Author: Vikram Raval

બુરખામાં ૨૩૩ ગ્રામ ૨૪ કેરેટનું સોનું સંતાડી લાવી હતી, પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સે ઝડપી Ahmedabad, તા.૧૭ Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે અબુધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટ નંબર ૩-૧૧૧માં આવેલી એક મહિલા પેસેન્જર પાસેથી ૨૩૩ ગ્રામ વજનના ૨૪ કેરેટના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત કરી લીધા હતા. જપ્ત કરાયેલા સોનાની અંદાજિત બજાર કિંમત ૩૪.૨૯ લાખ હોવાનું કસ્ટમ્સ સૂત્રોએ જણાવ્યું છે. મહિલા પેસેન્જરે પોતાના બુરખામાં સોનાના બિસ્કિટ છુપાવ્યા હતા.કસ્ટમ્સના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલા પેસેન્જર અગાઉથી જ કસ્ટમ્સની પ્રોફાઇલિંગ ટીમની નજરમાં હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાની પાસે કોઈ કિંમતી વસ્તુ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, શંકા જતાં તેને ડોર ળેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરવામાં…

Read More

Anand, તા.૧૭ Anand શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલી કિર્તીરાજ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના એકાઉન્ટન્ટને એપીકે ફાઈલ મોબાઈલ ફોનમાં મોકલીને શેઠના નામે મેસેજ કરી કોઈ ગઠીયાઓએ રૂ.૧.૫૮ કરોડની રકમ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં નોંધાઈ છે. આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી દેના પરિવાર સોસાયટીની સામે ગાયત્રી કૃપા, વિવેકાનંદ નગર વિસ્તારમાં રહેતા પરાગભાઈ નિરંજનભાઇ ગોર વર્ષ ૨૦૧૦થી એકાઉન્ટન્ટ તરીકે કેપિટલ કમ્પાઉન્ડ, લોટીયા ભાગોળ પાસે આવેલી કિર્તીરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. આ કંપનીના ડિરેક્ટર કિર્તિકુમાર ગોરધનભાઈ પટેલ છે અને તેઓનો મોબાઇલ નંબર પરાગભાઈના મોબાઇલમાં કિર્તીભાઈ કેનેડા નામથી સેવ કરેલો છે.…

Read More

Mumbai,તા.17 વેબ સિરીઝ ‘યે કાલી કાલી આંખે’થી ઘર-ઘરમાં ઓળખ બનાવનારી એક્ટ્રેસ આંચલ સિંહ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના ચાહકોને ખૂબ જ સુંદર ખુશખબરી આપી છે. એક્ટ્રેસે પોતાના લોન્ગ-ટાઈમ બોયફ્રેન્ડ મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી છે, જેની તસવીરો હવે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. આંચલ સિંહનો મંગેતર મોહિત વ્યવસાયે ભારતીય બિઝનેસમેન છે અને બંને લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યાં છે. આ કપલે પોતાની સગાઈની તસવીરો જોઈન્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરી છે, જેના દ્વારા તેમણે ચાહકોને પોતાની સગાઈની ખુશખબરી આપી છે. વાઈરલ થઈ રહેલી તસવીરોમાં આંચલ સિંહ ગુલાબી રંગના અનારકલી સૂટમાં શાનદાર જ્વેલરીમાં ખૂબ જ સુંદર…

Read More

New Delhi,તા.17 અયોધ્યાના રામમંદિરમાં ચઢાવા ચોરી મુદે રચાયેલી ખાસ તપાસ ટીમ હવે સોમવારે સીધો તેનો એક સંકલીત રિપોર્ટ સુપ્રીમકોર્ટને સુપ્રત કરશે. અગાઉ આ અંગેનો આખરી રિપોર્ટ ઉતરપ્રદેશ સરકારને સુપ્રત કરવાનો હતો પણ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં પહોચતા હવે તેના આદેશ મુજબ સોમવારે અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ આપવાનો છે. અને તે બાદ આ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલત આખરી નિર્ણય લેશે. બીજી તરફ ઉતરપ્રદેશ સરકારને જે આખરી રિપોર્ટ સુપ્રત થવાનો છે તે હવે વિલંબમાં પડશે. ‘સીટ’ તેની તપાસ હવે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ આગળ ધપાવશે.

Read More

Ahmedabad તા.17 અમદાવાદ જંક્શન દેશના સૌથી વધુ પ્લેટફોર્મ ધરાવતા રેલવે સ્ટેશનોની યાદીમાં સ્થાન પામ્યું છે. કુલ 12 પ્લેટફોર્મ સાથે અમદાવાદ દેશના ટોપ-10 સ્ટેશનોમાં સામેલ છે. આ સ્ટેશન પશ્ચિમ રેલવેનું મહત્ત્વપૂર્ણ જંક્શન હોવાથી દરરોજ ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો માટેની અનેક એક્સપ્રેસ, સુપરફાસ્ટ, વંદે ભારત સહિત 300થી વધુ ટ્રેનોનું સંચાલન અહીંથી થાય છે. દેશમાં સૌથી વધુ 23 પ્લેટફોર્મ હાવડા જંક્શન ખાતે છે. જ્યારે સિયાલદહ 21, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ 18, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ 17, નવી દિલ્હી 16 ત્યારબાદ અમદાવાદ કાલુપુર સ્ટેશન 12 પ્લેટફોર્મ સાથે છઠ્ઠા ક્રમે ખડગપુર જંક્શન સાથે સંયુક્ત સ્થાન ધરાવે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી અને…

Read More

Ahmedabad ,તા.17 ગુજરાત પર આતંકી સંગઠનોએ ફરી ડોળો માંડયો હોય તેમ વધુ પાંચ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય શકમંદ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનુ અને તેમની પાસેથી ધાર્મિક સામગ્રી સહિત વાંધાજનક ચીજવસ્તુઓ હાથ લાગતા ધનિષ્ટ પુછપરછ શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનુ ગુજરાતમાં નેટવર્ક વિસ્તરી રહ્યાની બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી સ્કવોડ એલર્ટ મોડ પર હતી અને તાજેતરમાં સંગઠનના ઓપરેટીવ પકડાયા બાદ તેઓની પુછપરછમાં વધુ નામોનો ખુલાસો થયો હતો અને તેના આધારે પાંચની ધરપકડ કરીને 24મી જુલાઈ સુધીના રીમાંડ પર મેળવવામાં આવ્યા છે. સુત્રોએ એમ કહ્યુ કે એટીએસ દ્વારા જુદા-જુદા જીલ્લામાંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી…

Read More

Gandhinagar, તા.17 કુંકાવાવ-વડિયા વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિ બજારની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના મંત્રી મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોજે કુંકાવાવ મોટી ખાતે 7 વિઘા જમીન નવી મંજુર થયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી), કુંકાવાવ-વડિયાને ફાળવવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણયથી કુંકાવાવ-વડિયા એપીએમસીનું આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે. નવી બજાર સમિતિ કાર્યરત બનતા ખેડૂતોને ઉપજના વેચાણ માટે વધુ સુવિધાજનક, પારદર્શક અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાનો લાભ મળશે. આ અંગે અમરેલી, કુંકાવાવ-વડિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ગામની નજીક આધુનિક કૃષિ માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કુંકાવાવ-વડીયા એપીએમસી માટે જમીન ફાળવણીનો નિર્ણય…

Read More

Bhuj,તા.17 કચ્છના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર સરક્રિકમાંથી ફરી એકવાર પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ જોવા મળી હતી.BSFએ તાત્કાલિક કાર્યવાહી કરીને બોટને કબજામાં લીધી હતી. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, BSFના જવાનો સરક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન જવાનોની નજર એક બોટ પર પડી હતી. તપાસ કરતાં બોટ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં કોઈ વ્યક્તિ હાજર ન…

Read More

Rajkot. તા.17 થોરાળા પોલીસ દ્વારા અગાઉ પકડેલ 18 કિલો શંકાસ્પદ ગોળ મામલે એફએસએલ રિપોર્ટ આવતાં તેમાં ગોળ સડેલ હોવાનું ખુલતાં રીક્ષા ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પ્રોહિબિશન અને દેશી દારૂ બનાવતી સામગ્રીની હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસે ભાવનગર રોડ પર શિવધારા પાન પાસે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ જણાતી સીએનજી રીક્ષા નં. GJ-02-YY-9536 ને અટકાવી તેની પાછળની સીટના ભાગે તપાસ કરતાં ત્યાંથી ખાટી વાસ મારતા સડેલા ગોળના કુલ 18 પ્લાસ્ટિકના ડબ્બા મળી આવ્યા હતા. દરેક ડબ્બામાં આશરે 20 કિલો જેટલો સડેલો ગોળ ભરેલો…

Read More

Junagadh, તા.17 મેંદરડા ની બજારમાં સોનીની દુકાનમાંથી ચાંદીના ભંગારની ચોરી થઈ એની ફરિયાદ થવા મમી હતી જેમાં મેંદરડા પીઆઇ વીજે સાવજ અને તેની ટીમે કેશોદની મહિલા ને મુદ્દા માલ સાથે દબોચી લીધી હતી જ્યારે તેમનો જમાઈ ફરાર થઈ ગઈ એનું પોલીસે જણાવ્યું છે. મેંદરડા ની બજારમાં મોહિત જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ વ્રતલાલ સતી કુવર ગત 14 રોજ તારીખ ના બપોરના 12:45 ના સુમારે તેમની દુકાને એક પુરુષ અને સ્ત્રી ગ્રાહક બની ને આવ્યા હતા. ચાંદીના સાંકડા બતાવવાનું કહી વેપારીને નજર ચૂકવી દુકાનના લાકડાના કબાટ ની તિજોરીમાંથી ચાંદીનો ભંગાર આશરે 550 થી 600 ગ્રામ નજર ચૂકવી લઈ ગયા ની ફરિયાદ…

Read More