Author: Vikram Raval

Washington,તા,21 અમેરિકા જે રીતે તૈયારીઓ કરી રહ્યું છે તે ઉપરથી લાગે છે કે, આ વખતે ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થશે તો તે પહેલાથી પણ વધુ ભીષણ હશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલમાં પોતાનાં રીફયુસેલિંગ એરક્રાફટસ તૈનાત રાખ્યાં છે.ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતી સધાવાની તમામ કોશીશો પછીએ બંને દેશો યુદ્ધ તૈયારીઓમાં વ્યસ્ત છે. એક તરફ અમેરિકા રીફયુસેલિંગ એરક્રાફટસ ઇઝરાયલ મોકલી રહ્યાં છે, તો બીજી તરફ ઇરાને પણ કમર કસી છે. ટ્રમ્પે તો ખુલ્લેઆમ કરી દીધું છે કે, ઈરાન સમજૂતી માટે ટેબલ પર આવ્યું નથી, તેથી તેની સામે પ્રચંડ સૈન્ય કાર્યવાહી અનિવાર્ય બની છે.છેલ્લાં સાત દિવસથી અમેરિકા ઈરાન ઉપર સતત હુમલા કરી રહ્યું છે. તે હુમલામાં તેના…

Read More

New Delhi,તા,21 દિલ્હીમાં પેપર લીક અને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો વડાપ્રધાન આવાસ નજીક ધરણા પર બેસી ગયા છે. વિપક્ષી નેતાઓ આ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. PM આવાસ તરફ માર્ચ અને હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ તરફ માર્ચ કાઢી હતી. અગાઉ સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓની હાલત જાણવા રાહુલ ગાંધી અને પ્રિયંકા…

Read More

New Delhi,તા,21 દિલ્હીમાં 20 જુલાઈના રોજ સીજીપી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન અને નીટ (NEET) પરીક્ષામાં ગડબડીને લઈને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રદર્શનકારી યુવાનો સાથે પોલીસના વર્તનને અત્યંત શરમજનક ગણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ સરકારને અપીલ કરી હતી કે બળપ્રયોગ કરવાના બદલે સરકારે વિદ્યાર્થીઓની વાત સાંભળીને તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, ‘રસ્તા પર ઊતરેલા યુવાનો કોઈ રાજકીય હેતુથી નહીં, પરંતુ પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો અત્યંત કઠિન પરિસ્થિતિઓનો સામનો કરે છે. અનેક…

Read More

New Delhi, તા.21 નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ઉપવાસ આંદોલન પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી સીજેપીના છાત્ર દેખાવકારોએ કરેલી સંસદ માર્ચ અને પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટનાએ માત્ર દેશભરમાં જ નહીં દુનિયાભરમાં પડઘા પાડયા છે. દુનિયાના વિદેશી મીડીયાએ આ ઘટનાની નોંધ લીધી છે. બ્રિટનના અખબાર `ધી ગાર્ડિયન’ એ હેડલાઈનમાં લખ્યું છે- કોકરોચ જનતા પાર્ટીના હજારો દેખાવકારોએ દિલ્હીમાં માર્ચ કાઢીને પોલીસના આદેશનું ઉલ્લંઘન કર્યુ. બીબીસીએ સેંકડોથી હજારો સુધી ભારતના `કોકરોચ’ વિરોધી આંદોલન કેવી રીતે વધ્યું તે નામથી સ્ટોરીને એશિયા સેકશનના પેજ પર જગ્યા આપી, અમેરિકાની એબીસી ન્યુઝે પણ લખ્યું- દેખાવકારોએ નવી દિલ્હીની વચ્ચોવચ્ચ આવેલ વિરોધ…

Read More

New Delhi, તા. 21 દિલ્હી હાઈકોર્ટે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની સારવાર અંગે મહત્વનો નિર્ણય સંભળાવતા તેમને દિલ્હીની મેદાન્તા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની પીઠે મેદાન્તા હોસ્પિટલને નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ પેનલ બનાવવાની સૂચના આપી છે, જે વાંગચુકની સારવાર કરશે અને તેમની તમામ મેડિકલ રિપોર્ટ્સની સમીક્ષા કરશે. સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલાં સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે વાંગચુકને તેમની પસંદગીની મેદાન્તા હોસ્પિટલમાં ખસેડવા સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી. જોકે, સરકારે એક શરત મુકી છે કે તેઓ ડોક્ટરોની મેડિકલ સલાહ વિરૂદ્ધ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકશે નહીં. સરકારે આશંકા વ્યક્ત કરી…

Read More

Rajkot, તા. 21 રાજય સરકાર દ્વારા આઇએએસ કક્ષાના 28 અને જીએએસ કેડરના 13 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે જેમાં સૌથી મહત્વનું જુનાગઢના મ્યુનિ. કમિશ્નર અને રાજકોટના કલેકટર રહી ચુકેલા પ્રભાવ જોશીને જીઆઇડીસીના જોઇન્ટ એમ.ડી. બનાવાયા છે. આ ઉપરાંત અનેક અધિકારીઓને વીજ નિગમમાં પણ મુકવામાં આવ્યા છે. મહાનગરપાલિકા અને શહેરી વિકાસમાં થયેલા ફેરફારોમાં પ્રભાવ જોશી ઉપરાંત સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નર બનાવાય છે જયારે જુનાગઢમાં મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે આઇ.આર.વાળાને જવાબદારી સોંપાઇ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા ડે.કમિશ્નર તરીકે સ્મિત સંતોષ લોઢાને મુકાયા છે. જે અધિકારીઓની બદલી થઇ છે તેમાં ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS (RR:GJ:2012), ડિરેક્ટર, ગુજરાત ઉર્જા…

Read More

Ukraine , તા. 21 યુક્રેનના ઓડેસા બંદર પાસે કાળા સાગરમાંથી પસાર થઈ રહેલાં એક માલવાહક જહાજ (કાર્ગો શિપ) પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં જહાજ પર સવાર 4 ભારતીય નાવિકોના કરૂણ મોત થયાં છે, જ્યારે 1 ભારતીય નાવિક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારત સરકારે આ ઘટના પર ભારે દૂખ વ્યક્ત કર્યું છે અને યુદ્ધ ક્ષેત્રમાં નિર્દોષ નાગરિકો અને વેપારી જહાજોને નિશાન બનાવવાની ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. જે જહાજ પર હુમલો થયો તેનું નામ ‘ગોલ્ડન લિયો’ છે. તુર્કીની માલિકીનું અને ગિની-બિસાઉ દેશનાં ધ્વજ હેઠળ ચાલતું આ શિપ અનાજનો જથ્થો લઈને યુક્રેનના દરિયાઈ માર્ગેથી બહાર નીકળી…

Read More

Tehran, તા.21 મધ્યપૂર્વમાં યુધ્ધ વધુને વધુ વકરી રહ્યું હોય તેમ અમેરિકાના હુમલાનો જવાબ આપવા માટે ઇરાન હવે હોર્મુઝને નિશાન બનાવવા લાગ્યું છે. ઇરાને હોર્મુઝમાં બે તેલ ટેન્કરોને ફુંકી માર્યા હતા. સૈન્ય હુમલાને પગલે બન્ને તેલ ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત બહેરીનમાં અમેરિકી ડીફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી હતી. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડસ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે બહેરીનમાં અમેરિકી મિલીટ્રી સિસ્ટમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મૌજુદ રડાર સિસ્ટમ પણ સામેલ હતી. રિફામાં પેટ્રિપટ એર ડીફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવી હતી. ઇરાને જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય મથક પર કરેલા હુમલામાં એક સૈનિકનું મોત થયું…

Read More

New Delhi તા.21 ગઈકાલે પેપરલીક મુદે શિક્ષણમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ પર છેક સંસદભવન સુધી સફળ કૂચ બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યુ છે કે ફરી સંસદ કૂચ યોજાશે નહી. પરંતુ જંતર મંતર પર ધરણા ચાલુ રખાશે. ગઈકાલની કૂચમાં જે રીતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનમાં ભાગ લેનાર પર પોલીસે બળપ્રયોગ કર્યો અને અનેકને લોહીલુહાણ કર્યા તે પછી હવે કૂચ નહી યોજવા જાહેરાત કરી છે અને સીજેપીના સ્થાપક અભિજીત દિપકે કહ્યું કે પોલીસે વધુ પડતો બળપ્રયોગ કર્યો છે અને હજુ કરી શકે છે. અમારા ટેકેદારોની સુરક્ષા મહત્વની છે તેથી અમે જંતર મંતર પર જ ધરણા કરશું અને સંસદની કોઈ કૂચ યોજશું નહી.…

Read More

China,તા,21 ચીનના શેનઝેનમાં વિશ્વની પહેલવહેલી ફ્રી-સ્ટાઇલ હ્યુમનોઇડ રોબોની ફાઇટનું આયોજન થયું છે. એમાં 32 દેશોની રોબો-ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધાની પ્રાઇઝ-મની છે. 1.25 કરોડ યુઆન એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા, સ્વાભાવિક છે. ઇનામની રકમ જોઇને રોબો બનાવનારી ટીમોએ પોતાની બેસ્ટ રજૂઆત કરી છે. 32 ટીમોએ એન્જિન એઆઇના ટી-800 ટાઇપના હ્યુમનોઇડ રોબો વાપર્યા છે. આ રોબો હાથ અને પગ બન્નેથી કિક મારે છે, હવામાં ઉછળીને વિરોધી પર વાર કરી શકે છે અને જો ધારો કે પોતે પડી જાય તો તરત ઉઠીને પાછુ સંતુલન પણ મેળવી લે છે. કેટલીક મેચ જોતા આ રોબો જાણે પ્રોફેશનલ રેસલર હોય એ અંદાજમાં લડી…

Read More