- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
બે મહિના પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી રાજકુમાર મંડલે કમલેશ રામને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો’તો Rajkot તા.૫ઃ શાપર(વેં)માં તળાવ કાંઠેથી સપ્તાહ પૂર્વે મળી આવેલા મૃતદેહ મામલે મોટા ખુલાસા થયાં છે. પરપ્રાંતિય શ્રમિકના ગળાના ભાગે તિક્ષણ હથિયાર ફેરવી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાયાની બ્લાઇન્ડ કેસમાં પોલીસને ફક્ત એક હત્યા બાદ પોતાના મિત્રને ’મૈને ઉસકો માર ડાલા’ તેવી કબૂલાત આપી હોય પોલીસે તે શખ્સને ઉઠાવી આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો શાપરમાં રામદેવનગર મફતીયાપરામાં રહેતા અંજુકુમારી કમલેશકુમાર રામ (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મટન લેવા માટે જવાનું કહીને ઓરડીએથી બહાર…
Rajkot તા.૫ઃ કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમાંથી લાખોની મતા ઉઠાવી જનાર રીઢો તસ્કર છ વર્ષે ઝડપાયો છે. દાહોદના જેશાવાડા ગામે ફાયરિંગ કરી હત્યા નીપજાવ્યા બાદ અમરા મીનામાએ કોટડાસાંગાણીમાં ચોરીને અંજામ આપ્યો હતો. બંને ગુના આચર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા શખ્સને રાજકોટ રૂરલ એલસીબી ટીમે ગોંડલ નજીકથી દબોચ્યો હતો. દાહોદ જિલ્લાના જેશાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન, રાયોટીંગ તેમજ આર્મ્સ એક્ટના ગુનામાં સાત વર્ષથી અને કોટડા સાંગાણી પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છ વર્ષથી ફરાર એમ કુલ બે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપી અમરા છત્રસિંહ ઉર્ફે ઇકાભાઇ મીનામા (દાહોદ) ને એલસીબીની ટીમે ગોંડલ કોટડા સાંગાણી રોડ ધારેશ્વર ચોકડી નજીકથી ઝડપી લઇ ગોંડલ…
૫૨૮ બોટલ દારૂ, કાર મળી રૂ.૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે, સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ Rajkot તા.૫ઃ પીસીબી દ્વારા બુટલેગરોની કમર તોડી નાખવા સપાટો બોલાવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં રાજકોટ- ચોટીલા ધોરીમાર્ગ પર આવેલ માલિયાસણ ગામ નજીક કારમાંથી રૂપિયા ૧.૩૯લાખ ની કિંમતની ૫૨૮ બોટલ દારૂ સાથે સુનિલ સોલંકી અને સાગર મકવાણાની ધરપકડ કરી દારૂ અને વાહન મળી ૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરમાં આવતા વિદેશી દારૂ બંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર દ્વારા આપેલી સુચના ને પગલે પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન…
પાડોશી પરિવારો એકબીજા પર પાઇપ, ઈંટ, વજનિયા વડે તૂટી પડ્યા પાંચ મહિલા સહીત ૧૨ શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો નોંધ્યો Rajkot તા.૫ઃ શહેરના બાબરીયા કોલોની નજીક બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. પાડોશી પરિવારો એકબીજા પર પાઇપ, ઈંટ વડે તૂટી પડતા પાંચ લોકો ઘવાયા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે પાંચ મહિલા સહીત ૧૨ શખ્સો સામે સામસામે ગુનો નોંધ્યો હતો. બાબરીયા કોલોની શેરી નં.-૧ પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાન પારસભાઈ રમેશભાઈ ડાભીએ આરોપી તરીકે પાડોશમાં જ રહેતા હરેશ પુંજા સમેશા, પુંજા લાલુ સમેશા, પારસ પુંજા સમેશા, રવિ ચંદુ સમેશા, કિશન પુંજા સમેશા, કેસરબેન પુંજા સમેશા, શોભનાબેન વિજય વાજેલીયાનું…
ક્રાઇમ બ્રાન્ચે દારૂ, કાર મળી રૂ. ૫.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, ચાલકની શોધ Rajkot તા.૫ઃ શહેરના રૈયા રોડ પર ખોડીયાર હોટલ પાછળ અલ્કાપુરી સોસાયટીના ખૂણેથી દારૂ ભરેલી સ્વિફટ કાર મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારમાંથી રૂપિયા ૨.૫૨ લાખનો ૧,૦૩૬ બોટલ દારૂનો જથ્થો અને કાર સહિત રૂપિયા ૫.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી કાર અહીં રેઢી મૂકી નાસી જનાર બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.રૈયા રોડ પર ખોડિયાર હોટલ પાછળ અલકાપુરી શેરી નંબર ૧/૧૨ના ખૂણે અંકલેશ્વર મહાદેવ મંદિરના ગેટ પાસેથી રેઢી પડેલી સ્વિફટ કાર નંબર જીજે ૧ ડબલ્યુડી ૮૨૯૪ માં તપાસ કરતા અંદરથી દારૂનો જથ્થો મળી…
Rajkot તા.૫ઃ શહેરના મોરબી રોડ જકાતનાકા નજીકથી વૃધ્ધ દંપતીને રીક્ષામાં બેસાડી રૂ.૮૪ હજારની રોકડ સેરવી લેનારી રીક્ષા ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. દસ મહિનાથી ફરાર મૂળ મોરબીના શખ્સને દબોચી બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપી શૈલેષ કાળુભાઈ સલાટ (ઉ.વ. ૩૫ રહે. હાલ ભાવનગર રોડ ત્રંબા આર.કે. યુનિવર્સિટી રોડ પાસે ઝૂંપડામાં, મૂળ, મોરબી)ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે, મોરબી રોડ જકાતનાકા પાસેથી વૃધ્ધ દંપતીને રીક્ષામાં બેસાડી તેમની પાસેથી રૂ.૮૪ હજાર રોકડ સેરવી લેવામાં આવી હતી. જે અંગે બી ડિવિઝનમાં ફરિયાદ થઇ હતી. જે તે સમયે બે આરોપીઓની ધરપકડ…
બકરા ચરાવવા મુદ્દે કાર અને બાઈકમાં ધસી આવેલા શખ્સો પાઇપ-લાકડી વડે પરીવારના સભ્યો પર તૂટી પડ્યા Rajkot તા.૫ઃ Rajkotની ભાગોળે આવેલ સડક પીપળીયા ગામની સીમમાં મોડી રાત્રે ફિલ્મી ઢબે કારમાં ધસી આવેલા શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ત્રણ લોકો પર લાકડી અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ખેતરમાં બકરા ચરાવવા મામલે ધસી આવેલા શખ્સો પશુપાલક પરીવારના સભ્યો પર તૂટી પડ્યો હતો. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કોશિશ, રાયોટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. મૂળ સાવરકુંડલાના વતની અને હાલ ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં રહેતી ૨૧ વર્ષીય પરિણીતા મમતાબેન ગોપાલભાઈ સોલંકીએ આરોપી તરીકે ધ્રુવરાજ અને સમીર…
પોલિસની તપાસમાં આરોપીઓની સંખ્યા બમણી થઇ, ગુજસીટોકમાં સંડોવાયેલા શાહનવાજ સહીત પાંચની શોધખોળ Rajkot તા.૫ઃ જંગલેશ્વરના ખ્વાજા ચોક નજીક ગત સપ્તાહના અંતમાં પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં ૫૬ વર્ષીય પ્રૌઢ રીક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઈબ્રાહીમભાઈ લોધીની પાઇપના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. જે ગુનામાં પ્રાથમિક તબક્કે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ પોલીસે કાવતરાખોર મહિલાની ધરપકડ કરી છે. જયારે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ શખ્સ સહીત વધુ પાંચની શોધખોળ યથાવત રાખી છે. જંગલેશ્વરમાં આવેલા ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે સ્થિત પાનની દુકાન પાસે બે દિવસ પહેલા રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઈ લોધી…
સણોસરાના ખેડૂતને તબેલો બનાવવા ૨૦ લાખનું ધિરાણ આપી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો ખેડૂતે વ્યાજ સહીતની રકમની ચૂકવી દેવા છતાં દસ્તાવેજ રદ્દ કરવા વધુ એક કરોડની માંગણી કરી, હથિયાર બતાવી ધમકી આપી Rajkot તા.૫ઃ Rajkot સહીત રાજ્યભરના જરૂરિયાતમંદ ખેડૂતોને ધિરાણના નામે ફસાવી કમ્મરતોડ વ્યાજ વસુલી જમીન પડાવી લેતા અલ્પેશ દોંગા વિરુદ્ધ વધુ શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સણોસરાના ખેડૂતને ધિરાણ આપી કરોડોની જમીનનો દસ્તાવેજ કરાવી દસ્તાવેજ રદ્દ કરવા ખેડૂતને હથિયાર બતાવી ખૂનની ધમકી આપવા મામલે ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ દોંગા અને તેના બે ઈન્વેસ્ટરો જીતેન્દ્ર મનસુખભાઇ નશીત અને હરેશ અજાણી સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસની તપાસમાં અલ્પેશ દોંગાની…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ઃ Morbiના ટીંબડી ગામના પાટિયા પાસે બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને ૧૦૮ ટીમે સમયસર પહોંચી બચાવી લીધું હતું બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે ૧૦૮ ટીમ સમયસર પહોંચી જતા બાળકનો જીવ બચી ગયો છે અને હાલ સારવાર આપવામાં આવી રહી છે મોરબીના નવી ટીંબડી ગામ નજીક બાવળની ઝાડીમાં નવજાત શિશુને કોઈ ત્યજી ગયું હોવાની માહિતી મળતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નવી ટીંબડી ગામના પાટિયાથી ૧૦૦ મીટર અંદર બાવળની ઝાડીમાં ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું હતું ત્યજી દેવાયેલ બાળક ૫ કે ૬ દિવસનો છોકરો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે…
