- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
ભારે પવન સાથે મુશળધાર વરસાદથી ટ્રાફિક પ્રભાવિત; બનાસકાંઠાના અનેક ગામોમાં જનજીવન પર અસર, તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ Banaskantha,તા.૧ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને યાત્રાળુઓ સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે અંબાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અંબાજીમાં સતત વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સરકારી બસોની અવરજવર પણ…
ખરાબ હવામાનને પગલે બંદર તંત્ર એલર્ટ; દરિયામાં રહેલી બોટોને તાત્કાલિક સુરક્ષિત બંદરે પરત ફરવા આદેશ Porbandar તા.૧ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખરાબ હવામાન અને દરિયામાં સર્જાયેલી ઉથલપાથલને પગલે પોરબંદર બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ, તેજ પવન અને ઊંચા મોજાંને કારણે દરિયાઈ પરિસ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બંદર તંત્રે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. છેલ્લા કેટલાક કલાકોથી પોરબંદર સહિતના કાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિમાં વધારો નોંધાયો છે. તેના કારણે દરિયામાં રાક્ષસી મોજાં ઉછળી રહ્યા છે અને ભારે કરંટ સર્જાતા માછીમારી માટે દરિયો…
૭ આરોપીઓ સામે ગુનો નોંધાયો, ગુજરાત-મુંબઈ-રાજસ્થાન સુધી તપાસ વિસ્તરી Vadodara,તા.૧ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય બાળ તસ્કરીના એક ગંભીર અને સંવેદનશીલ રેકેટનો પર્દાફાશ કરીને માત્ર ૮ દિવસના નવજાત બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે છેલ્લા દોઢ મહિનામાં આ ગિરોહ દ્વારા ચાર નવજાત બાળકોને મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી છે.પ્રાથમિક તપાસ મુજબ, ગિરોહ આર્થિક રીતે નબળા અને મજબૂર પરિવારોને નિશાન બનાવી તેમને નાણાકીય લાલચ આપતો હતો. ત્યારબાદ નવજાત બાળકોને ખરીદી અન્ય શહેરો અને રાજ્યોમાં ઊંચી કિંમતે વેચવામાં આવતા હતા. બાળ તસ્કરીનું આ સુનિયોજિત નેટવર્ક લાંબા…
લૂંટ પૂર્વયોજિત કાવતરાના ભાગ Ahmedabad ,તા.૧ અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી અંદાજે ૭૫ લાખના સોનાની લૂંટના સનસનાટીભર્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ઘટનાનો ભેદ ઉકેલતા તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ લૂંટના કાવતરામાં ખુદ પોલીસ વિભાગના કર્મચારીઓની સંડોવણી હતી. પોલીસે ડાંગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી કૃપારાવ દેવૈયા તેમજ તેના સાગરીત નટવર પરમારની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ લૂંટ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે અંજામ આપવામાં આવી હતી. તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે પોલીસકર્મી મુકેશ અને મહિપાલે પણ આરોપીઓને મદદ કરી હતી. એટલું જ નહીં, એક મહિલા પોલીસકર્મીના પતિની પણ આ સમગ્ર કાવતરામાં સંડોવણી સામે આવતા…
આદિવાસી ખેડૂતો માટે જીવનદોરી સમાન યોજના ખોરવાઈ; બાંધકામની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો Surat ,તા.૧ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી આદિવાસી વિસ્તારો માટે મહત્વપૂર્ણ ગણાતી ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. વરેહ નદી પર નિર્માણ કરાયેલા ગોડધા ચેકડેમની પાણી રોકતી મુખ્ય દીવાલ અચાનક તૂટી પડતાં ડેમમાં સંગ્રહિત કરોડો લીટર પાણી વહી ગયું હતું. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે સિંચાઈ માટે ડેમના પાણી પર નિર્ભર ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. માહિતી અનુસાર, ભારે વરસાદ વચ્ચે ચેકડેમની મુખ્ય દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ તૂટતાં જ ડેમમાં સંગ્રહિત પાણી ઝડપથી…
Ahmedabad,તા.૧ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, ચેન સ્નેચિંગ અને મોબાઇલ આંચકી લેવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તસ્કરો નિર્ભય બની ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી છે. વાડજના એક નવનિર્મિત મકાનને તસ્કરોએ છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત નિશાન બનાવ્યું છે. એક જ મિલકતમાં વારંવાર ચોરી થવાની ઘટનાએ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર…
Vadodara,તા.૧ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજારમાં આજે શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા કરાયેલા દબાણ અને લારી-પથારાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદોને આધારે કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં જ કેટલાક વેપારીઓ એકત્ર થઈ અધિકારીઓ અને કર્મચારીઓનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થળ પર ભારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતાં માહોલ તંગ બન્યો હતો.પરિસ્થિતિ એટલી વણસી હતી કે કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા માલસામાન ભરેલી ટ્રકનો ડ્રાઇવરને…
સવારે આજવા સરોવરની સપાટી ૨૦૮.૭૭ ફૂટ હતી Vadodara,તા.૧ વડોદરામાં ભારે વરસાદથી જળાશયો છલકાયા છે. શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની સપાટી ૨૧૦.૫૧ ફૂટ નોંધાઈ, જે ૨૪ કલાકમાં ૧.૭૪ ફૂટ વધી. વિશ્વામિત્રી નદી ૧૪.૭૬ ફૂટે પહોંચી, ૬ ફૂટનો વધારો થયો. પ્રતાપપુરા ડેમ ૨૨૬.૫૦ ફૂટ પર છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૯.૩૦ મીટર થઈ. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદની અસર હવે જળાશયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શહેરની જીવાદોરી ગણાતા આજવા સરોવરની સપાટી આજે બપોરે ૧૨ વાગ્યે ૨૧૦.૫૧ ફૂટ નોંધાઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં સરોવરમાં નોંધપાત્ર પાણીની આવક થતાં તેની સપાટીમાં…
મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ Rajkot,તા.૧ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે. રાતથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ રહેતા માત્ર ગણતરીના કલાકોમાં જ રાજકોટ શહેરમાં સાડા ત્રણ (૩.૫) ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. શહેરમાં ઝડપથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર) તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. પાણીના ઝડપી નિકાલ માટે શહેરના…
વાહનવ્યવહાર ઠપ થતાં નોકરિયાતો, ખેડૂતો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી Narmada,તા.૧ નર્મદા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ-મકાન માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. ગઈકાલે વરસેલા મુસળધાર વરસાદમાં પૂરનું ભરપૂર પાણી આવી જતાં ઝરીયા-તણખલા રોડ પર આવેલું ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. વરસાદી પાણીના પ્રવાહને કારણે આ રોડની વચ્ચેનો આખો ભાગ તૂટીને અલગ થઈ ગયો છે. જેનાથી રસ્તા પર ભયાનક એક મોટો ખાડો પડી ગયો છે.પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડાયવર્ઝનની બાજુમાં લગાવેલી સેફ્ટી રેલિંગો પણ મુળમાંથી ઉખડીને વહી ગઈ છે. રસ્તો વચ્ચેથી ધસી જતાં અને મોટો ખાડો પડી જતાં કેવડિયાથી તણખલા તરફ જતાં તેમજ આસપાસના ગામલોકો માટે અવરજવર કરવી અત્યંત…
