- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
ત્રણેક દિવસ પહેલા અરજણસુખ-તોરી ગામ વચ્ચે સિંહણે વનકર્મી સહિત પાંચ લોકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૫ઃ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં બે દિવસ પહેલા આતંક મચાવનાર અને વનકર્મી સહિત પાંચ લોકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરનાર હુમલાખોર સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતાં વનવિભાગમાં ચકચાર મચી જવા પામેલ છે. આ સિંહણને પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા હાથ ધરાયેલા મેગા ઓપરેશન બાદ તેને સારવાર અર્થે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ગત રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવમાં મળતી વિગતો મુજબ વડિયા પંથકમાં અરજણસુખ અને તોરી ગામ…
(કિરીટ જોટવા દ્વારા) Vadiya Vadiya કુંકાવાવ તાલુકામાં ગેરકાનૂની પ્રવુતિઓ જાણે મન મૂકીને ખીલી હોય તેમ વડિયા કુંકાવાવ તાલુકાના કુંકાવાવ મોટી ગામેથી અમરેલી એલસીબીએ બાતમીના આધારે ઇંગલિશ દારૂ ઝડપ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ દેરડી કુંભાજી ગામ તરફથી કુંકાવાવ તરફ આવતી એક સ્વીફ્ટ કારમાં ઇંગલિશ દારૂની વહન થાય છે તેવી બાતમી અમરેલી એલસીબી ને મળતા તેમને વોચ ગોઠવી કારને રોકાવતા તે કાર વાળી ભાગતા તેનો પીછો કરી ઝડપી પડતા તે સ્વીફ્ટ કાર માંથી ૩૪૬ નંગ ઇંગલિશ દારૂની બોટલ જેની કિંમત ૧૮૩૨૮૪/-થવા જાય છે. આ સાથે એક મોબાઈલ અને સ્વીફ્ટ કાર મળી કુલ ૪,૯૩,૨૮૪/- નો મુદ્દામાલ ઝડપ્યો છે. અને વડિયા પોલીસ સ્ટેશન…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૫ઃ જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસે દારૂના ચાર અલગ-અલગ બનાવમાં ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. સીટી બી ડિવિઝન પોલીસે મધુરમ રેસિડેન્સી, રોનીત એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ પરથી ખોડીયાર કોલોનીના રમેશભાઈ ખીમાનંદભાઈ ગોજીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી પ્લાસ્ટિકની બોટલમાં આશરે ૪૦૦ મિલીલીટર લાલ રંગનું ભારતીય બનાવટનું વિદેશી દારૂનું પીણું, કિંમત રૂ.૬૦૦, મળી આવ્યું હતું. આ ઉપરાંત પુનીતનગર શેરી નં.૨, ખોડીયાર માતાજીના મંદિર સામે જાહેર રોડ પરથી રામવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ નીરુભા ચાવડાને અંગ્રેજી દારૂના એક ચપલાં, કિંમત રૂ.૩૦૦, સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. લાલપુર પોલીસે…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૫ઃ Amreli જિલ્લાના તમામ તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના પરિવારજનો, શહીદ સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતોનું સંમેલન જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અમરેલી ખાતે યોજાયું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ દ્વારા આયોજિત પૂર્વ સૈનિક સંમેલનમાં સાંસદ ભરતભાઈ સુતરિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરત સુતરિયાએ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘‘દેશના એક નાગરિક તરીકે હું શાંતિથી ઊંઘી શકું છું તેનું કારણ સરહદ પર દેશની સુરક્ષા માટે…
એલસીબીએ ૮ ચોરાઉ મોટરસાઇકલ કબજે કરી ૮ ગુનાનો ભેદ ઉકેલ્યો (નયના દવે દ્વારા) Jamnagar તા.૫ઃ જામનગર જિલ્લામાં મિલકત સંબંધિત વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એલસીબીએ વાહનચોરીના આઠ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે કુલ રૂ.૨ લાખની કિંમતની આઠ મોટરસાઇકલ કબજે કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીની સૂચનાથી પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે માનવબાતમી અને ટેકનિકલ સેલની મદદથી તપાસ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ઃ Morbiમાં પીજીવીસીએલ તંત્રની અણધડ નીતિને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જાહેરાત કરીને કલાકોના વીજકાપ ઝીકી મેન્ટેનન્સ કામગીરી કર્યા છતાં ગમે ત્યારે વીજળી જતી રહે છે તો મોરબીના ઉમા ટાઉનશીપમાં તો કોઈપણ જાતની પૂર્વ સુચના વગર ગત રાત્રીના અને બાદમાં આજે સવારથી બપોર સુધી વીજકાપ ઝીકી દેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા ભાદરવાનો આકરો તાપ તપી રહ્યો છે અને અસહ્ય ગરમીથી નાગરિકો આમ પણ પરેશાન છે ત્યારે પીજીવીસીએલ તંત્ર નાગરિકોને સતત વીજળી પૂરી પાડવાને બદલે ચોમાસામાં બાકી રહી ગયેલી ઝાડવા કાપવાની કામગીરી કરી રહ્યું છે રાત્રીના કલાક જેટલો સમય વીજળી જતી રહેતા વડીલો, વૃદ્ધો અને…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ઃ Morbi સહીત ગુજરાતના ખેડૂતોના પ્રશ્ને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. ૨૨ ઓક્ટોબરના રોજ મોરબીમાં ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા સહિતના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ખેડૂત મહાસભા અંગે માહિતી આપી હતી પત્રકાર પરિષદમાં લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે ચાર માસથી મોરબી અને સૌરાષ્ટ્રના ખેડૂતો વીજ કંપનીની દાદાગીરી સામે લડત ચલાવી રહ્યા છે તંત્ર પોલીસની મદદથી ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે કામગીરી કરી રહ્યું છે ખેડૂતોની જમીનમાં બળજબરીથી વીજપોલ નાખવાની કામગીરી થઇ રહી છે માત્ર મોરબી જ નહિ સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ઃ રવાપર નદી ગામ નજીક આવેલ ફેકટરીમાં ગળેફાંસો ખાઈ ૧૯ વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલ હોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને કામ કરતા છાયમભાઈ અબ્દુલરહેમાન બીસ્તી (ઉ.વ.૧૯) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૫ઃ પીપળી ગામની સીમમાં કારખાના માટે હાર્ડવેર વસ્તુ લેવા માટે મહેન્દ્રનગર ચોકડી તરફ જતી વખતે પીપળી ગામની સીમ પાસે બાઈક રોડ સાઈડમાં ઉભું રાખ્યું હતું ત્યારે અજાણ્યા વાહનચાલકે રોડ સાઈડમાં ઉભેલા પૌઢને ટક્કર મારી મોત નીપજાવી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે Morbi કેનાલ રોડ પાટીદાર પેલેસમાં રહેતા મિત દિનેશચંદ્ર કાનાણીએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ રાત્રીના ૧૧ ૪૫ વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા દિનેશચંદ્ર કાનાણી અને જતીનભાઈ બંને બાઈક જીજે ૩૬ જે ૨૯૪૯ લઈને જતા હતા ઈલોક્ષ…
Ahmedabad,તા.૫ Ahmedabadમાં વધતા ટ્રાફિકને હળવો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસપી રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક મનપાના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન સર્વિસ રોડ પર આવેલા કુલ ૩૧ કાચા-પાકા અને કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા નજીક એસપી રિંગ રોડના સર્વિસ રોડ પર લાંબા સમયથી ખાણીપીણીની લારીઓ સહિત વિવિધ પ્રકારના નાના-મોટા કોમર્શિયલ બાંધકામો ઊભા થઈ ગયા હતા. આ દબાણોને કારણે સર્વિસ રોડનો ઉપયોગ મુશ્કેલ બન્યો હતો અને મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિકનું ભારણ વધતું હતું.આ…
