- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
New Delhi,તા.09 એપ્રિલ મહિના સામાન્ય રીતે ગરમી પડતી હોય છે પણ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં પર્વતો પર હિમવર્ષા અને સતત વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે ગુરુવારે પણ ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆના નાથટોપમાં હિમવર્ષા થઈ હતી. હિમકોટી નજીક પથ્થરો પડવાના કારણે અર્ધકુમારીથી ભવન સુધીની વૈષ્ણોદેવી યાત્રા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. બે દિવસ બંધ રહ્યા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાંજે 6…
Tehran, તા.9 મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે 40 દિવસે યુધ્ધવિરામ જાહેર થયાના કલાકોમાં જ ફરી તનાવ સર્જાવા સાથે તે ટકી શકવા વિશે આશંકા હોય તેમ લેબેનોન પર ઇઝરાયેલના સૌથી ભયાનક હુમલા થતાં ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી દીધું છે. અગાઉ પ્રતિ બેરલ એક ડોલરનો ટોલ વસુલીને જ્હાજોને પરિવહનની છૂટ્ટ આપવાનું જાહેર કર્યું હતું. અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ જાહેર થયા બાદ ઇઝરાયેલે તૂર્ત એલાન કર્યું હતું કે આ સમજુતીમાં લેબેનોન સામેલ નથી અને તેના પર હુમલા ચાલુ જ રહેશે. આ જાહેરાતના કલાકો બાદ ઇઝરાયેલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો હતો જેને પગલે વિફરેલા ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી…
Washington, તા.9 અમેરિકાના સાંસદ ટીમ બુસ્પેટ એવો દાવો કર્યો છે કે, એલિયનનું અસ્તિત્વ છે અને એલિયન પૃથ્વી પર પણ આવ્યા હતા એટલું જ નહીં માનવીઓ સાથે સંપર્ક પણ કર્યો હતો. અમેરિકામાં છેલ્લા કેટલાંક વર્ષોથી યુએફઓ તથા તેને લગતા ઘટનાક્રમોમાં રસ વધ્યો છે. સરકાર દ્વારા ખાસ વિભાગ શરૂ કરીને અવકાશમાં દેખાતા રહસ્યમય પદાર્થો વિશે જાણ કરવા પાયલોટો સહિતના વર્ગોને સુચવાયું છે. તેઓ દ્વારા ચોક્કસ સમય, સ્થળ, તારીખ અને મીટીંગ વિશે જાણ કરવામાં આવે જ છે. પૂર્વ પ્રમુખોને તેનાથી અવગત કરવામાં આવેલા જ છે. તેઓએ કહ્યું કે એલિયનથી માનવજાતને કોઇ જોખમ હોવાની સંભાવના દેખાઇ નથી. પરગ્રહવાસી (એલિયન)નું અસ્તિત્વ છે જ. આંખના પલકારામાં…
Washingtonતા.9 ઈવીમાં આપણે એવી બેટરીઓનો ઉપયોગ કરીએ છીએ જે રાસાયણીક પ્રતિક્રિયાઓ પર નિર્ભર રહે છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી `કવાન્ટમ બેટરી’ બેટરીનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે, જે રસાયણોના બદલે પ્રકાશ અને કવાન્ટમ મિકેનિકસના સિદ્ધાંતો પર કામ કરે છે. ટેકનીક સામાન્ય ઉપયોગ સુધી આવશે તો ઈલેકટ્રીક કારો રસ્તા પર ચાલતા-ચાલતા કે પાર્કીંગમાં ઉભા-ઉભા લેસર કે ઈલેકટ્રોમેગ્નેટીક રેડીએશનથી ચાર્જ થઈ શકશે. લેસરથી તરત `ઓવર-ધી-યર ચાર્જીંગઃ સંશોધકોએ એક માઈક્રો-કેવિટીનો ઉપયોગ કરીને ફોટોન (પ્રકાશના કણો)ને કેદ કરી લીધા. આ બેટરીને ચાર્જ કરવા માટે પ્લગ કે ગ્રિડની જરૂરત નહીં રહે.તેને લેસર બીમથી દૂરથી જ ઓવર-ધી-એર વાયરલેસ ચાર્જ કરી શકાશે. જેટલો મોટો આકાર…
Washington,તા.09 અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના મોટાપાયે હુમલામાં યુદ્ધ વિરામના હજુ 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં આવતીકાલથી શરૂ થનારી શાંતિ વાટાઘાટો પુર્વે જ ઈઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લા પર ભારે હુમલા ચાલુ રહેતા ઈરાને જો આ હુમલા જો ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામમાંથી બહાર થઈ જશે તેવી ચેતવણી આપી છે તો બીજી તરફ ઈરાન સાથે જે 10 મુદાઓ પર યુદ્ધ વિરામ થયુ છે તેવા અમેરિકી અખબારોના દાવાને બોગસ ગણાવી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યા છે. ઈરાને જાહેર કર્યુ છે કે આ યુદ્ધનો અંત નથી અને લેબનાન પર હુમલા ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામ ફગાવતા ખચાકાશે નહી. ઈરાને જાહેર કર્યુ કે, ઈઝરાયેલના…
Washington, તા.9 ઇરાન પર આક્રમણ અને જે રીતે તેને ઇસુ ખ્રિસ્ત સાથે સંકળાવવા અમેરિકાએ કોશીશ કરી તેનાથી પોપ લીયો XIV ટ્રમ્પથી ખુબ ખફા છે અને તેઓ જયાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી આ દેશની મુલાકાત લેશે નહીં. વેટીકન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી છે ખાસ કરીને પોપના દુત અને પેન્ટાગોન વચ્ચે વોશિંગ્ટનમાં જે ગુપ્ત મુલાકાત થઇ તે પછી અમેરિકાના સર્વોચ્ચ ખ્રિસ્તી ધર્મગુરૂ કાર્ડીનલ ક્રિસ્ટોફરને તુર્ત જ વેટીકન બોલાવાયા હતા અને જે રીતે અમેરિકાએ ઇરાન પરના આક્રમણને ઇસુ ખ્રિસ્ત સાથે સાંકળી લીધુ તેનાથી પોપ ગુસ્સામાં છે
Israel તા.9 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામમાં પોતાનો લાભ જોતા પાકિસ્તાન આવતીકાલે યોજાનારી શાંતિવાર્તા માટે થનગની રહ્યું છે તે સમયે ઈઝરાયેલે શાંતિવાર્તામાં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાનનો ભરોસો કરી શકાય નહી. ઈઝરાયેલની સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ભારત ખાતેના ઈઝરાયેલના રાજદૂત રૂવેન અજાર એ જણાવ્યું કે અમે પાકિસ્તાનને એક વિશ્વસનીય ખેલાડી તરીકે જોતા નથી. અમને એવું લાગે છે કે અમેરિકાને પોતાના કારણોથી મધ્યસ્થી માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલના રાજદૂતે લેબનાન પર ચાલી રહેલા હવાઈ હુમલાનો પણ બચાવ કરતા કહ્યું કે અમારો હેતુ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાના આતંકવાદને ખત્મ કરવાનો છે અને તેને ઈરાન સાથેના ઓપરેશનમાં કંઈ…
New Delhi,તા.9 આમ આદમી પાર્ટીથી અલગ પડેલા રાજયસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હવે પોતાના નવા રાજકીય પક્ષની રચના કરવાનો સંકેત આપ્યો છે. `આપ’ના વડા કેજરીવાલ અને ચઢ્ઢા વચ્ચે મતભેદ બાદ તેમને રાજયસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતા પદેથી દુર કરાયા હતા. તે સમયે ચઢ્ઢાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ છે જેમાં તેમને નવા રાજકીય પક્ષની રચનાના એક મુદાને રસપ્રદ વિચાર ગણાવ્યો છે અને ઈન્સ્ટાગ્રામમાં તેને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા પોતાના પીઆર વર્કને આગળ વધારી રહ્યા છે. બીજી તરફ દિલ્હીમાં તેમના નિવાસે બોલીવુડના અભિનેતા સંજયદત સાથેની તેમની મુલાકાત પણ ચર્ચામાં છે. હાલ સુપરહીટ જઈ રહેલી આ ફિલ્મની રાઘવ ચઢ્ઢાએ…
Patna તા.9 બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર આવતીકાલે રાજયસભાના સભ્યપદે શપથ લેનાર છે અને અચાનક જ ફેરવાયેલા કાર્યક્રમ મુજબ તેઓ એકલા જ કાલે શપથ લેશે. અગાઉ એવુ નિશ્ચિત થયુ હતું કે તા.16ના રોજ બિહારમાંથી ચુંટાયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન સહિત તમામ પાંચ એનડીએ નેતાઓ સાથે જ શપથ લેશે. પરંતુ હવે નિતીશકુમાર એકલા જ સાથે શપથ લઈ રહ્યા છે અને તે પહેલા તેઓએ જનતાદળ યુ ના નેતાઓ સાથે બેઠક પણ યોજશે અને બાદમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને પણ મળનાર છે. નિતીશકુમાર બિહારના મુખ્યમંત્રીપદેથી કયારે રાજીનામુ આપે છે તેના પર નજર છે અને જેમ તેમની શપથવિધિ વહેલી કરાઈ રહી છે તે જોતા…
Veravalતા.9 વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના મુજબ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંઘવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. અરવિદભાઇ જાની, પો. કોન્સ. ધવજયભાઇ રામ, ઝણકાંટ સહિતનાએ હયમુન સોસીસ ના આધારે વેરાવળ પોલીસમાં એનડીપીએસ એકટની કલમ 8(સી), 22(સી), 29ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધવશાલ અશોકભાઇ ભેંસાણીયા ઉ.વ.28, રહે. દામનગર, કોળીવાડા, શાકમાર્કેટ પાસે, તા.લાઠી, જી.અમરેલી ને એલ.સી.બી. બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
