- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Delhi, તા.૬ શાંત સવાર અચાનક એક કાન ફાડી નાખે તેવા ધડાકા સાથે સ્મશાનવત શાંતિમાં ફેરવાઈ ગઈ. પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરિયામાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓંડો ર્(ંહર્ઙ્ઘ) રાજ્યમાં નાઇજીરિયન વાયુસેનાનું એક સૈન્ય વિમાન અનિયંત્રિત થઈને જમીનદોસ્ત થયું છે. આ ભયાનક વિમાન હોનારતમાં સવાર તમામ ૩૨ લોકોના મોત થયા હોવાની આશંકા છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું હોવાની સંભાવના નહિવત્ છે.આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ ૩૨ લોકો સવાર હતા, જેમાં ૨૫ સામાન્ય મુસાફરો અને ૭ સૈન્ય ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. નાઇજીરિયાના પ્રમુખ બોલા અહમદ ટિનુબુએ આ ભયાનક અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે…
Mumbai, તા.૬ સંજય લીલા ભણશાળી તેમની અભેરાઈ પર ચઢાવી દીધેલી ફિલ્મ ‘ઈન્શાલ્લાહ’ રિવાઈવ કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં તેઓ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલને કાસ્ટ કરવાના હોવાની ચર્ચા છે.સંજય લીલા ભણશાળીએ ૨૦૧૯માં ‘ઇન્શાલ્લાહ ‘ફિલ્મની જાહેરાત કરી હતી એ સમયે ફિલ્મમાં હીરો તરીકે સલમાનખાનને લેવાની વાત હતી. જો કે, સલમાનખાને ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ પ્રોજેક્ટ છોડી દીધો હતો. એ પછી આ વર્ષની શરૂઆતમાં શાહરૂખખાનને હીરો તરીકે લઇ ફિલ્મ બનાવવાની વાત ચાલી હતી. હવે મૂળ ફિલ્મની વાર્તામાં અનેક ફેરફાર પણ કરવામાં આવશે એમ કહેવાય છે. જોકે, સંજય લીલા ભણશાળી નવી પટકથા ઓકે કરે એ પછી જ ફિલ્મમાં…
Mumbai, તા.૬ રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના સેટ પર આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, આ બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ ના પ્રમુખ બીએન તિવારીના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોની બહાર લગાવવામાં આવેલા એક ટેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે આગને તરત જ કાબૂમાં લઈ લેવામાં આવતાં તે વધુ ફેલાઈ નહોતી અને સેટ પર હાજર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમણે અગાઉ પણ…
Mumbai, તા.૬ ફિલ્મ ‘જેલર ૨’ નું ટ્રેલર રિલીઝ થતાં દર્શકોની આતુરતા વધી છે, ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત એક વાર ફરી ટાઇગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર રજનીકાંતના સિગ્નેચર સ્વેગ, દમદાર અંદાજ અને જબરદસ્ત એક્શનથી ભરપૂર છે, જો કે, ટ્રેલરમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબતોમાંની એક વિદ્યા બાલનનો બિલકુલ નવો અને શાનદાર અવતાર છે.રજનીકાંત સાથે જોવા મળી રહેલી વિદ્યા એક બોલ્ડ અને અસરકારક લુકમાં જોવા મળી રહી છે. નાની હેરસ્ટાઇલ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સ સાથે તેમનું પાત્ર ‘કાંતા’, તરત જ દર્શકોના મનમાં ઉત્સુકતા ઊભી કરે છે. આ સાથે વિદ્યા આ વખતે…
Mumbai, તા.૬ ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટતાજેતરમાં પોતાના જીવનના એક ખાસ તબક્કાનો આનંદ માણી રહી છે. તે લાંબા સમય પછી પડદા પર દેખાઈ છેઅને તેની સિરીયલ “શકઃ ટ્રસ્ટ નો વન” વ્યાપક પ્રશંસા મેળવી રહી છે. તેણે સિંગાપોરના ઉદ્યોગપતિ વિલિયમ ઇસ્માઇલ સાથે પણ તેના લગ્ન જીવનની શરૂઆત કરી છે.૪૧ વર્ષની ઉંમરે, જેનિફરે ફરીથી લગ્ન કર્યાં છે અને લગ્નજીવનમાં એ ખૂબ ખુશ છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ તેના લગ્ન, પ્રેમ અને અંગત જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી.જેનિફર વિંગેટે કહ્યું છે કે “જ્યારથી મેં જાણ્યું છે કે પ્રેમ શું છે, ત્યારથી હું હંમેશા પ્રેમમાં વિશ્વાસ કરું છું. આપણા બધામાં આ લાગણી છે.”જેનિફરે એ પણ…
Mumbai, તા.૬ રોબોટિક ટેકનોલોજીની હરણફાળના આજકાલના જમાનામાં રોબોટ પાસે ઘણાં કામો કરાવાઇ રહ્યાં છે. ઘરમાં કચરા-પોતાં કરવા માટે સુજ્ઞ ગૃહિણીઓ આજકાલ રોબોટનો ઉપયોગ કરીને રાહતનો નવો શ્વાસ લઇ રહી છે, તો પછી ફિલ્મના અભિનયની કામગીરી પણ રોબોટ કેમ ન કરી શકે? ચીન અને કેટલાં પૂર્વનાં દૂરૃ-સુદૂરનાં દેશોએ પોતાની આર્મીમાં રોબોટ ટ્્રુપ રાખવાનું શરૂ કર્યું છે. આપણે ત્યાં દક્ષિણની સિનેમા ઘણી બધી રીતે બોલીવુડ કરતાં આગળ દોડતી રહી છે. કન્નડ સિનેમા ટૂંક સમયમાં એક નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. કન્નડ સિનોમાએ નવો પ્રયોગ કરીને રોબોટને એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પેશ કર્યો છે. આગામી કન્નડ ફિલ્મ “લંબોદરા ૨.૦” ના…
Mumbai, તા.૬ મહાત્મા ગાંધીની ભૂમિકા બે વખત ભજવી ચૂકેલા અભિનેતા નીરજ કબી માને છે કે આજના સમયમાં પણ ગાંધીજીના વિચારો એટલાં જ પ્રસ્તુત છે. ગાંધી જયંતીના પ્રસંગે તેમણે અહિંસા, સત્યાગ્રહ, બલિદાન, નેતૃત્વ, માનવતા અને સમાનતાને ગાંધીજીના છ મહત્વના સિદ્ધાંતો ગણાવ્યા હતા.‘સંવિધાન’ ટીવી શોમાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં ગાંધીજીની ભૂમિકા ભજવનારા નીરજ કબીએ કહ્યું કે ગાંધીજીની પ્રાસંગિકતા આવનારી પેઢીઓ સુધી રહેશે. તેમના મતે ગાંધીજીએ આ ગુણોને માત્ર ધ્યાન કે શાંતિના માર્ગ તરીકે નહીં, પરંતુ ‘હથિયાર’ તરીકે જોયા હતા. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આ મુલ્યોની તાલીમ પણ જરૂરી છે. યુવાનોની ભૂમિકા અંગે વાત કરતાં કબીએ આ વર્ષે જંતર-મંતર ખાતે નીટ…
Mumbai, તા.૬ અભિષેક વર્મન દ્વારા બનાવવામાં આવી રહેલી મહત્વાકાંક્ષી સુપર હીરો ફિલ્મ ‘ગદાધારી ભીમ‘ના નિર્માણમાં કરણ જોહરનું ધર્મા પ્રોડકશન પણ જોડાઇ રહ્યું છે. ધર્મા પ્રોડકશન પુરાણકથા આધારીત સુપરહીરોની ફિલ્મ પહેલીવાર બનાવશે. ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને પ્રોડકશન ટીમ દ્વારા હિરો હિરોઇન નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રિ-પ્રોડકશનનું કામ આગળ વધશે તેમ ફિલ્મના કળાકારો તથા કસબીઓના નામ જાહેર કરવામાં આવશે. બોલિવૂડ બબલના પુરાણકથાને આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે રજૂ કરવાના આ નવતર સાહસમાં હવે કરણ જોહરના ધર્મા પ્રોડકશનના જોડાવા સાથે તેને લખલૂટ ખર્ચે બનાવવામાં આવશે તેમ મનાય છે. અભિષેક વર્મન આ અગાઉ ‘ટુ સ્ટેટસ’ અને ‘કલંક’ જેવી સફળ…
Mumbai, તા.૬ IT દરોડાના સમાચાર પર રકુલ પ્રીત સિંહનો આક્રોશઃ ‘મારી પાસે કોઈ બેનામી સંપત્તિ નથી, મારી મહેનત પર શંકા ન કરો’. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઈનકમ ટેક્સના દરોડા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના પર કોઈપણ પ્રકારની રેડ પડી નથી.છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે…
Nikhil Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! સોમવારના સત્રમાં ભારતીય Stock Marketમાં અગાઉના ઘટાડા બાદ સકારાત્મક શરૂઆતના સંકેતો જોવા મળ્યા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સતત ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ રહ્યું હતું, પરંતુ આજે શરૂઆત પહેલાં વૈશ્વિક બજારોમાંથી મળેલા સુધારાના સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં થોડો સુધારો જોવા મળ્યો છે.આજે નીચલા સ્તરે ખરીદીનો પ્રયાસ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે તેમાં સુધારાની શક્યતા ઊભી થઈ છે. સતત ઘટાડા બાદ જો મોટા શેરોમાં ખરીદી જોવા મળે અને બજાર શરૂઆતની તેજી જાળવી રાખે તો સેન્સેક્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને બેન્કિંગ, માહિતી અને પ્રૌદ્યોગિકી…
