- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
New Delhi, તા. 17 સરકાર દેશનાં અસંગઠિત ક્ષેત્રનાં કામદારો જેમ કે ડિલિવરી બોય, ડ્રાઇવર વગેરે અને ખાનગી ક્ષેત્રનાં એવા કર્મચારીઓ માટે એક નવી પેન્શન યોજના લાવી રહી છે, જેઓ હાલમાં EPFOની પેન્શન યોજનાનો લાભ નથી મેળવી શકતાં. આ યોજના ‘EPFO 3.0’ સુધારાઓનો એક ભાગ હશે. આમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું રોકાણ સુરક્ષિત સરકારી જામીનગીરીઓમાં (Government Securities) રોકવામાં આવશે, જેનાં પર દર વર્ષે વ્યાજ પણ ઉમેરાતું રહેશે. આ યોજનાની ખાસિયત એ છે કે જ્યારે કર્મચારી 55 વર્ષનો થશે ત્યારે તે નક્કી કરી શકશે કે તેણે પોતાનાં નિવૃત્તિ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરવો છે. ત્યાં સુધી આ ખાતું પ્રોવિડન્ટ ફંડની જેમ જ…
Lucknow,તા.17 પ્રયાગરાજમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, “બાળકોની સફળતા પાછળ માતાઓનું બલિદાન, સમર્પણ અને અથાક મહેનત રહેલી છે. ઘણી માતાઓ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે તેમની વ્યક્તિગત ઇચ્છાઓ અને તેમની કારકિર્દીનું પણ બલિદાન આપે છે. માતાઓ ઘણીવાર બાળકો હોય ત્યારે નોકરી છોડી દે છે કારણ કે તેમને તેમના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાનું હોય છે.” તેમણે કહ્યું કે માતા સવારે 4 વાગ્યે સૌથી પહેલા ઉઠે છે અને રાત્રે સૌથી છેલ્લે સૂવે છે. કામ કરતી મહિલાઓ પરિવાર અને બાળઉછેરની જવાબદારીઓને પણ પ્રાથમિકતા આપે છે. માતાઓ તેમના બાળકોના શિક્ષણ, મૂલ્યો અને ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્યપાલે વિદ્યાર્થીઓને રામાયણ સંબંધિત એક…
Washington, તા.17 પશ્ચિમ એશિયામાં તનાવ હવે ઘણો વધી ગયો છે. અમેરિકાએ હવે ઇરાનમાં પુલ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હુમલા શરૂ કર્યા છે. જે સ્થળે આમ નાગરિક સાથે જોડાયેલા છે. અમેરિકી સેનાએ સતત છઠ્ઠી રાત્રિ ઇરાનને નિશાન બનાવ્યું છે. આ વખતે માત્ર સૈન્ય ઠેકાણા જ નહીં, બલકે સામાન્ય નાગરિક સાથે સંકળાયેલા પાયાગત માળખા પર હુમલા કર્યા છે. જેમાં ઇરાનના પુલ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ તબાહ થઇ ગયા છે. ઇરાની મીડિયાનું કહેવું છે કે આ હુમલા દક્ષિણ પ્રાંતોમાં થયા છે. આ પૂરો વિસ્તાર વ્યાપારની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હોર્મુઝ સ્ટ્રેટ પાસે છે. વિમાન મથકો, પુલ, રેલવે સ્ટેશનો પર ખાબકી મિસાઇલો ઇરાનના…
New Delhi, તા.17 અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતા ઊભી થઈ છે. બંને દેશો વચ્ચે થયેલાં શાંતિ કરાર તૂટ્યાં બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની સ્થિતિ વધુ તીવ્ર બની છે. આ ભૌગોલિક અને રાજકીય તણાવના લીધે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે મોંઘવારી કાબૂમાં રાખવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલી આ કટોકટી ભારત જેવા મોટી આયાત પર નિર્ભર દેશનાં અર્થતંત્રને સીધી અસર કરી રહી છે, જેને પગલે દેશનાં તમામ નીતિ નિર્માતાઓ ભારે ચિંતામાં મૂકાયા છે. તાજેતરમાં જાહેર થયેલાં સત્તાવાર આંકડા મુજબ, જૂન મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક…
Washington, તા. 17 અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો માટેનાં વિઝા નિયમોમાં એક મોટો અને ગંભીર બદલાવ લાવવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે. દાયકાઓથી ચાલી આવતી ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ની વ્યવસ્થા હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી પોતાનો અભ્યાસ ચાલું રાખે ત્યાં સુધી આપોઆપ અમેરિકામાં કાયદેસર રીતે રહી શકતાં હતાં. પરંતુ હવે તેનાં બદલે વિઝા માટે એક ચોક્કસ અને મર્યાદિત સમયસીમા નક્કી કરી દેવામાં આવી છે, જે સપ્ટેમ્બર 2026થી લાગું થવાની સંભાવના છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ ફેરફાર રાષ્ટ્રીય સુરક્ષા અને વિઝા ધારકોની…
New Delhi,તા.17 રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનું અપમાન કરવા કે તેના ગાયકમાં વિધિ નાખનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં રાષ્ટ્રીય સન્માનતા અપમાનની રોકથામ (સંશોધન) વિધેષા લોકસભામાં રજુ કરવાની તૈયારીમાં છે. આ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા નિર્દેશો બાદ આવ્યું છે કે જેમાં આધિકારિક કાર્યક્રમોમાં જયાં રાષ્ટ્રગાન `જન ગણ મન’ વગાડવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રગાન વગાડવું, ગાવવું ફરજિયાત કરાયું છે. રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સંશોધન) વિધેયકને કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ જ મંજુરી આપી દીધી છે. આ કાયદો રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવાનું દંડનીય અપરાધ બનાવી દેશે, જેથી આ લોકશાહીના અન્ય ઉચ્ચ પ્રતીકો, જેમકે રાષ્ટ્રીય…
Mumbai,તા.17 એકતા કપૂર દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મ ‘રાગિણી થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી ફિલ્મની હિરોઇન તમન્ના ભાટિયાએ સોશ્યલ મિડિયા પર શેર કરી હતી. તમન્નાએ ફિલ્મના ક્લેપબોર્ડને હાથમાં પકડી ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી હતી.એક જમાનામાં એમએમએસ એટલે કે મલ્ટી મિડિયા મેસેજનું આગમન થયું ત્યારે એક વિદ્યાર્થિનીની સાચી ઘટના પરથી ૨૦૧૧માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’માં રાજકુમાર રાવ હીરો હતો. એ પછી આ ફ્રેન્ચાઇઝીમાં બીજી બે ફિલ્મો અને એક સિરિઝ પણ આવી ચૂકી છે.૨૦૧૧ બાદ ‘રાગિણી એમએમએસ ટુ’ ૨૦૧૪માં આવી હતી. જેમાં સની લિયોની હિરોઇન બની હતી.એ પછી આ ફ્રન્ચાઇઝીને વિસ્તારી સ્ટ્રિમિંગ સિરિઝ ‘રાગિણી એમએમએસઃ રિટર્ન્સ’ બનાવવામાં…
Mumbai,તા.17 રણબીર કપૂરને દીકરી રાહા થકી કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. તેને પગલે તે આગામી તા. ૧૮મીએ દિલ્હીમાં યોજાનારાં ‘રામાયણ’નાં ટ્રેલર લોન્ચ વખતે કાળાં ચશ્મા પહેરીને હાજર રહેશે કે કેમ તેવી અટકળો થઈ રહી છે.બન્યું છે એવું કે પુત્રી રાહાને રમાડવામાં વ્યસ્ત રણબીર કપૂરને પુત્રી રાહાનો કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગ્યો છે. કન્જક્ટિવાઇટીસ એ આંખનો ચેપ છે જે નજીકના સંપર્કથી ફેલાય છે. ભારતમંડપમમાં યોજાનારા સત્તાવાર ટ્રેલર લોન્ચમાં નિર્દેશક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા અને ફિલ્મના મુખ્ય કળાકારો હાજર રહેવાના છે. એ પછી ૨૩ જુલાઇએ અમેરિકાના વિખ્યાત સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટમાં ફિલ્મ ‘રામાયણ’નો વિશેષ શોકેસ રજૂ કરવામાં આવશે.
Mumbai,તા.17 બોક્સ ઓફિસ પર આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં એક બહુ મોટો અને રોમાંચક મુકાબલો જોવા મળવાનો છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફૌજી’ની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. મેકર્સે એક નવું દિલધડક પોસ્ટર શેર કરીને જાહેરાત કરી છે કે આ પીરિયડ એક્શન-ડ્રામા ફિલ્મ 3 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, પ્રભાસ માટે આ સફર બિલકુલ સરળ નહીં હોય, કારણ કે બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર્સ અજય દેવગન અને અક્ષય કુમાર સાથે થવા જઈ રહી છે. મેકર્સે સોશિયલ મીડિયા પર પ્રભાસનો એક લોહીથી લથપથ અને હાથમાં રાઇફલ પકડેલો આક્રમક…
Mumbai,તા.17 બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સામાન્ય રીતે રાજકીય કે, સામાજિક મુદ્દાઓ પર બહુ ઓછી વાત કરે છે, અને પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. પરંતુ ગુરુવારે તેમણે સોનમ વાંગચુકના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો હતો, અને તેમના પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સોનમ વાંગચુકની બગડતી તબિયત અને અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર સોનાક્ષી સિંહાએ ખુલીને સમર્થન કર્યુ.અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘હું ક્યારેય આવા નિવેદનો આપતી નથી, પરંતુ હવે મારાથી રહેવાયું નહીં. સોનમ વાંગચુક 18 દિવસથી ઉપવાસ પર બેઠા છે. તે ભૂખ્યા છે. તે કોના માટે…
