- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
(મિલન જોશી દ્વારા) Junagadh તા.૨૧ Junagadhના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાંથી નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી જુનાગઢની પોલીસ ટીમે મહિલા સંચાલિત જુગારના અખાડાનો પર્દાફાશ કરી, ૪ મહિલા સહિત કુલ ૮ ઈસમોને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. ૫૪,૨૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા મકાન માલીક રેખાબેન વા/ઓ સંજયભાઇ રાવતભાઇ ચાવડા (ઉ.વ.૪૫) એ પોતાના અંગત ફાયદા સારૂ બહારથી આરોપીઓને બોલાવી ગંજીપતાના પાના દ્વારા તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીત જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી હકીકત મળતા નાયબ પોલીસ…
બ્રહ્મ સમાજને એકસૂત્રે બાંધતી વેબસાઇટનું લોકાર્પણ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૧ Amreli જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને ભૂદેવ પરિવારોની ઉપસ્થિતિમાં ’સ્નેહનું સંભારણું’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભર માંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહી સમાજની એકતા, સંગઠન અને સેવાભાવને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિકસાવવામાં આવેલી નવી વેબસાઇટનું લોકાર્પણ રહ્યું હતું. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ વેબસાઇટ દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા તમામ ભૂદેવ પરિવારોની માહિતી એકત્રિત કરી તેમને એક ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ…
Kabul,તા.૨૧ અફઘાનિસ્તાનમાં અચાનક પૂરથી ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૦૦ થી વધુ ગુમ છે. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પ્રવક્તા યુસુફ હમ્મદે જણાવ્યું હતું કે પૂર્વીય પ્રાંત નુરિસ્તાનમાં પૂર આવ્યું છે, અને ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું, “અમે બધા નાગરિકોને પૂરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરીએ છીએ.” હમ્મદે કહ્યું, “દુર્ભાગ્યવશ, આજે પારુન શહેર અને નુરિસ્તાન પ્રાંતના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલા ભયંકર પૂરથી આપણા સાથી નાગરિકોમાં જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે પૂરથી ઘરો, ખેતીની જમીન અને જાહેર સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. અફઘાનિસ્તાન…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ Jamnagar મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્ધી અને હાઇજિનિક ખોરાક સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાસ્ટ ફૂડની રેકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી ખાદ્ય સામગ્રી અંગે તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે બેડેશ્વર, રણજીતનગર, કાલાવડ નાકા બહાર, પાંચ હાટડી, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની, પટેલ પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો, નોનવેજ શોપ, ફૂડ રેકડીઓ અને આઈસ ફેક્ટરીઓ સહિત કુલ ૪૧ પેઢીઓની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ૬૮ કિલો વાસી ખાદ્ય સામગ્રી અનહાઇજેનિક સ્થિતિમાં મળી આવતા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી વરસાદની આગાહી કરતું હોય છે, ત્યારે જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ પાંચથી છ સદીઓ જૂની લોકપરંપરા જીવંત છે. અહીં અષાઢના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશા પરથી વરસાદના આગમન અને તેના પ્રમાણનું અનુમાન કરવામાં આવે છે. જામનગર-દ્વારકા હાઇવે પર આવેલા આમરા ગામમાં દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ આ પરંપરામાં ઉત્સાહભેર જોડાય છે. ગામની મહિલાઓ વિશેષ રીતે રોટલો તૈયાર કરે છે. ત્યારબાદ ઢોલ-નગારાના તાલે સરઘસ સાથે રોટલાને કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. ત્યાં પૂજા-અર્ચના અને ધ્વજારોહણ બાદ નિયુક્ત વ્યક્તિ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ Jamnagar નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા વિઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી શેડ નાં ૩૩૩ માં આવેલી એલાઈડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આજે બપોરે આશરે બે વાગ્યાના અરસામાં બ્રાસની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં બે શ્રમિક ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી. બનાવને પગલે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બ્રાસ ઓગાળવાની પ્રક્રિયા દરમિયાન ભઠ્ઠીમાંથી પીગળેલા ધાતુનો ફુવારો અચાનક જોરદાર ધડાકા સાથે ઉડતા નજીક કામ કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતા હરિઓમ રાજપુત (ઉંમર વર્ષ ૨૩) તેમજ મૂળ નેપાળના વતની અને હાલ દરેડ વિસ્તારમાં રહેતા પ્રેમ સોનારા (ઉમર વર્ષ ૪૦)…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ Jamnagar જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોરધનપર ગામની માધવવીલા સોસાયટીમાં ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલી જાણના આધારે સિક્કા પોલીસે પંચોની હાજરીમાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને મકાનમાં તપાસ કરતાં ત્રણ વ્યક્તિઓ પલંગ પર બેસીને વિદેશી દારૂ પીતા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન આશરે ૨૫૦ મિલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની બોટલ, ત્રણ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ નાસ્તાની સામગ્રી મળી આવી હતી. દારૂની બોટલ એફએસએલ તપાસ માટે કબજે કરવામાં આવી હતી, જ્યારે ખાલી ગ્લાસ અને…
Washington,તા.૨૧ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની કોઈપણ સંજોગોમાં યુએસની ધરતી પર ધરપકડ કરવામાં આવશે નહીં. ટ્રમ્પનું આ નિવેદન ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ જણાવ્યું હતું કે જો નેતન્યાહૂ ન્યૂ યોર્ક આવે તો તેમની ધરપકડ માટે કાનૂની વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સાથે વાત કરતા, મામદાનીએ નેતન્યાહૂને “યુદ્ધ ગુનેગાર” ગણાવ્યા અને કહ્યું, “તેમનું સ્થાન હેગમાં છે.” મમદાનીએ કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ન્યૂ યોર્ક શહેરના કાયદા વિભાગ સાથે સતત વાતચીત કરી રહ્યું છે જેથી નક્કી કરી શકાય કે જો નેતન્યાહૂ શહેરની મુલાકાત લે તો સ્થાનિક વહીવટીતંત્રને…
લાકડાના ધોકાના ઘા વાગતાં પતિ-પત્નીના માથામાં ટાંકા આવ્યા જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ જામનગર શહેરમાં બાળકોની ક્રિકેટ રમવાની બાબતે બે મહિના પહેલાં થયેલી તકરારનો ખાર રાખી પડોશી પરિવાર દ્વારા દંપતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સીટી બી પોલીસ મથકે નોંધાઈ છે. હુમલામાં લાકડાના ધોકા તથા ઢીકાપાટુના મારથી પતિ-પત્ની બંનેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં ટાંકા લેવા પડ્યા હતા. પોલીસે ત્રણ પાડોશી આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહીલ (ઉં.વ. ૪૭), રહે. મધુરમ રેસીડન્સી, મધુરેશ્વર…
ફરિયાદીના પત્નીના રીપેરિંગ માટે બુટીયા કાઢ્યા બાદ લોકર ખુલ્લું રહી જતાં હાર અને ચેઈન-પેન્ડલ ગુમ થયાની ઘટના (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૧ Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા રાજેશભાઈ નરભેરામ અગ્રાવતે પોતાના રહેણાંક મકાનમાંથી રૂ. ૫૦,૫૦૦ના સોનાના દાગીના ગાયબ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, ગત તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ફરિયાદીના પત્ની મીતાબેને કબાટના લોકરમાંથી સોનાના બુટીયાની એક જોડી રીપેરિંગ માટે કાઢી હતી. તે સમયે ઉતાવળમાં કબાટનું લોક મારવાનું રહી ગયું હતું. ત્યારબાદ બંને પતિ-પત્ની જામનગર રીપેરિંગ માટે ગયા હતા અને બુટીયા…
