નામના યુવક પાસેથી 20 હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા. આ ઉપરાંત રાજુભાઈએ ભાવેશ સાથે ભાગીદારીમાં હીરાનું કારખાનું પણ શરૂ કર્યું હતું.…

Read More

Mumbai,તા.09 કોમેડિયન સમય રૈના અને ‘શક્તિમાન’ ફેમ મુકેશ ખન્ના વચ્ચેનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. સમય રૈનાએ લાંબા સમય બાદ યુટ્યુબ પર કમબેક કર્યું છે અને એક વીડિયોમાં ઈન્ડિયાઝ ગોટ લેટન્ટની કોન્ટ્રોવર્સી અને મુકેશ ખન્નાનો મજાક ઉડાવ્યો હતો. સમય રૈનાએ ભૂતકાળની ઘટનાઓને યાદ કરતા કહ્યું હતું કે શક્તિમાન જેવી વ્યક્તિઓ મને બાળકો પર કોન્ટેન્ટની અસર વિશે પૂછે છે, જ્યારે શક્તિમાન જોઈને જ બાળકો બિલ્ડિંગ પરથી કૂદતા હતા. સમયના આ કટાક્ષથી મુકેશ ખન્ના ભડક્યાં છે અને તેમણે સોશિયલ મીડિયા પર સમય રૈના વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો છે.મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આકરી ભાષામાં પોસ્ટ લખીને સમય રૈના પર નિશાન સાધ્યું છે. તેમણે…

Read More

Mumbai,તા.09 અનિત પડ્ડા ‘શક્તિ શાલિની ‘ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે એક સામાન્ય યુવતીની સાથે સાથે બદલો લેવાની ઈચ્છા ધરાવતી એક આત્માની ભૂમિકામાં પણ જોવા મળશે તેમ કહેવાય છે.  હાલ આ ફિલ્મનું શૂટિંગ પશ્ચિમ બંગાળના  માઢ દ્વીપમાં એક વિશાળ સેટ પર થઇ રહ્યું છે. આ શૂટિંગ પછી ફિલ્મની ટીમ મધ્ય પ્રદેશનાં કેટલાંક લોકેશન પર શૂટિંગ કરશે.  આ ફિલ્મની વાર્તામાં કેટલીક બંગાળી લોકકથાઓનો આધાર લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં વિશાલ જેઠવા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.

Read More

Mumbai,તા.09 અલ્લુ અર્જુન તથા દીપિકા પદુકોણની ફિલ્મને અત્યાર સુધી ‘એએ૨૨એક્સ એસિક્સ’ એવું કામચલાઉ ટાઈટલ અપાયું હતું. પરંતુ, હવે  ફિલ્મ સર્જક એટલીએ રીલિઝ કરેલાં પોસ્ટર અનુસાર  ફિલ્મ માટે ‘રાકા’ ટાઈટલ નક્કી કરાયું છે. અલ્લુ અર્જુનના જન્મદિવસે એટલીએ તેને ભેડિયાના લૂકમાં દર્શાવતું પોસ્ટર રીલિઝ કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં હોવાનું કહેવાય  છે.  એટલીએ દાવો કર્યો હતો કે તે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માટે ૧૮ વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. હવે આટલાં વર્ષે તેનું શમણું સાકાર થયું છે.

Read More

Mumbai,તા.09 નિર્માતા આનંદ એલ રાય ‘તેરે ઈશ્ક મેં ‘ પછી ફરી ધનુષ અને ક્રિતી સેનનની જોડી રીપિટ કરવાના છે. તેઓ આ બંને કલાકારો સાથે એક રોમાન્ટિક  ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. કહેવાય છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પરની લવ સ્ટોરી હશે. ધનુષ અને ક્રિતી બંને સ્ક્રિપ્ટ વાંચી ચૂક્યાં છે અને બંનેને તે પસંદ પડી છે. પ્રિ પ્રોડક્શન બાદ આ વર્ષનના અંતથી શૂટિંગ શરુ  થવાની શક્યતા છે. ક્રિતી અને ધનુષની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ બોક્સ ઓફિસ પર સફળ ગણાવાઈ હતી. જોકે, તેમાં આનંદ એલ રાય ‘રાંઝણા’ કે ‘તનુ વેડ્સ મનુ’  જેવો ચમત્કાર સર્જી શક્યા ન હતા.

Read More