Author: Vikram Raval

Surat,તા.૨૧ ઓનલાઈન રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો લગાવતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. સોનાની ખાણમાં રોકાણના નામે એક નાગરિક સાથે ૧.૬૩ કરોડથી વધુની ઠગાઈ આચરવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તરાખંડના કાશીપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં વપરાયેલી નકલી વેબસાઈટનું સર્વર સિંગાપોરમાં હોવાનું અને મુખ્ય સૂત્રધારો વિદેશથી નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર ૨૦૨૪માં ફરિયાદીનો સંપર્ક ફેસબુક આઈડી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વોટ્‌સએપ પર વાતચીત વધારીને આરોપીઓએ જીઆરજીસી નામની કથિત ગોલ્ડ માઈનિંગ યોજનામાં રોકાણ કરવાથી રોજના…

Read More

Ahmedabad,તા.૨૧ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેવા વન્ય પ્રાણીઓના આતંકની ઘટનાઓ વચ્ચે હાલ અમદાવાદમાં દીપડાની એન્ટ્રી થઈ હોવાની વિગતો સામે આવતા શહેરમાં અરેરાટી ફેલાઈ છે. અમદાવાદમાં ગઈકાલે પશ્નિમ વિસ્તાર ઘૂમામાં દીપડો દેખાયા બાદ ગત ૨૪ કલાકમાં વધુ બે જગ્યાએ દીપડાએ દર્શન આપ્યા છે. ગઈકાલે ઘુમામાં દીપડો દેખાયા બાદ હવે ઝુંડાલ અને ચાંદખેડા વિસ્તારની આજુબાજુમાં દીપડો દેખાયોની હોવાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે શહેરમાં દહેશત યથાવત્‌ જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આ મામલે વન વિભાગ પણ દોડતું થયું છે. વિગતે વાત કરીએ તો, અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલ સરણદીપ મેન્શન સોસાયટી નજીક રવિવારે મોડી રાત્રે દીપડો દેખાયો હતો.…

Read More

Ambaji ,તા.૨૧ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ખાતે આવેલા પવિત્ર ગબ્બર પર્વત પર જતી ‘ઉડન ખટોલા’ (રોપ-વે) સેવા આગામી ૪ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ગબ્બર રોપ-વેના વાર્ષિક તથા ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૬ થી ૨૪ જુલાઈ ૨૦૨૬ સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ ૨૫ જુલાઈ ૨૦૨૬ થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. આગામી સમયમાં પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા…

Read More

Dhank,તા.21 દીપ પ્રાગટ્યથી કેમ્પનો શુભારંભ, 19 મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરાયા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના ઉપક્રમે ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 110 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી જરૂરિયાતમંદ 19 મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.કેમ્પનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. રણછોડ દાસજી બાપુ ના હોસ્પિટલના આંખના નિષ્ણાત ડૉ. ખેરડીયા સાહેબ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ડૉ. જયેન્દ્રસિંહ વાળા, ઢાંક યુવા સરપંચ સંજયભાઈ લુણસીયા, પત્રકાર ભુપતગીરી ગોસ્વામી તથા લલિતભાઈ ખેરડીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ…

Read More

૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ‘તિરંગા’ને રાષ્ટ્રીય ધ્વજ તરીકે મળ્યો હતો સત્તાવાર દરજ્જો ત્રિરંગાના ત્રણ રંગો અને ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર આપે છે શૌર્ય, શાંતિ, સમૃદ્ધિ અને અવિરત પ્રગતિનો સંદેશ હર ઘર તિરંગા’ના ભાવ સાથે રાજ્યના તમામ નાગરિકો ‘ભારતીય ધ્વજ સંહિતા’નું અક્ષરશઃ પાલન કરી તિરંગાની ગરિમા જાળવે તે અનિવાર્ય વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ૨૨મી જુલાઈ ૧૯૪૭નો દિવસ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ચિંતનમાં સુવર્ણ અક્ષરે કંડારાયેલો છે. આ એ પાવન દિવસ હતો જ્યારે આઝાદીના માત્ર ત્રણ સપ્તાહ પહેલાં, ભારતીય બંધારણ સભાએ એકસૂરે અને પૂર્ણ ગૌરવ સાથે ‘તિરંગા’ને સ્વતંત્ર ભારતનો અધિકૃત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અંગીકાર…

Read More

અરજી કરવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ, બપોરે ૧૨ વાગ્યા સુધી Rajkot તા. ૨૧ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી કલાકારો તથા કલાવૃંદોમાં ભાગ લઈ શકે છે. કલા મહાકુંભમાં ચાર વયજૂથ મુજબ સ્પર્ધાઓ યોજાશે. જેમાં (૧) ૬ થી ૧૪ વર્ષ, (૨) ૧૫ થી ૨૦ વર્ષ, (૩) ૨૧ થી ૫૯ વર્ષ અને (૪) ૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધાઓ તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થઈ જિલ્લા,…

Read More

પૌરાણિક કાળથી આધુનિક યુગ સુધી લોકોની સ્વાદેન્દ્રિય પર કેરીનું રાજ આંબાના વાવેતર અને આંતરપાક માટે રાજ્ય સરકારના બાગાયત ખાતાની યોજના થકી ખેડૂતોને મળ્યું પ્રોત્સાહન આલેખન – હેમાલી ભટ્ટ દર વર્ષે ૨૨ જુલાઈ ’રાષ્ટ્રીય કેરી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૮૭માં ’હોર્ટિકલ્ચર બોર્ડ’ દ્વારા પ્રથમ વખત ભારતમાં કેરી મહોત્સવનું આયોજન કરાયું હતું. ત્યારથી ફળફળાદી પાકમાં કેરીની ખેતી, તેની ગુણવત્તા અને પોષક તત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરા પણ કેરીના વાવેતરમાં મહત્વનું યોગદાન આપી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા બાગાયત ખાતા પાસેથી મળેલી માહિતી મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬માં…

Read More

Rajkot,તા.૨૧ Rajkot મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસક પાંખની બીજી જનરલ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં જ મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવા બેનરો સાથે સભાખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા વિજિલન્સ ટીમે તેમને રોક્યા હતા. જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરના અનેક વિકાસકાર્યો વર્ષોથી માત્ર બજેટમાં જ દર્શાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેનું અમલીકરણ થતું નથી. ખાસ કરીને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા દસ વર્ષથી ચર્ચામાં હોવા છતાં હજુ સુધી પૂર્ણ ન…

Read More

Ahmedabad,તા.૨૧ Ahmedabadમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરાએ લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. એસીબી પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીએ પોતાના મકાનના પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ નોંધાવવા ટેક્સ વિભાગમાં અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરવા બદલ ટેક્સ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક જય દિનેશ કુલકર્ણીએ કુલ ૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ અગાઉ ૩,૦૦૦ મેળવી લીધા હતા અને બાકીના ૨,૦૦૦ થોડા દિવસમાં આપવા…

Read More

(મિલન જોશી દ્વારા) Junagadh તા.૨૧ બાંટવા ગામના સીમ વિસ્તારમાં મૂળ મધ્યદેશના બરવાની જીલ્લાની વતની એવી એક ૧૫ વર્ષીય પરણિતા એ કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા, આ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી જવા પામી છે, ૪ માસ પહેલા થયેલ લગ્ન બાદ પરણિતા એ ભરેલ આત્મહત્યા મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યદેશના બરવાની જીલ્લાની વતની અને બાંટવાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલ એક ૧૫ વર્ષીય પરણિતા અંજલીબેન વા/ઓ દુર્લભભાઇ માપસીયા એ બાંટવાથી અઢી કિમી. દૂર સીતાણા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ પ્રવીણભાઇ નારણભાઇ નકેમની વાડીએ ઝુપડામાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇને મરણ ગયા હોવાની ખમરીયા ઉર્ફે દિલીપ…

Read More