Author: Vikram Raval

તા.22-07-2026 બુધવાર તિથિ નવમી (નોમ) – પૂર્ણ રાત્રિ સુધી નક્ષત્ર સ્વાતિ – ૨૩ઃ૦૩ઃ૫૬ સુધી કરણ બાલવ – ૧૮ઃ૦૮ઃ૨૬ સુધી પક્ષ શુક્લ યોગ સાધ્ય – ૧૮ઃ૪૧ઃ૩૯ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૫ઃ૩૮ સૂર્યાસ્ત ૧૯ઃ૨૫ઃ૫૮ ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય ૧૩ઃ૩૫ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૪ઃ૪૨ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૬ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૦ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૯ઃ૦૭ થી ૧૩ઃ૧૨ઃ૨૯ ના કુલિક ૧૨ઃ૧૯ઃ૦૭ થી ૧૩ઃ૧૨ઃ૨૯ ના દુરી / મરણ ૧૭ઃ૩૯ઃ૧૬ થી ૧૮ઃ૩૨ઃ૩૭ ના રાહુ કાળ ૧૨ઃ૪૫ઃ૪૮ થી ૧૪ઃ૨૫ઃ૫૧ ના કાલવેલા/અર્ધ્યામ ૦૬ઃ૫૮ઃ૫૯ થી…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૧ લાલપર ગામ નજીક આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા ૩૪ વર્ષીય યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મોરબી ૨ ઉમિયાનગરના રહેવાસી દિલીપભાઈ છગનભાઈ સોલંકી (ઉ.વ.૩૪) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ મોરબી તાલુકાના લાલપર ગામ પાછળ આવેલ પાણીની કેનાલમાં જંપ લગાવી હતી અને કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો હતો કે અકસ્માતે ડૂબી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૧ Morbi સીટી એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસે ત્રણ સ્થળોએ રેડ કરી હતી તેમજ વાંકાનેર સીટી પોલીસે ત્રણ સ્થળોએ રેડ કરી કુલ છ સ્થળોએથી તીનપત્તી- વરલી જુગાર રમતા મહિલાઓ સહીત ૨૭ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ કબજે લીધા છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ માણેક સોસાયટી ૨ બાપા સીતારામ ચોક બાજુમાં રહેતા આરોપી ગીરઝાબેન મનસુખભાઈ પોપટના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ગીરઝાબેન મનસુખભાઈ પોપટ, નીરૂબેન બાબુભાઈ મકવાણા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગૌસ્વામી, લીલાબેન ઉર્ફે લતાબેન…

Read More

New Delhiતા.૨૧ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્‌સમેન રોહિત શર્માએ લોર્ડ્‌સ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી. આ સાથે, તે લોર્ડ્‌સ ખાતે વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બન્યો. આ મેચમાં, રોહિતે ૧૩૮ રનની ઇનિંગ રમી, જેમાં તેણે ૧૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન, તેણે ક્રિસ ગેલનો સીમાચિહ્ન રેકોર્ડ તોડ્યો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એસઇએનએ ટીમો સામે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ગણતરી એસઇએનએ દેશોમાં થાય છે. રોહિત શર્માએ હવે એસઇએનએ દેશો સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૪૬ છગ્ગા ફટકાર્યા છે. આ સાથે, તે હવે જીઈદ્ગછ દેશોનો નવો સિક્સર કિંગ બની ગયો છે. અગાઉ, આ…

Read More

New Delhi,તા.૨૧ ભારતીય ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ હાર સાથે સમાપ્ત થયો છે. પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા પાંચમાંથી ચાર મેચ હારી ગઈ હતી, શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ, બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વેના પડકારનો સામનો કરી રહી છે, જેના માટે ટીમ ઝિમ્બાબ્વેની ધરતી પર પગ મૂકી ચૂકી છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે ભારતીય ટીમના ઝિમ્બાબ્વે આગમનની માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ટીમ ઈન્ડિયા ૧૯ જુલાઈની સાંજે રોબર્ટ ગેબ્રિયલ મુગાબે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…

Read More

New Delhi,તા.૨૧ ભારતીય ટીમનું નવું મિશન શરૂ થવાનું છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી ૨૦ અને ત્યારબાદની વનડે શ્રેણીમાં હારનો સામનો કર્યા પછી, ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેનો સામનો કરશે. શ્રેણી દરમિયાન ત્રણ મેચ રમાશે, જેમાં શ્રેયસ ઐયર ફરી એકવાર કપ્તાની સંભાળશે, જે ઘણા વર્ષો પછી પણ પોતાની પહેલી જીત શોધી રહ્યો છે. આ શ્રેણી દરમિયાન તે પોતાનું ખાતું ખોલશે કે નહીં તે સમય આવતા જ સ્પષ્ટ થશે, પરંતુ આ દરમિયાન, તમારે ચોક્કસપણે આ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ પર એક નજર નાખવી જોઈએ. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે અને તૈયારીઓ કરી રહી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની…

Read More

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા અપમાનજનક ટિપ્પણીની પ્રતિક્રિયા,સીજેપીના સંસદ માર્ચ દરમિયાન દિલ્હીમાં ફાટી નીકળેલા હોબાળા અને હિંસાની પહેલાથી જ અપેક્ષા હતી, કારણ કે આ કહેવાતા રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવેલો વિરોધ સંપૂર્ણપણે દિશાહીન હતો. હકીકતમાં, આ જૂથની રચના જ એક મજાકનું પરિણામ હતું. તે એવું માનવામાં ભ્રમિત થઈ ગયો કે તે એક રાજકીય બળ છે કારણ કે તેણે ઇન્ટરનેટ પર લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા હતા. આ ભ્રમણાથી દિશાહીન આંદોલનનો પાયો નાખ્યો. સીજેપીએ એક ઉદાહરણ છે કે ઓનલાઇન લોકપ્રિયતાનો જમીન પર કોઈ પ્રભાવ નથી. સીજેપીના વિરોધ પ્રદર્શનો માત્ર મોદી સરકારના તમામ પ્રકારના વિરોધીઓ, ખાસ કરીને કાર્યકરો માટે એક અનુકૂળ પ્લેટફોર્મ બન્યા…

Read More

Washington,તા.21 હવે શાળાઓમાં માત્ર માનવ શિક્ષકો જ નહીં, પરંતુ માણસો જેવો જ ચહેરો અને દેખાવ ધરાવતો રોબોટ પણ ભણાવતો જોવા મળી શકે છે. અમેરિકામાં પહેલી વાર કોઈ શાળામાં માનવ જેવો દેખાતો રોબોટ 11મા અને 12મા ધોરણનાં વિદ્યાર્થીઓને ભણાવવામાં શિક્ષકોની મદદ કરશે. આનું નામ ‘સેલી’ રાખવામાં આવ્યું છે. સેલી ચાલી શકતી નથી. આની કિંમત 50 લાખ રૂપિયા છે. આ રકમ ન્યૂયોર્કમાં એક સરેરાશ શિક્ષકના વાર્ષિક પગાર કરતાં પણ ઓછી બતાવવામાં આવી છે. લેપટોપ જેટલી વીજળીથી ચાલશે  રોબોટ સેલીનો વીજ વપરાશ પણ એક લેપટોપ જેટલો જ છે. આનો ડિજિટલ અવતાર પણ છે. વિદ્યાર્થીઓ પોતાનાં લેપટોપ પર આ અવતાર સાથે પણ વાતચીત કરી…

Read More

New York,તા.21 ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં રવિવારે સ્પેન જીતી જતાં એના ખેલાડીઓને જ તોતિંગ આર્થિક લાભ થયો છે એવું નથી, કારણકે પોર્નોગ્રાફી ફિલ્મોની ભૂતપૂર્વ અભિનેત્રી તથા લેબનન-અમેરિકાની જાણીતી મીડિયા પર્સન તેમ જ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર મિઆ ખલીફા પણ કરોડો રૂપિયા કમાઈ છે. મિઆ ખલીફાએ સ્પેન-આર્જેન્ટિના ફાઇનલ પહેલાં 10 લાખ ડોલર (આશરે 8.5 કરોડ રૂપિયા)નો સટ્ટો લગાવ્યો હતો. તેની ધારણા સાચી પડી અને સ્પેન ચેમ્પિયન બની ગયું. તેણે જે બેટ લગાવી હતી એમાં જીતી જતાં તેને 16.5 લાખ ડોલર (અંદાજે 14 કરોડ રૂપિયા) મળ્યા. બીજી રીતે કહીએ તો મિઆને લગભગ 5.5 લાખ ડોલર (આશરે 4.7 કરોડ રૂપિયા)નો સીધો ફાયદો થયો. મિઆએ ફાઇનલ…

Read More

Rajkot, તા.21 રાજકોટમાં છેલ્લા કેટલાંક દિવસોની જેમ આજે પણ સવારથી જ સતત વરસાદી માહોલ વચ્ચે ઝરમર અને છુટા છવાયા ઝાપટા વરસતા રહ્યા હતા જેથી વાતાવરણમાં ટંડક સાથે બપોરનું તાપમાન પણ ઘણું નીચુ ઉતરી જતાં લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી. આજે સવારથી જ બપોર સુધીમાં સૂર્ય દેવતાના દર્શન દુર્લભ રહ્યા હતા. અને સતત જુદા-જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા વરસતા રહ્યા હતા. સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 26.8 ડીગ્રી સુધી નીચુ ઉતરી ગયું હતું. આથી વાતાવરણ ઠંડુ રહ્યું હતું. જ્યારે બપોરે હવામાં ભેજ 92 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.…

Read More